SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૮૧ ૬૮ • વિવેચન-૮૧/૮ : પ્રમત સંયત - છઠ્ઠા ગુણસ્થાનવર્તી શ્રમણ પ્રમત સંયત કહેવાય છે. શ્રમણ શરીરના લક્ષ્યમાં કે ઉપકરણોનાં લક્ષ્યમાં પ્રવૃત્ત હોય અથવા જયારે સામાન્ય ‘શાંત' સંયમ ભાવોમાં હોય ત્યારે તેને છઠ્ઠ ગુણસ્થાન હોય છે. તે શ્રમણ-શ્રમણી પ્રમતા સંયત કહેવાય છે. અપમત્ત સંયત - સાતમા ગુણસ્થાનવર્તી શ્રમણ-શ્રમણીને અપ્રમત્ત સંયત કહેવાય છે. જ્યારે શ્રમણ વૈરાગ્યભાવમાં ડૂબી જાય છે, પરિણામોની ધારા દેહાતીત વર્તે છે, ધર્મધ્યાનના કોઈપણ વિષયમાં તલ્લીન થઈ જાય છે, બીજું કોઈ લક્ષ્ય કે ચિંતન તેને સ્પર્શે નહીં ત્યારે તે શ્રમણ-શ્રમણી અપ્રમત્ત સંયત કહેવાય છે. આવી રમત અવસ્થા જ્યારે હોય ત્યારે જ તે સાતમા ગુણસ્થાનવાળા શ્રમણ શ્રમણીને મન:પર્યવજ્ઞાન થઈ શકે છે.. આ પ્રકારે વિસ્તૃત રીતે સૂઝમાં મન:પર્યવજ્ઞાનના અધિકારીનું કથન કરવામાં આવ્યું છે. તેનો સંક્ષેપમાં સાર એ છે કે અપમત શ્રમણ-શ્રમણીને એટલે કે સાતમાં ગુણસ્થાનવાળા સાધુ-સાવીને જ આ મન:પર્યવડાાન ઉત્પન્ન થઈ શકે છે. • સૂત્ર-૮૧/૯ : પ્રશ્ન :- ને મન:પર્યવિજ્ઞાન આપમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પતિ સંખ્યાત વષયક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું લબ્ધિધારી અપમuસંયત, સમ્યગૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે કે લબ્ધિરહિત અપ્રમત્ત સંયત સમ્યગૃÉષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે ? ઉત્તર :- લબ્ધિઘારી અપમતસંયત સમ્યગુર્દષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. પણ ઋદ્ધિરહિત પમત્ત સંયત સમ્યગ્રËષ્ટિ પાયત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય નહીં. • વિવેચન-૮૧/૯ : ઋદ્ધિપ્રાપ્ત :- જે અપ્રમત્ત આત્માર્થી મુનિવરને અવધિજ્ઞાન, પૂર્વગતજ્ઞાન, આહારકલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, તેજોલેશ્યા, વિધાયરણ, જંઘાચરણ આદિ લબ્ધિઓ પૈકી કોઈ પણ લબ્ધિ હોય તેને ત્રાદ્ધિ પ્રાપ્ત કહેવાય છે. એવી વિશિષ્ટ લબ્ધિઓ સંયમ તેમજ તારૂપી કષ્ટ સાધ્ય સાધનાથી પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ લબ્ધિ પ્રાપ્ત તેમજ ઋદ્ધિસંપન્ન મુનિને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે.. અમૃદ્ધિપ્રાપ્ત :- અહમત હોવા છતાં પણ જે સંયમીને કોઈપણ પ્રકારની વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત ન હોય તેને અવૃદ્ધિપ્રાપ્ત અપમત સંયત કહેવાય છે અથતિ લબ્ધિરહિત અપ્રમત્ત સંયત કહેવાય છે. તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય નહીં. • સૂત્ર-૮૨ - તે મન:પર્યવજ્ઞાન બે પ્રકારે ઉત્પન્ન થાય છે, જેમકે - ઋજુમતિ અને “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વિપુલમતિ આ મન:પર્યવજ્ઞાનના સ્વરૂપને સંક્ષેપમાં ચાર પ્રકારથી કહી શકાય છે. જેમકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી.. (૧) દ્રવ્યથી – ઋજુમતિ અનંત, અનંત પ્રાદેશિક સ્કંધોને વિશેષ તથા સામાન્યરૂપથી જાણે અને દેખે છે. વિપુલમતિ એ જ કંધોને કંઈક અધિક વિપુલ, વિશુદ્ધ અને તિમિર રહિત, નિમળરૂપે જાણે છે અને દેખે છે. (૨) ફોમણી – ઋજુમતિ જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટ રનપભા પૃથ્વીના નીચે સુલ્લક પ્રતરને અને ઊંચે જ્યોતિષચક્રના ઉપરિતલ પતિ અને તિછલોકમાં મનુષ્ય ક્ષેત્રની અંદર અઢીદ્વીપ સમુદ્ર પર્યત પંદર કર્મભૂમિ, ગ્રીસ અકર્મભૂમિ અને છajન અંતરદ્વીપમાં વર્તમાન સંજ્ઞી પંચેન્દ્રિય પતિ જીવોના મનોગત ભાવોને જાણે છે અને દેખે છે અને એ જ ભાવોને વિપુલમતિ અઢી આંગુલ અધિક, વિપુલ ફોનને વિશુદ્ધ અને નિર્મળતર તિમિર રહિત જાણે છે અને દેખે છે. ૩) કાળથી - 8જુમતિ જELજ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણે છે અને દેખે છે. કાળની અપેક્ષાએ વિપુલમતિ તેનાથી કંઈક અધિક, વિપુલ, વિશુદ્ધ અને સુસ્પષ્ટ જાણે છે અને દેખે છે. | () ભાવથી - ભાવની અપેક્ષાએ જુમતિ અનંતભાવોને જાણે છે અને દેખે છે પરંતુ સર્વ ભાવોના અનંતમાં ભાગને જાણે છે અને દેખે છે. એ જ ભાવોને વિપુલમતિ કંઈક અધિક વિપુલ, વિશુદ્ધ અને સુમe tણે છે અને દેખે છે. • વિવેચન-૮૨ : મન:પર્યવજ્ઞાન કોઈથી શીખડાવવામાં આવતું જ્ઞાન નથી પણ વિશિષ્ટ સાધના દ્વારા સ્વતઃ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન ગુણ પ્રત્યયિક છે. અવધિજ્ઞાનની જેમ ભવપત્યયિક નથી. (૧) ઋજુમતિ:પોતાના વિષયને સામાન્યરૂપે જાણે અને દેખે તેને ઋજુમતિ કહેવાય છે. (૨) વિપુલમતિ - પોતાના વિષયને વિશેષરૂપે જાણે અને દેખે તેને વિપુલમતિ કહેવાય છે. નાનg પસંg :- પાંચ જ્ઞાનમાંથી બે જ્ઞાન સાથે જ તેનું દર્શન હોય છે. છતાં પાંચે ય જ્ઞાનનાં વર્ણનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અપેક્ષાએ જાણવાનું અને દેખવાનું કથન શાસ્ત્રમાં આવે છે. તેનું તાત્પર્ય એ છે કે જ્ઞાનથી જાણે અને ચાઅયક્ષ દર્શનથી દેખે છે અથવા પાસ થી સામાન્યરૂપે જાણે અને નાપાડ થી વિશેષરૂપે જાણે, એમ સમજી લેવું જોઈએ. વિશેષ આવશ્યક ભાષ્યમાં આ વિષયની વિસ્તારપૂર્વક વિચારણા કરેલ છે.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy