SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૮૧ • સૂગ-૮૧/૩ : પ્રશ્ન :- જે મન:પર્યવજ્ઞાન ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય કે અકર્મભૂમિના ગભજ મનુષ્યને ઉત્પન્ન થાય કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે ? ઉત્તર : * કર્મભૂમિના ગભજ મનુષ્યને જ ઉત્પન્ન થાય છે. પરંતુ કમભૂમિના ગર્ભજ મનુષ્યને તથા અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યને મન:પર્યવિજ્ઞાન ઉત્પન્ન ન થાય. • વિવેચન-૮૧/૩ : કર્મભૂમિ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારા ગર્ભજ મનુષ્યને જ મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે સિવાય બીજા કોઈપણ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારા મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. કર્મભૂમિ - જ્યાં અસિ, મણિ, કૃષિ, વાણિજ્ય, શિલા આદિ હોય, પુરુષોની ૨ અને સ્ત્રીઓની ૬૪ કળા હોય અને રાજનીતિ વિધમાન હોય તેમજ સાધુ સાધવી, શ્રાવક અને શ્રાવિકા ચારે તીર્થ પોતપોતાનું કર્તવ્ય પાલન કરવામાં પ્રવૃત હોય, તેને કર્મભૂમિ કહેવાય છે. તે કર્મભૂમિના ૧૫ ક્ષેત્રો છે. અકર્મભૂમિ - જ્યાં રાજનીતિ, ધર્મનીતિ, કૃષિ, વાણિજ્ય વગેરે ન હોય તેવી ભૂમિને અકર્મભૂમિ ફોગ કહેવાય છે. અકર્મભૂમિ મનુષ્યોનાં જીવન નિર્વાહ કલ્પવૃક્ષો પર નિર્ભર હોય છે, ૩૦ ચાકર્મભૂમિ અને ૫૬ અંતરદ્વીપના મનુષ્ય અકર્મભૂમિની અથવા ભોગભૂમિના કહેવાય છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં બતાવેલા છે. આ રીતે લોકમાં મનુષ્યોના ૧૫ + ૧૦ + ૫૬ = ૧૦૧ ફોઝ છે, ત્યાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે. પંદર કર્મભૂમિ અને ત્રીસ અકર્મભૂમિ અઢી દ્વીપમાં છે અને ૫૬ અંતરદ્વીપ લવણ સમુદ્રમાં આવેલા છે. • સૂત્ર-૮૧/૪ : પ્રથન • જે કર્મભૂમિના ગભજ મનુષ્યને મન:પર્યવાન ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કમભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે ? ઉત્તર • સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે પણ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન ન થાય. • વિવેચન-૮૧/૪ : ગર્ભજ મનુષ્યના બે પ્રકાર હોય છે – એક સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને બીજા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા. મન:પર્યવજ્ઞાન સંખ્યાતવર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે પણ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય નહીં. અહીં સંખ્યાત વર્ષના આયુષ્યવાનની જે વાત કરી છે તેનું તાત્પર્ય એ છે કે જેનું આયુષ્ય જઘન્ય ૯ વર્ષનું અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનું હોય “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તે મનુષ્યને જ મન:પર્યવજ્ઞાન થાય છે. • સૂગ-૮૧/N : ધન :- જે મન:પર્યવજ્ઞાન સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કમભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કમભૂમિના ગર્ભજ મનુષ્યને થાય કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે ? ઉત્તર :- પર્યાપ્ત સંસાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે પણ અપતિને ઉત્પન્ન ન થાય. • વિવેચન-૮૧/- સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય બે પ્રકારના - પર્યાપ્ત અને અપર્યાપ્ત. પયતને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. પર્યાપ્ત અને અપતિ :- (૧) જે મનુષ્ય સ્વયોગ્ય પયક્તિને પૂર્ણ કરે તેને પતિ કહેવાય છે. (૨) જે મનુષ્ય સ્વયોગ્ય પતિને પૂર્ણ ન કરે તેને અપયપ્તિ કહેવાય છે.. જીવની શક્તિ વિશેષની પૂર્ણતાને પયપ્તિ કહેવાય છે. પર્યાપ્તિ છ પ્રકારની છે - (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (3) ઈન્દ્રિયપતિ (૪) શ્વાસોચ્છવાસપતિ (૫) ભાષાપતિ (૬) મનઃપયતિ. (૧) આહારપયતિ : જે શક્તિથી જીવ આહાર યોગ્ય બાહ્ય પુગલોને ગ્રહણ કરીને રસ રૂપે પરિણમન કરી શકે તેની પૂર્ણતાને આહારપયક્તિ કહેવાય છે. (૨) શરીરપયતિ :- જે શક્તિ દ્વારા રસ રૂપમાં પરિણત આહારને અરિચ, માંસ, મજ્જા, શુક, શોણિત આદિ ધાતુઓમાં પરિણત કરે છે તેની પૂર્ણતાને શરી૫ર્યાપ્તિ કહેવાય છે. (3) ઈન્દ્રિય પતિ - પાંચે ઈન્દ્રિયોના યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને તેને ઈન્દ્રિય રૂપમાં પરિણત કરવાની શક્તિની પૂર્ણતાને ઈન્દ્રિયપર્યાપ્તિ કહેવાય છે. (૪) શ્વાસોચ્છવાસપતિ :- ઉચ્છવાસને યોગ્ય પગલો જે શક્તિ દ્વારા ગ્રહણ કરીને છોડવામાં આવે છે તેની પૂર્ણતાને શ્વાસોશ્વાસપતિ કહેવાય છે. (૫) ભાષાપતિ :- જે શક્તિ દ્વારા આત્મા ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષાના રૂપમાં પરિણત કરે છે અને છોડે છે તેની પૂર્ણતાને ભાષાપર્યાપ્તિ કહેવાય છે. () મન:પર્યાપ્તિ - જે શક્તિ દ્વારા મનોવMણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેને મન રૂપે પરિણત કરે છે અને છોડે છે તેની પૂર્ણતાને મન:પર્યાપ્તિ કહે છે. મનોવણાના પુદ્ગલોનું અવલંબન લઈને જ જીવ મનન, સંકલ્પ, વિકલ્પ કરી શકે છે. આહાપતિ એક સમયમાં જ પૂર્ણ થઈ જાય છે. એકેન્દ્રિયમાં પ્રથમની ચાર પતિઓ હોય છે, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચ પયક્તિઓ હોય છે
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy