SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-98 ૬૨ અનંતમાં ભાગને જ જાણે અને દેખે છે. • વિવેચન-: ભાવથી જઘન્ય અને ઉત્કટ અનંત ભાવોને જાણે અને દેખે છે એમ જે કહ્યું એમાં ઉત્કૃષ્ટ પદમાં જઘન્યની અપેક્ષાએ અનંતગુણી પર્યાયોને જાણે અને દેખે છે. એમ સમજવાનું છે. તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાની પુદ્ગલની અનંત પર્યાયોને જાણે પરંતુ સર્વ પર્યાયિોને ન જાણે. કારણ કે સર્વ પર્યાયો અનંતકાળની અપેક્ષા રાખે છે પરંતુ અવધિજ્ઞાનીનો વિષય અસંખ્ય કાળનો જ છે. એમ છતાં તે અવધિજ્ઞાની ઉત્કૃષ્ટની અપેક્ષાએ સર્વ દ્રવ્યોને જાણી શકે છે છે. દરેક પદાર્થની સર્વ પર્યાયોનો કાળ અનંત હોય છે. જ્યારે અવધિજ્ઞાનનો કાળ સંબંધી વિષય અસંખ્ય ઉત્સર્પિણી અને અસંખ્ય અવસર્પિણીનો જ હોય છે. માટે સૂકમાં જઘન્ય ઉત્કૃષ્ટ અનંત ભાવો જ કહ્યા છે, સર્વ ભાવો કહ્યા નથી. • સૂગ-૭૮ થી ૮૦ : [૮] આ અવધિજ્ઞાન ભવપત્યયિક અને ગુણપત્યયિક બે પ્રકારે કહેલ છે અને તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપે ઘણા ભેદ પ્રભેદથી વર્ણન કરાયેલ છે. [] નાક, દેવ અને તીક્ટ અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે એટલે અવધિજ્ઞાનના વિષયોઝના વચ્ચમાં જ રહે છે અને તેઓ સર્વ દિશા અને વિદિશાઓમાં દેખે છે. શેષ અતિ મનુષ્ય અને તિચિ દેશથી એટલે કે એક દિશામાં પણ દેખે છે અને અનેક દિશામાં પણ દેખે છે. [co] આ રીતે પ્રત્યક્ષ અવધિજ્ઞાનનું વર્ણન છે. - વિવેચન-૭૮ થી ૮૦ : નૈરયિક, દેવ અને તીર્થકરને નિશ્ચયથી અવધિજ્ઞાન હોય છે. એ ત્રણેયનું અવધિજ્ઞાન સર્વ દિશા અને વિદિશાઓ વિષયક હોય છે. શેષ મનુષ્ય અને તિર્યંચને એક દિશા વિષયક અવધિજ્ઞાન હોય છે અને અનેક દિશાનું પણ અવધિજ્ઞાન હોય છે. તાત્પર્ય એ છે કે નૈરયિક આદિ ત્રણેયને મધ્યગત અવધિજ્ઞાન હોય છે અને તે નિયમા (નિશ્ચિત રૂપથી) છ દિશાઓમાં જોઈ શકે છે. તિર્યંચને એક બે ત્રણ દિશામાં દેખાય છે અને મનુષ્યને અવધિજ્ઞાનથી એક, બે કે ત્રણ ચાવતુ છએ ચ દિશાઓમાં દેખાઈ શકે છે. • સૂત્ર-૮૧/૧ પ્રશ્ન : મન:પવિજ્ઞાન કેટલા પ્રકારનું છે ? શું મન:પર્યવાન મનુષ્યને ઉત્પન્ન થાય? કે મનુષ્યોને (દેવને, નારકને કે તિર્યંચને) ઉત્પન્ન થાય ? ઉત્તર મનપવિજ્ઞાન મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે, અમનુષ્યને નહીં અથતિ દેવ, નાટકી અને તિચિને ઉતજ્ઞ ન થાય. • વિવેચન-૮૧/૧ - સૂત્રકાર અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનના અધિકારી કોણ થઈ શકે તેનું “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વિવેચન પ્રશ્ન અને ઉત્તર દ્વારા બતાવે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે દ્વાદશાંગઘર ગૌતમસ્વામીને આ શંકા શા માટે ઉત્પન્ન થઈ હશે ? ઉત્તર :- શંકા અનેક કારણોથી ઉત્પન્ન થાય છે. જેમ કે જિજ્ઞાસુ શિષ્યોની શંકાનું સમાધાન કરવા માટે, વિવાદ કરવા માટે, જ્ઞાનીજનોની પરીક્ષા કરવા માટે અથવા પોતાની વિદ્વતા સિદ્ધ કરવા માટે. પરંતુ ગૌતમસ્વામી માટે ઉપર બતાવેલા પૈકી કોઈ પણ કારણો સંભવી શકે એમ નથી. તેઓ ચાર જ્ઞાનના ધારક, નિરભિમાની અને વિનીત હતા. એટલે પ્રશ્ન પૂછવાનું કારણ નીચે મુજબ હોવું જોઈએ. પોતાનો અવગત વિષય સ્પષ્ટ કરવા માટે, અન્ય લોકોની શંકાનું નિરાકરણ કરવા માટે, ઉપસ્થિત શિષ્યોને નવું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે, જેના મસ્તિકમાં જ્ઞાનની સૂઝબૂઝ ન હોય તેને પણ અનાયાસ જ્ઞાનગુણની પ્રાપ્તિ થાય તેમજ જ્ઞાન પ્રત્યે અભિરુચિ થાય, એ દષ્ટિકોણને લક્ષ્યમાં રાખીને ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્નો કર્યા હોય એમ જણાય છે. છે fજ તે બાપ થT :- આ નંદી સૂગની રચના પદ્ધતિ અનુસાર અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનાં પ્રકરણોમાં પણ આ જ પ્રખ પ્રારંભમાં કરેલ છે અને તેનો ઉત્તર પણ તે ચારે ય પ્રકરણમાં તેના મુખ્ય ભેદ દર્શાવતાં આપેલ છે. આ વાત દરેક પ્રકરણના પ્રારંભમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રસ્તુત મન:પર્યવ જ્ઞાનના પ્રકરણમાં આ પ્રશ્નનો ઉત્તરપાઠ નથી પરંતુ તે પ્રશ્નના ઉત્તર વિના જ નવો પ્રશ્ન અને ઉત્તર ભગવાન અને ગૌતમના નામે શરૂ કરેલ છે. તે પ્રથમ પ્રશ્નનો ઉત્તર નંદી સૂત્રના બીજા પ્રકરણોની સમાન હોવો જોઈએ તે પાઠ પાછળ ઉપસંહાર પાઠની સાથે આવેલ છે. દરેક જ્ઞાનના પ્રકરણમાં ઉપસંહાર રૂપમાં અંતિમપાઠ સમાન વધ્ય UUUT તંન - આ પાઠ છે. પરંતુ અહીં મન:પર્યવ જ્ઞાનના પ્રકરણમાં તે ઉપસંહાર પાઠની સાથે આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર જોડાઈ ગયેલ છે. • સૂમ-૮૧/૨ - | મન:પર્યવિજ્ઞાન જે મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું સમુચિષ્ઠમ મનુષ્યને ઉત્પન્ન થાય કે ગર્ભજ મનુષ્યને ? ઉત્તર :- સમૂચ્છિક મનુષ્યને ઉત્પન્ન ન થાય પણ ગજિ મનુષ્યને ઉત્પન્ન થાય છે. • વિવેચન-૮૧/૨ - જે માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થાય છે તેને ગર્ભજ મનુષ્ય કહેવાય છે અને જે ગર્ભજ મનુષ્યનાં મળમૂત્ર આદિ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય તેને સમૂછિમ કહેવાય છે. તેનું વર્ણન પ્રાપના સૂત્રના પહેલા પદમાં બતાવ્યું છે, સમુચ્છિમ મનુષ્યની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તેવા મનુષ્ય મન રહિત, મિથ્યાર્દષ્ટિ, અજ્ઞાની અને અપતિ હોય છે. તેનું આયુષ્ય ફક્ત અંતમુહીનું જ હોય છે તેથી તેઓ ચાત્રિ ગ્રહણ કરી ન શકે અને જે ચા»િ ગ્રહણ ન કરે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય નહીં.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy