SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૧ હોવા છતાં ભવપ્રત્યયિક જ હોય છે. • સૂત્ર-૬૧ : જ્ઞાન, દર્શન અને ચાસ્ત્રિરૂપ ગુણ સંપન્ન મુનિને જે માયોપશમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે સંક્ષેપમાં છ પ્રકારે છે, જેમકે – (૧) આનુગામિકજે જ્ઞાન વ્યક્તિની સાથે જાય છે (૨) અનાનુગામિક – જે જ્ઞાન સાથે ન જાય (૩) વર્ધમાન જે જ્ઞાન વૃદ્ધિ પામતું જાય (૪) હીયમાન – જે જ્ઞાન ક્ષીણ થતું જાય (૫) પ્રતિપાતિક – જે જ્ઞાન એકાએક લુપ્ત થઈ જાય છે (૬) અપ્રતિપાતિક – જે જ્ઞાન લુપ્ત થતું જ નથી. • વિવેચન-૬૧ : અહીં મૂળગુણ અને ઉત્તરગુણથી સંપન્ન અણગારને ગુણપ્રતિપન્ન કહ્યા છે અથવા જ્ઞાન દર્શન ચાસ્ત્રિ સંપન્ન અણગારને ગુણ પ્રતિપન્ન કહ્યા છે. (૧) આનુગામિક :- જેમ ચાલતા પુરુષની સાથે નેત્ર, સૂર્યની સાથે આતપ અને ચંદ્રની સાથે ચાંદની કાયમી રહે છે એ જ રીતે આનુગામિક અવધિજ્ઞાન પણ જ્યાં અવધિજ્ઞાની જાય છે ત્યાં તેની સાથે જ જાય છે. આ જ્ઞાન કોઈ એક ક્ષેત્રને સંબદ્ધ રહેતું નથી પરંતુ અવધિજ્ઞાની વ્યક્તિથી સંબદ્ધ રહે છે. (૨) અનાનુગામિક ઃ- જે જ્ઞાન જ્ઞાતાના સ્થાનાંતર સાથે ન જાય તેને અનાનુગામિક અવધિજ્ઞાન કહે છે. અર્થાત્ જે જ્ઞાન અમુક ક્ષેત્રથી સંબંધિત હોય તેને અનાનુગામિક કહે છે. જેમ કે દીપકનો પ્રકાશ મર્યાદિત ક્ષેત્રમાં હોય છે. ક્ષેત્રની મર્યાદામાં રહેલા પદાર્થોને જ તે પ્રકાશ પ્રકાશિત કરે છે. તે ક્ષેત્ર મર્યાદાથી બહાર રહેલા પદાર્થોને તે પ્રકાશ પ્રકાશિત કરી શકતો નથી. જ્યારે તે ક્ષેત્ર મર્યાદામાં વ્યક્તિ પ્રવેશ કરે ત્યારે જ પદાર્થને જાણી શકે છે. તે જ રીતે અનાનુગામિક અવધિજ્ઞાન પણ ક્ષેત્રથી સંબદ્ધ છે. ૫૧ (૩) વર્ધમાનક :- જેમ જેમ અગ્નિમાં કાષ્ઠ નાંખીએ તેમ તેમ એ અધિકાધિક વૃદ્ધિ પામે છે, તેમજ તેનો પ્રકાશ પણ વધતો જાય છે. એ જ રીતે જેમ જેમ પરિણામમાં વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ અવધિજ્ઞાન પણ વૃદ્ધિ પામતું જાય છે, તેને વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. (૪) હીયમાન :- જેમ અગ્નિમાં કાષ્ઠ ઓછા નાખવાથી અગ્નિ પ્રતિક્ષણ મંદ થતી જાય છે તેજ રીતે વિશુદ્ધ પરિણામો ઓછા થવાથી અવધિજ્ઞાન પણ હીન, હીનતર અને હીનતમ થતું જાય છે તેને હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. (૫) પ્રતિપાતિક :- જેમ દીપકમાં તેલ ન રહેવાથી દીપક પ્રકાશ દઈને તરત જ બુઝાઈ જાય છે. તેમ પ્રતિપાતિક અવધિજ્ઞાન પણ ક્યારેક નષ્ટ થઈ જાય છે. (૬) અપ્રતિપાતિક :- જે અવધિજ્ઞાન કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે અથવા આખા ભવમાં પતનશીલ ન હોય તેને અપ્રતિપાતિક અવધિજ્ઞાન કહેવાય છે. - સૂત્ર-૬૨/૧ : પ્રશ્ન :- અનુગામિક અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- અનુગામિક “નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન અવધિજ્ઞાનના બે પ્રકાર છે – (૧) અંતગત (ર) મધ્યગત. પ્રશ્ન :- અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય? અર્થાત્ તે કેટલા પ્રકારનું છે ? ઉત્તર ઃ- અંતગત અવધિજ્ઞાનના ત્રણ પ્રકારે છે – (૧) પુરતઃ અંતગત-આગળથી અંતગત (૨) માતઃ અંતગત-પાછળથી અંતગત (૩) પાર્શ્વતઃ અંતગત-બન્ને પડખેથી અંતગત. પ્રશ્ન :- આગળથી અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય? કેટલા પ્રકારનું છે ? ઉત્તર :- આગળથી અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ પર વ્યક્તિ દીવડી, ઘાસનો પૂળો અથવા બળતું લાકડું, મણિ, પ્રદીપ અથવા કોઈ વાસણમાં પ્રજ્વલિત અગ્નિ રાખીને હાથ વડે અથવા દંડ વડે તેને સંભાળીને આગળ રાખતાં ચાલે છે ત્યારે ઉક્ત પદાર્થોના પ્રકાશ વડે માર્ગમાં રહેલ આગળની વસ્તુઓ દેખાતી જાય છે, એ જ રીતે જે અવધિજ્ઞાન પણ આગળના પ્રદેશમાં પ્રકાશ કરતાં કરતાં સાથે ચાલે છે તેને પુરતઃ અંતગત અવધિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન :- માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય? ઉત્તર :- માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ માણસ દીવડી, ઘાસનો પૂળો, બળતું કાષ્ટ, મણિ, પ્રદીપ અથવા કોઈ વાસણમાં સળગતી અગ્નિને રાખીને હાથ વડે અથવા દંડ વડે કે દંડ ડે ઉક્ત પદાર્થોને પાછળના ભાગમાં સંભાળીને ચાલે તો તેના પ્રકાશમાં પાછળ રહેલ પદાર્થોને જોતાં જોતાં ચાલ્યો જાય છે, એ જ રીતે જે જ્ઞાન પાછળના પદાર્થોને પ્રકાશિત કરે છે તેને માતઃ અંતગત અવધિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન - પાણી-તગત અવધિજ્ઞાન કોને કહેવાય છે ? ઉત્તર ઃ- પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે – જેમ કોઈ પુરુષ દીપિકા, ઘાસનો પૂળો, બળતું કષ્ટ, મણિ, પ્રદીપ અથવા કોઈ પણ વાસણમાં પ્રજવલિત અગ્નિને રાખીને હાથ વડે કે દંડ વડે ઉક્ત પદાર્થોને બાજુમાં રાખતા ચાલે ત્યારે ઉકત પદાર્થોના પ્રકાશ વડે બાજુમાં રહેલ વસ્તુઓ દેખાતી જાય છે તેમ જે અવધિજ્ઞાન પાર્શ્વવર્તી પદાર્થોનું જ્ઞાન કરાવતાં કરાવતાં આત્માની સાથે ચાલે છે તેને પાશ્ર્વત- અવધિજ્ઞાન કહેવાય છે. કોઈ કોઈ અવધિજ્ઞાન ક્ષોપશમની વિચિત્રતાથી એક બાજુમાં જ પદાર્થોને પ્રકાશિત કરે છે તો કોઈ કોઈ બન્ને બાજુના પદાર્થોને પ્રકાશિત કરે છે. પ્રશ્ન - મધ્યગત અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉત્તર :- મધ્યગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ પુરુષ ઉલ્કા, મશાલ, ઘાસનો પૂળો, અગ્રભાગથી બળતું લાકડું, મણિ, પીપ અથવા કૂડા આદિમાં રાખેલ અગ્નિને મસ્તક પર રાખીને ચાલે છે ત્યારે તેને ઉપર્યુકત પ્રકાશ દ્વારા માર્ગમાં સર્વ દિશાઓમાં રહેલા પદાર્થો દેખાઈ જાય છે તેમ સર્વ દિશાઓમાં
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy