SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-પપ ૪૯ વિષયોનો સામાન્ય તથા વિશેષ પ્રકારે જે બોધ થાય છે તે બોધરૂપ વ્યાપારને ઉપયોગ-ઈન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારની ઈન્દ્રિય ગ્રહણ થાય છે. એકનો પણ અભાવ હોય તો ઈન્દ્રિય પ્રત્યક્ષની ઉત્પત્તિ થતી નથી. ની પબ્રેવર :- આ પદમાં ‘ના’ શબ્દ સર્વ નિષેધવાયક છે. નોઈન્દ્રિય એ મનનું નામ છે પણ અહીં આત્મા માટે ‘વિ' શબ્દનો પ્રયોગ છે. ઈન્દ્રિય, મન આદિ બાહ્ય સાધનોની અપેક્ષા ન રાખતા જેનો સાક્ષાત્ સંબંધ આત્માથી હોય તેને નોઈન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય છે. R :- આ નિપાત શબ્દ મગધદેશીય છે. જેનો અર્થ ‘‘અા'' થાય છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનું કથન લૌકિક વ્યવહારની અપેક્ષાએ કરેલ છે, પરમાર્થની અપેક્ષાએ નહીં. કેમકે લોકમાં એવું કહેવાની પ્રથા છે કે મેં આંખોથી પ્રત્યક્ષ જોયું છે. તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. • સૂત્ર-પ૬ : પ્રથન - ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કેટલા પ્રકારનું છે ? ઉત્ત—ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પાંચ પ્રકારનું કહેલ છે – (૧) શ્રોઝેન્દ્રિય પ્રત્યક્ષ (કાનથી થાય છે.) (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (આંખથી થાય છે.) (૩) ઘાણેન્દ્રિય પ્રત્યક્ષ (નાકથી થાય છે.) (૪) જિન્દ્રિય પ્રત્યક્ષ (જીભથી થાય છે.) (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ (વાથી થાય છે.) આ પ્રમાણે ઈન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન ગણવું. • વિવેચન-૫૬ : શ્રોબેન્દ્રિયનો વિષય શબ્દ છે. શબ્દ બે પ્રકારના હોય છે - (૧) વન્યાત્મક (૨) વર્ણાત્મક. આ બોથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. ચક્ષનો વિષય ૫ છે. ધ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે. રસેન્દ્રિયનો વિષય રસ છે અને સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. અહીં એક શંકા ઉત્પન્ન થાય છે - સ્પર્શન, રસના, ઘાણ, ચા અને શ્રોત્ર આ ક્રમને છોડીને શ્રોમેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય ઈત્યાદિ ક્રમચી ઈન્દ્રિયોનો નિર્દેશ કેમ કર્યો છે ? ઉત્તર - એમાં બે કારણ છે. એક કારણ છે પૂર્વાનુપૂર્વી અને પશ્ચાદનુપૂર્વી દેખાડવાને માટે સૂત્રકારે ઉત્ક્રમની પદ્ધતિ અપનાવી છે. બીજું કારણ એ છે કે જે જીવમાં ક્ષયોપશમ અધિક હોય તે પંચેન્દ્રિય બને છે, તેનાથી ન્યૂન હોય તે ચઉરેન્દ્રિય બને છે. આ રીતે ક્ષયોપશમ ન્યુન થવાથી તેઈન્દ્રિય, બેઈન્દ્રિય અને એકેન્દ્રિય બને છે. જ્યારે જાતિની અપેક્ષાએ ગણના કરાય છે ત્યારે પહેલા સ્પર્શન, સના આદિ ક્રમથી સૂરણકાર બતાવે છે. પાંચે ય ઈન્દ્રિય અને છઠું મન એ શ્રુતજ્ઞાાનમાં નિમિત્ત છે પરંતુ શ્રુતજ્ઞાનનું મુખ્ય કારણ શોમેન્દ્રિય છે માટે સર્વ પ્રથમ શ્રોએન્દ્રિયનો નિર્દેશ કરેલ છે. • સૂત્ર-પ૩ - ધન :- ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી થનાર નોઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કેટલા પ્રકારનું છે ? [40/4] નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ઉત્તર :- નોઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન ત્રણ પ્રકારનું છે – (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (ર) મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ (3) કેવળજ્ઞાન પ્રત્યક્ષ. • વિવેચન-પ૭ :સૂત્ર સ્પષ્ટ છે. અવધિજ્ઞાનાદિ ભેદ આગળ કહેવાશે - • સૂત્ર-૫૮ થી ૬૦ :(૫૮) પ્રથમ + અવધિજ્ઞાન પ્રત્યક્ષના કેટલા પ્રકાર છે ? ઉત્તર + અવધિજ્ઞાન પ્રત્યક્ષના બે ભેદ કહ્યા છે - (૧) ભવપત્યચિક અને (૨) ક્ષાયોપશમિક. (૫૯) પ્રશ્ન - ભવ પ્રત્યાયિક અવધિજ્ઞાન કોને હોય છે ? ઉત્તર * ભવપત્યાયિક અવધિજ્ઞાન ને ગતિવાળા જીવોને હોય છે, જેમકે – દેવોને અને નારકોને. ભવના પ્રભાવે જે અવધિજ્ઞાન થાય તેને ભવપત્યચિક કહેવાય છે. (૬૦) પ્રશ્ન :- ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કોને હોય છે ? ઉત્તર : * #ાયોપથમિક અવધિજ્ઞાન મનુષ્ય અને નિયચિ પંચેન્દ્રિયને હોય છે. ફરી ઘન – ભગવન ! áાયોપશમિક અવધિજ્ઞાનની ઉત્પત્તિનું કારણ શું છે ? ઉત્તર - જે કર્મ અવધિજ્ઞાનની ઉત્પતિમાં રૂકાવટ કરે છે તેમાંથી ઉદયમાં આવેલા કમનો ક્ષય અને અનુદિત કર્મનો ઉપશમ થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને ક્ષયોપશમિક અવધિજ્ઞાન કહેવાય છે. • વિવેચન-૫૮ થી ૬૦ : મન અને ઈન્દ્રિયની સહાયતા વિના ઉત્પન્ન થનાર નોઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાનની ત્રણ ભેદ છે - અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. અવધિજ્ઞાનના બે પ્રકાર છે – મવપત્યયિક અને ક્ષાયોપથમિક. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ભવના પ્રભાવથી જન્મ લેતી વખતે જ ઉત્પન્ન થાય છે. તેને પ્રાપ્ત કરવા માટે સંયમ, તપ અને અનઠાનાદિની આવશ્યકતા રહેતી નથી. ક્ષાયોપથમિક અવધિજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપરના કારણોની સહાયતા રહે છે. અવધિજ્ઞાનના સ્વામી ચારે ય ગતિના જીવો હોય છે. ભવપત્યયિક અવધિજ્ઞાન દેવો અને નારકોને હોય છે. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. તેને “ગુણપત્યય અવધિજ્ઞાન” પણ કહેવાય છે. શંકા- અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવમાં જ પગિણિત થાય છે, તો પછી નાકો અને દેવોને ભવના કારણથી શા માટે કહેલ છે ? સમાધાન – વસ્તુતઃ અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવમાં જ છે. નાસ્કો અને દેવોને પણ ફાયોપશમથી જ અવધિજ્ઞાન હોય છે પરંતુ તે ક્ષયોપશમમાં નાકભવ અને દેવભવ પ્રધાન કારણ હોય છે અર્થાત એ ભવોના નિમિત્તથી નાકો અને દેવોને અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થઈ જ જાય છે માટે તેના અવધિજ્ઞાનને ભવપ્રત્યય કહેવાય છે. જેમકે પક્ષીઓને પણ ઉડવાની શક્તિ ક્ષયોપશમભાવમાં
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy