SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૯ થી ૪૧ 39 • સૂત્ર-૩૯ થી ૪૧ ૩ (૩૯) જેના શરીરનો વર્ણ તપાવેલ ઉત્તમ સોના જેવો, સોના જેવા વર્ણવાળો ચંપક પુષ્પ જેવો અથવા ખિલેલા ઉત્તમ કમળની પરાગ જેવો પીત વર્ણ હતો. જે ભવ્ય પ્રાણીઓના હ્રદયમાં વસી ગયા હતા. જે જનસમૂહમાં દયાનો ગુણ ઉત્પન્ન કરાવવામાં વિશારદ, ધૈર્યગુણયુક્ત હતા. (૪૦) દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રના યુગપ્રધાન, વિવિધ પ્રકારના સ્વાધ્યાયના પરમ વિજ્ઞાતા, સુયોગ્ય સાધુઓને યથોચિત સ્વાધ્યાય, ધ્યાન અને વૈયાવૃત્ય આદિ શુભકાર્યોમાં નિયુક્ત કરનારા અને નાગેન્દ્ર કુળની પરંપરાને વધારનારા હતા. (૪૧) દરેક પ્રાણીને ઉપદેશ આપવામાં નિપુણ, ભવરૂપ ભીતિને નષ્ટ કરનારા અર્થાત્ શીઘ્ર મુક્તિગામી આચાર્યશ્રી નાગાર્જુન ઋષિના શિષ્ય ભૂતદિન્ન આચાર્યને હું વંદન કરું છું. • વિવેચન-૩૯ થી ૪૧ : ઉપર્યુક્ત ત્રણ ગાથાઓમાંથી શરીરના ગુણોનું, લોકપ્રિયતાનું, ગુરુનું, કુળનું અને વંશનું વર્ણન કર્યું છે. તેથી એમ પ્રતીત થાય છે કે દેવવાચકજી તેમના પ્રત્યે પરમ શ્રદ્ધાવાન અને અત્યંત નજીકના પરિચિત હતા. તેઓશ્રી પરીષહ અને ઉપસર્ગ સહન કરવામાં ધૈર્યવાન હતા, તેઓએ અહિંસાનો પ્રચાર કેવળ શબ્દોથી નહીં પણ ભવ્ય જીવોના હૃદય સુધી પહોંચાડ્યો હતો. તેઓશ્રી અંગશાસ્ત્ર અને અંગબાહ્ય શાસ્ત્રની સ્વાધ્યાય કરવામાં અગ્રગણ્ય યુગપ્રવર્તક આચાર્ય હતા. તેઓશ્રીની આજ્ઞાને ચતુર્વિધ શ્રી સંઘ શિરોમાન્ય કરતો હતો. તેઓશ્રી નાગેન્દ્ર કુળવંશીય હતા. તેઓશ્રીએ સર્વપ્રકારના ભયની ઉચ્છેદ કર્યો હતો. તેઓશ્રી હિતોપદેશ આપવામાં પૂર્ણ સમર્થ હતા. • સૂત્ર-૪૨ - નિત્ય અને અનિત્યરૂપથી વસ્તુતત્વને સમ્યક્ રીતે જાણનારા અર્થાત્ ન્યાય શાસ્ત્રના ગણમાન્ય પંડિત, સુવિજ્ઞાત સૂત્રાર્થને ધારણ કરનારા અને ભગવત્ પ્રરૂપિત સદ્ભાવોને યથાતથ્ય પ્રકાશનારા એવા શ્રી લોહિત્ય નામના આચાર્યને હું પ્રણામ કરું છું. • વિવેચન-૪૨ : પ્રસ્તુત ગાથામાં લોહિત્ય નામના આચાર્યનો પરિચય આપી તેમને વંદના કરેલ છે. મહાન આચાર્ય લોહિત્યમાં ત્રણ ગુણ વિશિષ્ટ કહેલ છે, જેમકે – (૧) તેઓ પદાર્થના સ્વરૂપને સારી રીતે જાણતા હતા. સર્વ પદાર્થો દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. જૈનદર્શન કોઈ પણ પદાર્થને એકાંત નિત્ય માનતું નથી અને એકાંત અનિત્ય પણ ન માનતું નથી. (૨) તેઓશ્રી સૂત્ર અર્થના વિશેષજ્ઞ હતા. (૩) તેઓશ્રી પદાર્થોના ચયાવસ્થિત પ્રકાશન, પ્રરૂપણ કરવામાં પૂર્ણ દક્ષ હતા. તે વ્યાખ્યા અવિસંવાદી, સત્ય અને સમ્યક્ ૩૮ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હોવાથી સર્વ માન્ય હતી. • સૂત્ર-૪૩,૪૪ : શાસ્ત્રોના અર્થ અને મહાઅર્થની ખાણ સમાન અર્થાત્ અનુયોગ પદ્ધતિ દ્વારા આગમની વ્યાખ્યા કરવામાં કુશળ, સુસાધુઓને શાસ્ત્રની વાચના, જ્ઞાનદાન દેવામાં અને શિષ્યો દ્વારા પૂછાયેલા વિષયોનું સમાધાન શાંતિથી કરવામાં દક્ષ અને પ્રકૃતિથી મધુરભાષી એવા દૃષ્યગણી આચાર્યને હું સન્માનપૂર્વક પ્રણામ કરું છું. સેંકડો આગંતુક જિજ્ઞાસુ શ્રમણો દ્વારા નમસ્કૃત–સેવિત, શુભ ચિહ્નોથી અંકિત તથા સુકુમાર અને સુકોમળ છે ચરણ તળ જેના એવા પ્રવચન પ્રભાવક આચાર્ય દેવ દૂષ્યગણિના શ્રી ચરણોમાં હું પ્રણામ કરું છું. • વિવેચન-૪૩,૪૪ -- આચાર્ય લોહિત્યની વિશેષતાનું દિગ્દર્શન કરાવીને ત્યારબાદ ઉક્ત ગાથાઓમાં શ્રી દૂષ્યગણીજીની સ્તુતિ કરી છે. સૂત્રની વ્યાખ્યાનો અર્થ અને તેની વિભાષા, વાર્તિક, અનુયોગ, નય તેમજ સપ્તભંગી આદિ વડે વિશિષ્ટ અર્થ દેખાડવાની શક્તિને મહાન અર્થ કહેવાય છે. હંમેશાં સૂત્ર અલ્પ અક્ષરયુક્ત હોય છે અને તેના અર્થ વિશાળ હોય છે. જેમ ખાણમાંથી ખનિજ પાદર્થો નીકળે છે, તે ક્યારે ય ક્ષીણ થતાં નથી. તેમજ દૂષ્યગણીજી પણ સૂત્રના અર્થ દેખાડવામાં ખાણ સમાન હતા. તેઓશ્રી મૂળગુણ અને ઉત્તરગુણ સંપન્ન મુનિવરોને સૂત્રની વ્યાખ્યા અપૂર્વ શૈલીથી સમજાવતા હતા. ધર્મોપદેશ કરવામાં દક્ષ હતા, શ્રુતજ્ઞાન વિષયક પ્રશ્ન પૂછવા પર તેનું સમાધાન મીઠી મધુરી ભાષામાં કરતા હતા. કોઈ શિષ્ય પ્રમાદના કારણે લક્ષ્યબિંદુથી સ્ખલિત થાય તો તેનું અનુશાસન અને પ્રશિક્ષણ શાંત ભાવે કરતા, જેથી તે શિષ્ય ફરીથી ભૂલ કરતા ન હતા. આ ગાથાઓમાં દૂષ્યગણીજીના અસાધારણ ગુણોનું દિગ્દર્શન કરાવ્યું છે. અસાધારણ ગુણોની સ્તુતિ જ વસ્તુતઃ સ્તુતિ કહેવાય છે. મુખ્યત્વે જ્ઞાન અને ચાસ્ત્રિની સિદ્ધિ કરી છે. શ્રુતજ્ઞાનમાં અનુયોગ પદ અને ચાસ્ત્રમાં ઉક્ત ગાથાના ત્રણ પદોમાં વર્ણિત ગુણોમાં તેઓશ્રી સંલગ્ન રહેતા હતા. આ ગાથા પ્રત્યેક આચાર્ય માટે મનનીય તેમજ અનુકરણીય છે. દૃષ્યગણીના વિશિષ્ટ ગુણો સાથે તેમનો પાદપડાનો ઉલ્લેખ કરેલ છે. જેના ચરણોમાં કમળ, શંખ, ચક્ર, અંકુશ આદિ શુભ લક્ષણો હોય, તે લક્ષણ સંપન્ન કહેવાય છે. તેઓશ્રીના ચરણના તળીયા લક્ષણ સંપન્ન અને કમળ જેવા સુકોમળ તથા સુંદર હતા. સેંકડો પ્રતીચ્છકો દ્વારા તેના ચરણકમળ સેવિત અને વંદનીય હતા. જે મુનિવર શ્રુત અભ્યાસ માટે પોતપોતાના આચાર્યની આજ્ઞા મેળવીને અન્ય ગણથી વિશિષ્ટ વાચના માટે આવતા હતા તેવા પ્રાતીચ્છક શિષ્યોને જેઓ રહસ્યભરી વાતોનું વિસ્તૃત વર્ણન કરતા હતા એવા આચાર્ય શ્રી દૃષ્યગણીના ચરણોમાં આ ગાથા દ્વારા
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy