SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૨૮ ૩૪ • સૂત્ર-૨૮ : કાલિક સૂપની પ્રતિદિન સ્વાધ્યાય કરનાર, શાઅનુસાર કિયા કલાપ કરનાર, ધર્મ ધ્યાનમાં સંલગ્ન, જ્ઞાન, દર્શન અને ચાસ્ત્રિ આદિ રનમયના ગુણોને દીપાવનાર અને શ્રુત સાગરના પારગામી તેમજ ધીરતા આદિ ગુણોની ખાણ, આચાર્યશ્રી અમિંગુ મહારાજને હું નમસ્કાર કરું છું. વિવેચન-૨૮ : આ ગાળામાં સૂત્રકારે આર્ય સમુદ્ર પછી શ્રી આર્ય મંગુજીસ્વામીના ગુણોનું દિગ્દર્શન કરાવ્યું છે અને તેઓશ્રીને ભાવભીની વંદના કરેલ છે. • સૂત્ર-૨૯ : આર્ય ધર્મ મહારાજને, ત્યારબાદ આચાર્યશ્રી ભદ્રગુપ્ત મહારાજને હું વંદન કરું છું. ત્યારબાદ તપ, નિયમ-સંયમ આદિ ગુણોથી સંપન્ન વજસમાન a આચાર્યશ્રી આર્ય વજસ્વામીને હું વંદન કરું છું. • વિવેચન-૨૯ : આ ગાળામાં યુગપ્રધાન ત્રણ આચાર્યોનો ક્રમશઃ પરિચય આપેલ છે. (૧) આર્યધર્મ (૨) ભદ્રગુપ્ત (3) આર્યવેજસ્વામી. આ ત્રણે ય આચાર્ય તપ, નિયમ અને ગુણોથી સમૃદ્ધ હતા. આચાર્યો માર્ગ પ્રદર્શક અને શ્રી સંઘના રક્ષક હોય છે. આર્ય ધર્મ દેઢધર્મી હતા. શ્રી ભદ્રગુપ્ત ગુખેન્દ્રિય હતા. આર્ય વજસ્વામી તપ અને સાત્રિ આદિ ગુણોમાં વજસમાન દેઢ હતા. આર્ય વજરવામી વીર નિર્વાણની છઠ્ઠી શતાબ્દીમાં દેવગતિ પામ્યા છે. • સૂઝ-30 - જેઓને દરેક સંયમી મુનિઓની અને પોતાના અસ્ત્રિની રક્ષા કરી તથા જેઓએ રોની પેટી સમાન અનુયોગની રક્ષા કરી તે તપસ્વીરાજ આચાર્ય શ્રી આર્ય રક્ષિતને હું વંદના કરું છું. • વિવેચન-3o : આ ગાળામાં આચાર્ય રક્ષિતને વંદના કરેલ છે. આર્યરક્ષિત તપસ્વી હોવા છતાં વિદ્વતામાં બહુ આગળ હતા. તેઓશ્રીની બુદ્ધિ સ્વચ્છ અને નિર્મળ હતી તેથી તેઓએ નવ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓના દીક્ષા ગુરુ તોસલી આચાર્ય હતા. આર્ય રક્ષિતનું જીવન વિશુદ્ધ ચાસ્ત્રિી ઉજ્જવળ હતું. જેમ ગૃહસ્થો રનોના ડબ્બાની રક્ષા સાવધાનીપૂર્વક કરે છે, તેમજ તેઓએ અનુયોગની પણ રક્ષા કરી હતી. આર્ય રક્ષિતે ચારે અનુયોગને પૃથક કરેલા તથા શબ્દોના અનુયોગ-સુંદર રીતે અર્થ કરવાની ગંભીર વિધિનું સંકલન કરેલ છે. તેથી સૂરકારે શ્રદ્ધાપૂર્વક તેઓને અનુયોગરક્ષક કહીને વંદન કર્યા છે. • સૂત્ર-૩૧ - જ્ઞાન, દર્શન તપ અને વિનયાદિ ગુણોમાં સદા ઉંઘમવત અને રાગ-દ્વેષ [40/3] નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન રહિત પ્રસમના આદિ અનેક ગુણોથી સંપન્ન, આર્ય મંદિલ ક્ષમામણને હું મસ્તક નમાવીને વંદન કરું છું. • વિવેચન-૩૧ : આ ગાવામાં આર્ય નંદિલ ક્ષમાશ્રમણ વિષે વર્ણન કર્યું છે. આર્ય નંદિલ ફામાશ્રમણ સદા જ્ઞાન, દર્શન, તપ, વિનય અને ચા»િ પાલનમાં પ્રયત્નશીલ રહેતા હતા. જેનું મન સદા પ્રસન્ન રહેતું હતું. જે મુનિધર્મમાં નિત્ય ઉધમશીલ રહે તેનું મન સદા પ્રસન્ન રહે છે. જેમ ત્રણ લોકમાં સુદુર્લભ ચિંતામણિ રન કોઈને મળી જાય તો તે અતિ પ્રસન્ન થઈ જાય છે એમ જ ભાગ્યવાન વ્યક્તિને ચારિરૂપ ચિંતામણિ નવરત્ન મળી જાય તો તે અતિ પ્રસન્ન થઈ જાય છે. માટે દરેક મુનિઓએ ચાદ રાખવાનું છે કે ચિત્તની પ્રસન્નતા અને અપમતભાવથી જ્ઞાન, દર્શન, તપ અને વિનયમાં ઉધમ, એ બન્ને આત્મવિકાસ માટે પરમ આવશ્યક છે. • સૂત્ર-૩ર : જે પ્રનોના ઉત્તર પ્રદાન કરવામાં નિપુણ, ભાંગા બનાવવાની પદ્ધતિના વિશિષ્ટ જ્ઞાતા તેમજ કમપ્રકૃતિ-કમસિદ્ધાંતમાં અથતિ તેની વિશેષ પ્રકારે પ્રરૂપણા કરવામાં પ્રધાન, એવા આચાર્ય નંદિલ ક્ષમાશ્રમણના પટ્ટધર શિષ્ય આચાર્યશ્રી આયનામહસ્તીનો વાચકdશ યશોવંશની માફક અભિવૃદ્ધિ પામે. વિવેચન-૩ર : આ ગાળામાં આર્ય નામહસ્તીજીનો જીવન પરિચય મળે છે. આર્ય નાગહસ્તીજી તે યુગના અનુયોગધરોમાં ધુરંધર વિદ્વાન હતા. તેનો યશસ્વી વાચકવંશ વૃદ્ધિને પ્રાપ્ત થાઓ, એવું કહીને દેવવાચકજીએ પોતાની મંગલ કામના વ્યકત કરી છે. જે શિષ્યોને શાઅધ્યયન કરાવે તેને વાચક કહેવાય છે. વાચક ઉપાધ્યાય પદના પ્રતીક હોય છે. ‘નવંશ વક'' આ પદથી એમ સૂચિત થાય છે કે – જે વંશ ઉજ્જવળ યશપ્રધાન હોય તે વંશની જ વૃદ્ધિ થાય છે. ગાથાના ઉત્તરાર્ધમાં તેમની વિદ્વતાનો પરિચય આપ્યો છે. તેમજ વ્યાકરણ શGદથી તેઓને પ્રશ્નોના ઉત્તર આપવામાં નિપુણ બતાવેલ છે તથા વાચક નાગહરતીજી સપ્તભંગી, પ્રમાણભંગી, નયભંગી, ગાંગેય અણગારના ભંગ તથા અન્ય જેટલા પ્રકારના ભંગ છે તે દરેકના જાણકાર હતા. અંતમાં તેઓને કર્મ પ્રકૃતિ સંબંધીજ્ઞાનમાં પણ નિષ્ણાત હોવાનું બતાવેલ છે. • સૂત્ર-33 - ઉત્તમ જાતિની અંજન વાત તુલ્ય કાંતિવાન અને પાકેલી દ્રાક્ષ તેમજ નીલકમળ અથવા નીલમણિ સમાન કાંતિવાન, આર્ય રેવતિનામનો વાચકવંશ વૃદ્ધિ પામો. • વિવેચન-33 - આ ગાથામાં નાગહતિના શિષ્ય આચાર્ય રેવતિનમનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય રવતિના જાતિ સંપન્ન હોવા છતાં તેના શરીરની કાંતિ જનઘાતું સૌંશ
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy