SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૫૮ થી ૧૩ ૨૨૬ ૨૨૨ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ત્યારબાદ તે આગમના શબ્દોની નિયુક્તિ દેખાડે, બીજીવાર ફરી એ જ સૂત્રની વૃતિભાગ, ઉત્સર્ણ-અપવાદ અને નિશ્ચય-વ્યવહાર એ દરેકના આશય નય, નિફોપ, પ્રમાણ અને અનુયોગદ્વાર આદિ વિધિ વડે વ્યાખ્યા સહિત તેનો અભ્યાસ કરાવે. આ રીતે દરેક સૂત્રોનો અભ્યાસ કરાવવાથી ગુરુદેવ શિષ્યને શ્રુતમાં પારંગત બનાવી શકે છે. આ પ્રમાણે નંદી સૂત્રમાં સમસ્ત જ્ઞાનનું વર્ણન છે. જ્ઞાન માટે વિનય-ભક્તિની આવશ્યકતા હોય છે. તેથી આ સૂત્રના પ્રારંભમાં સ્તુતિ પ્રકરણ છે. તેના પછી પાંચ જ્ઞાનના પ્રકરણ પહેલા શાસ્ત્રશ્રવણના અધિકારીનું કથન છે અને પાંચ જ્ઞાનના સંપૂર્ણ વર્ણન પછી પણ આ અંતિમ સૂત્રમાં ગાથાઓના માધ્યમથી શ્રુતજ્ઞાનના અધિકારીનું કથન કરવામાં આવ્યું છે. જેની સાથે ગુરુ કે વાયનાદાતા માટે પણ ખાસ સુચના કરવામાં આવ્યું છે કે તેઓ યોગ્ય શિષ્યને ક્રમથી વિધિપૂર્વક દરેક શાસ્ત્રની વાચના પહેલા ટૂંકમાં અને પછી વિસ્તારથી પરિપૂર્ણ કરાવવી જોઈએ. તેથી તેઓ પોતે યોગ્ય શાઅજ્ઞાનથી પરિપૂર્ણ શિયો વડે સંપન્ન થઈ જાય અને જિનશાસનની પણ મહાન પ્રભાવના થાય. આ રીતે આ નંદી સૂગ શિષ્યો માટે, ગુરુ માટે અને જિનશાસન માટે ઘણું જ આનંદકારી અને કલ્યાણકારી તેમજ મંગલકારી છે. કેમકે એમાં આત્માના નિગુણ સ્વરૂપ જ્ઞાનનું જ બધું વર્ણન છે. માટે દરેક કલ્યાણના ઈચ્છક સાધકને આ સૂત્રનું અધ્યયન અને સમાચરણ કરવું જોઈએ. કરી શ્રદ્ધા સાથે જ્ઞાનને દૃઢ કરે. () થોડું - નિર્ણય કરેલા સારરૂપ નિર્મળ જ્ઞાનને ધારણ કરીને રાખે છે. (૮) વા વા મH :- જ્ઞાનના દિવ્ય પ્રકાશથી જ શ્રુતજ્ઞાની ચારિત્રની સમ્યક આરાધના કરી શકે છે. શ્રુતજ્ઞાનની અંતિમ સફળતા એ જ છે કે સન્માર્ગ પર ચાલીને ચાસ્ત્રિની સમ્યક આરાધના કરતાં કર્મો પર વિજય મેળવવો. બુદ્ધિના એ દરેક ગુણ ક્રિયારૂપ છે, કેમકે ગુણ ક્રિયા દ્વારા જ વ્યક્ત થાય છે એવું આ ગાયામાં જાણવા મળે છે. શ્રવણવિધિના પ્રકાર :- શિષ્ય અથવા જિજ્ઞાસુ જ્યારે સાંજલિબદ્ધ થઈને વિનયપૂર્વક ગુરુની સમક્ષ મૂત્ર અને અર્થ સાંભળવા માટે બેસે ત્યારે કેવી રીતે સાંભળવું જોઈએ ? સૂત્રકારે એ વિધિનો પણ ગાયામાં ઉલ્લેખ કર્યો છે, કેમકે વિધિપૂર્વક સાંભળે નહિ તો જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને સાંભળેલું વ્યર્થ ચાલ્યું જાય છે. શ્રવણવિધિ આ પ્રમાણે છે – (૧) જૂનં:- ગુરુદેવ અથવા આચાર્ય ભગવંત જયારે સ્ત્ર અને અર્થ સંભળાવતા હોય ત્યારે પ્રથમ શ્રવણના સમયે શિણે મૌન ધારણ કરી ગુરુના વાક્યને યિત દઈને સાંભળવું જોઈએ. આ શ્રવણનો પ્રથમ ગુણ છે. (૨) વાર:- શ્રવણ કરતા સમયે જ્યાં આવશ્યક હોય ત્યાં શિષ્ય વચ્ચેવચ્ચે પ્રસન્નતાપૂર્વક “હુંકાર” કqો જોઈએ. આ શ્રવણની બીજો ગુણ છે. (3) વારંવાર :- સૂણ અને અર્થ ગુરુ પાસેથી સાંભળતી વખતે કહેવું જોઈએ - ‘ગુરુદેવ ! આપે જે કંઈ કહ્યું છે તે સત્ય છે ‘અથવા ‘તહતિ' શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. આ શ્રવણનો ત્રીજો ગુણ છે. (૪) ઘડપુછ$ :- જ્યાં ક્યાંય સૂત્ર અને અર્થ ન સમજાય અથવા સાંભળવાનું રહી જાય તો વચ્ચે-વચ્ચે આવશ્યકતા પ્રમાણે પૂછી લેવું જોઈએ પણ નિરર્થક તર્કવિતર્ક કરવો નહીં. આ શ્રવણનો ચોથો ગુણ છે. (૫) વર્ષના :- શ્રવણ સમયે શિષ્ય માટે આવશ્યક છે કે ગુરુદેવના વચનનો આશય સમજીને તેના વચનો પર ધ્યાન દઈને વિચારણા કરે. આ શ્રવણનો પાંચમો ગુણ છે. (૬) જાપારાયof :- શ્રવણ સમયે શિષ્ય સાંભળેલા શ્રુતને પ્રસંગાનુસાર ઊંડાણથી પારાયણ કરે તો તે શિષ્ય પારગામી બની જાય છે, તેમજ તેને ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ થાય છે. આ શ્રવણનો છઠ્ઠો ગુણ છે. () iffટ્ટ - પરમ નિષ્ઠા, આસ્થાથી શ્રત અને તેના તાત્પર્યાર્થિને ધારણા કરતાં નિહિતાર્થ થઈ જાય અને શ્રુતપરાયણ બનીને ગુરુની જેમ સૈદ્ધાંતિક વિષયનું પ્રતિપાદન કરવામાં સમર્થ બની જાય છે. માટે પ્રત્યેક જિજ્ઞાસુઓએ આગમ-શાસ્ત્રનું અધ્યયન વિધિપૂર્વક જ કરવું જોઈએ. સૂમાર્ચ વાચના વિધિ :- આચાર્ય, ઉપાધ્યાય કે બહુશ્રુત ગુરુના માટે પણ આવશ્યક છે કે - તે શિષ્યને સર્વ પ્રથમ સૂત્રનો શુદ્ધ ઉચ્ચાર અને અર્થ શિખડાવે. મુનિ દીપરત્નસાગરે કરેલ નંદી-ચૂલિકાસૂરનું સાનુવાદ વિવેચન પૂર્ણ
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy