SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ક્ષય થાય છે અથવા એકકાળમાં ઉધતને રાગાદિ ઉદ્ધરણનો ઉપાય મળે છે. આત્મ સંબંધી સમાદિ અધ્યવસાયોની વિકલ્પના - વિશેષથી સ્વ સંકલ્પ વિકલ્પનું છેદન - *--*- જલ્દીથી થાય છે. તેમાં આત્માના અધ્યવસાયના વિકલ્પો - રાગ આદિ ભેદો, તેનો અભાવ તે સ્વસંકલ્પ-વિકલ્પનાશ. તેમાં શો ગુણ છે? રાગાદિને વિષયપણાથી અધ્યવસ્ય ન થતાં, સ્વ સંકલ્પ વિકલ્પના નાશથી તેની કામગુણોમાં તૃષ્ણા ઘટે છે. પછી તે કેવો થઈને રહે ? તે કહે છે - • સૂત્ર - ૧૩૫૪ - તે કૃતકૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણનો ક્ષય કરે છે. દર્શનાવરણને હટાવે છે અને અંતરાય કમોને દૂર કરે છે. • વિવેચન- ૧૩૫૪ - હીન તૃણાવાળો તે રાગદ્વેષ રહિત થાય છે. તૃષ્ણા જ લોભ છે, તેના ક્ષયમાં ક્ષીણકષાય ગુણસ્થાન પામે છે. કૃતકૃત્ય થાય છે. ક્ષણમાત્રમાં જ્ઞાનાવરણનો ક્ષય પમાડે છે, ચક્ષદર્શનાદિને સ્થગિત કરે છે. દાનાદિલબ્ધિમાં વિજ્ઞ કરે છે, અંતરાય કમને દૂર કરે છે. તે જ ક્ષપિત મોહનીય થઈ મહાસાગરને તરી જાય છે, અંતમુહૂર્તનો વિશ્રામ કરી હિચરમ સમયમાં નિંદ્રા, પ્રચલા અને દેવગતિ આદિ નામ પ્રકૃતિનો ક્ષચ કરે છે. ચરમ સમયે જ્ઞાનાવરણાદિ કણને ખપાવે છે. તેના ક્ષયથી કયા ગુણોને પામે છે? • સૂત્ર - ૧૩૫૫ • ત્યાર પછી તે બધું જાણે છે અને જુએ છે, તથા મોહ અને અંતરાયથી રહિત થાસ છે. નિરાલી અને દ્ધ થાય છે. દાન સમાધિથી સંપન્ન થાય છે. આયનો ક્ષય થતાં મોક્ષને પામે છે. • વિવેચન - ૧૩૫૫ - જ્ઞાનાવરણાદિના ક્ષયથી વિશેષ રૂપે જાણે છે, સામાન્યરૂપે જુએ છે. આ રીતે બંનેનો પૃથક્ ઉપયોગ સૂચવેલ છે. તેનાથી યુગપત્ ઉપયોગને નિરાકૃત કરેલ છે. - ૪ - - *- તે ઘાતિ કર્મના ક્ષયથી જ સંભવે છે. - - ** ** તથા મોહરહિત થાય છે. અંતરાય રહિત અને અનાશ્રવ થાય છે. શુક્લ ધ્યાન પામી, તેના વડે પરમ સ્વાથ્યરૂપ સમાધિથી યુક્ત થઈ આયુષ્ય અને ઉપલક્ષણત્વથી નામ, ગોત્ર અને વેદનીયનો ક્ષય કરીને મોક્ષને પામે છે તથા કર્મમલ રહિત શુદ્ધ થાય છે. મોક્ષગત જેવા પ્રકારનો થાય છે, તે કહે છે - • સૂગ - ૧૩૫૬ - જે જીવને સદૈવ બાધા આપતા રહે છે, તે બધાં દુઃખોથી તથા દીર્ઘકાલીન કર્મોથી મુક્ત થાય છે. ત્યારે તે પ્રશસ્ત, અત્યંત સુખી તથા કૃતાર્થ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy