SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧૩૫૧ ૧૧૫ વિકાપણાથી મૂઢ એવો વિષયાસેવનાદિ પ્રયોજનોથી વધારે મૂઢ થાય છે. કેવા પ્રકારનાને અને શા માટે આવા પ્રયોજનો ઉત્પન્ન થાય છે ? તે કહે છે - સુખના અભિલાપી એવા તે દુઃખના પરિહાર કે વિમોચનને માટે સુખની ઇચછામાં જ દુ:ખ પરિવારને માટે વિષય સેવનાદિ પ્રયોજનો સંભવે છે. ઉત્તરૂપ પ્રયોજનના નિમિત્તથી જ તેની પ્રવૃત્તિ કરવામાં તેઓ ઉત્સાહિત થાય છે. પછી સગી કે હેલી થઈને જ સકલ અનર્થની પરંપરા સર્જે છે. સગપ્લેપવાળાને કેમ સકલ અનર્થોની પરંપરા કહી છે ? • સૂત્ર - ૨૩૫૨ - ઇંદ્રિયોના જેટલાં પણ શબ્દાદિ વિષયો છે તે બધાં વિરક્ત વ્યક્તિના મનમાં મનોજ્ઞતા કે અમનોજ્ઞતા ઉતપન્ન કરતાં નથી. • વિવેચન ૧૩૫ર - વિરક્ત • રાગરહિત અને ઉપલક્ષણથી દ્વેષ રહિતને શબ્દાદિ ઇંદ્રિય અર્થ કે વર્ણાદિ, જેટલાં પણ આ લોકમાં પ્રસિદ્ધ છે, તે બધાં ભેદો મનુષ્યને મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને ઉત્પન્ન કરતાં નથી. પરંતુ રાગદ્વેષવાળાને જ તે ઉત્પન્ન કરે છે. સ્વરૂપથી આ રૂપાદિ, આત્માને મનોજ્ઞતા કે અમનોજ્ઞતા કરવાને સમર્થ નથી. પણ તે રાગી કે દ્વેષી એવા અધ્યવસાયના સ્વીકારથી થાય છે. - x x વીતરાગને તેના નિર્વતન હેતુના અભાવથી કઈ રીતે આ મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને નિર્ત છે ? તેના અભાવમાં કઈ રીતે વિષયસેવન, આક્રોશદાનાદિ પ્રયોજનોની ઉત્પત્તિ થાય ? આ રીતે મનોજ્ઞત્વ અને અમનોજ્ઞત્વમાં સમ હોય તેને રૂપ આદિનું અકિંચિતકરપણું કહ્યું. સગઢેષ મોહાદિના અતિ દુષ્ટત્વથી ઉદ્ધારણના ઉપાયોનું નિરૂપણ કરીને હવે ત્યાં જો “અપાય” એવો પાઠ સ્વીકારીએ ત્યારે રસનિવેષણાદિ અપાયને જણાવીને ઉપસંહાર કહે છે - • સૂત્ર - ૧૩૫૩ : “પોતાના સંકચ - વિકલ્પ જ બધાં દોષોનાં કારણ છે. ઇંદ્રિયોના વિષયો નહીં. એવો જે સંકરા કરે છે, તેના મનમાં સમતા જાગૃત થાય છે અને તેનાથી તેની કામગતૃષ્ણા ક્ષીણ થાય છે. • વિવેચન - ૧૩પ૩ - ઉક્ત પ્રકારે પોતાના સંકલ્પો - સગ, દ્વેષ, મોહરૂપ અધ્યવસાય, તેની સકલ દોષના મૂળ રૂપે પરિભાવનામાં ઉધતને શું ઉત્પન્ન થાય ? માધ્યસ્થ ભાવ ઉપજે. ઇંદ્રિયોના અર્થો અને રૂપાદિ અપાયના હેતુ નથી, પણ સગ આદિ જ ઉક્ત નીતિ વડે વિચારતા, પરસ્પર અધ્યવસાય તુલ્યતા હોવી તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન જ છે. આને સ્વીકારનારને ઘણાં અધ્યવસાયો છતાં એકરૂપ જ અધ્યવસાય આના વડે ઉપલક્ષિત કરાય છે. - x x• સમતામાં જ, ઉત્તરોત્તર ગુણસ્થાની પ્રાપ્તિમાં લોભનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy