SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૨૮૪) જે અમનોજ્ઞ શબ્દ પ્રતિ હેક કરે છે, તે તેજ ક્ષણે પોતાના દુદત્તિ થી દુઃખી થાય છે, તેમાં શબ્દનો કોઈ અપરાધ નથી. (૧ર૮પ) જે પિય શબ્દોમાં એકાંત આસક્ત થાય છે અને અપ્રિય શબ્દોમાં જ કરે છે, તે અજ્ઞાની દુ:ખની પીડાને પ્રાપ્ત થાય છે, વિરક્ત મુનિ તેમાં લેવાતા નથી. (૧૨૮૬) શબ્દની આશાનો અનુગામી અનેક રૂપ ચરાચર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયજનને જ મુખ્ય માનનારો કિલષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેને પરિતાપ આપે છે, પીડા પહોંચાડે છે. (૧ર૮૭) શબ્દમાં અનુરાગ અને મમત્વના કારણે શબ્દના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં છે ? તેને ઉપભોગ કાળમાં પણ તૃતિ મળતી નથી. (૧૨૮૮) શબ્દમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પ્રાપ્ત થતાં નથી. તે અસંતોષના દોષથી દુઃખી અને લોભગ્રસ્ત બીજાની વસ્તુને ચોરે છે. (૧ર૮૯) શબ્દ અને પરિગ્રહમાં અતૃપ, તૃણાથી પરાજિત બીજાની વસ્તુઓનું અપહરણ કરે છે. લોભના દોષથી કપટ અને જૂહ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. (૧૨૯૦) જૂઠ બોલતા પહેલા, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય છે. આ પ્રમાણે શબ્દમાં અતૃપ્ત ચોરી કરતો એવો દુખી અને આશ્રય હીન થઈ જાય છે. (૧ર૯૧) આ પ્રમાણે શબ્દમાં અનુરકતને ક્યાં ? ક્યારે ? અને કેટલું સુખ થશે ? જે ઉપભોગને માટે તે દુખ સહે છે, તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. (૧ર૯૨) આ પ્રમાણે જે અમનોજ્ઞ શબ્દ પ્રતિ હેક કરે છે, તે ક્રમશઃ અનેક દુઃખોની પરંપરાને પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે, તે જ કમોં વિપાકના સમયમાં દુ:ખનું કારણ બને છે. (૧૯૩) શબ્દમાં વિરક્ત મનુષ્ય શોક રહિત થાય છે તે સંસારમાં રહેવા છતાં પણ લપાતો નથી. જેમ જળાશયમાં કમલપત્ર જળથી (૧ર૯૪ થી ૧૩૦૬) ઘાણનો વિષય ગંધ છે, જે ગંધ સગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે ગંધ તેમાં કારણ થાય છે, તેને મનોજ્ઞ કહે છેo ઇત્યાદિ- ૧૩ - સુબોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માબ ચા કે શ્રોત્રના સ્થાને ઘાણ કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને “ગંધ’ કહેવી. બાકી આવવા પૂર્વવત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy