SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ૩૨/૧૨૬૮ થી ૧૩૪૫ મુનિ તેમાં લિપ્ત થતાં નથી. (૧૨૭૩) મનોજ્ઞ રૂપની આશાનું અનુગમ જ કરનારો અનેકરૂપ બસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને જે અધિક મહત્વ દેનાર ક્વિઝ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પરિતાપ આપે છે અને પીડા પહોંચાડે છે. (૧ર૭૪) રૂપમાં અનુપાત અને પરિગ્રહને કારણે રૂપના ઉત્પાદનમાં સંરક્ષણમાં, સંનિયોગમાં તથ્ય વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી ? તેને ઉપભોગકાળમાં પણ વૃતિ મળતી નથી. (૧ર૭) રૂપમાં અતૃમ તલ પરિગ્રહમાં આસકત અને ઉપસક્ત સંતોષને પામતો નથી. તે અસંતોષ દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બીજની વસ્તુને ચોરે છે. (૧ર૭૬) રૂપ અને પરિગ્રહમાં અતૃમ તથા તૃણાથી અભિભૂત થઈને તે બીજાની વસ્તુનું અપહરણ કરે છે. લોભના દોષથી તેનું ફટ અને જૂથ વધે છે. પરંતુ કપટ અને જૂઠનો પ્રયોગ કરવા છતાં તે દુઃખથી મુક્ત થતો નથી. (૧ર૭૭) જૂઠ બોલતા પહેલાં, તેની પછી અને બોલવાના સમયમાં પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ થાય છે. એ પ્રમાણે રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનારો દુઃખી અને આશ્રયહીન થાય છે. (૧ર૭૮) આ પ્રમાણે રૂપમાં અનુરકત મનુષ્યને ક્યાં, ક્યારે અને કેટલું સુખ થશે ? જે પામવાને માટે મનુષ્ય દુખ ભોગવે છે, તેના ઉપભોગમાં પણ ફલેશ અને દુ:ખ જ થાય છે. (૧ર૭૯) આ પ્રમાણે રૂપ પ્રતિ હેક કરનાર પણ ઉત્તરોત્તર અનેક દુ:ખોની પરંપરાને પ્રાપ્ત થાય છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે, તે વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે. (૧૨૮૦) રૂપમાં વિરક્ત મનુષ્ય શોક સહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં પણ લિપ્ત થતો નથી. જેમ જળાશયમાં કમળનું પબ જળથી લિપ્ત થતું નથી. (૧ર૮૧) શોત્રનું ગ્રહણ શબ્દ છે, જે શબ્દ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે શબ્દ દ્વેષમાં કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. તેમાં જે સમ છે તે વીતરાગ છે. (૧૨૮૨) શોખ શબ્દનો ચાહક છે. શબ્દ શોત્રનો ગ્રાહ્ય છે. જે સગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, તેનું કારણ તે અમનોજ્ઞ કહેવાય છે. (૧૨૮૩) જે મનોજ્ઞ શબ્દોમાં તીવ્ર રૂપે આસક્ત છે, તે રાગાતુર અકાળમાં જ વિનાશને પામે છે. જેમ શબ્દમાં આવત મુગ્ધ હરણ મૃત્યુને પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy