SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯/૧૧૪૦ ૧૦૩ • સૂત્ર - ૧૧૦ - ભગવન્! તપથી જીવને શું પ્રાપ્ત થાય છે? તપથી જીવ પૂર્વ સંચિત કર્મોને ક્ષય કરીને વ્યવદાન - વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે. - વિવેચન - ૧૧૪૦ - સંયમવાનું ને પણ તપ વિના કર્મક્ષય થતો નથી. તેથી તપ'ને કહે છે. તપ વડે વ્યવદાન અર્થાત્ પૂર્વબદ્ધ કર્મોના અપગમથી - ક્ષય થવાની વિશિષ્ટ શુદ્ધિને પામે છે. ૯ સૂત્ર - ૧૧૪૧ - ભગવના વ્યવદાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? વ્યવદાનથી જીવને અક્રિયા પ્રાપ્ત થાય છે. ક્રિય થયા પછી તે સિદ્ધ થાય છે. બદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિવણિને પામે છે અને બધાં દુઃખોનો અંત કરે છે. - વિવેચન - ૧૧૪૧ - આ વ્યવદાન એ તપનું અનંતર ફળ હોવાથી તેને કહે છે. વોદાણથી અવિધમાન ક્રિયા અર્થાત્ વ્યુપરત કિયા નામક શુક્લ ધ્યાનના ચોથા ભેદને પામે છે. અક્રિયાક - ભુપતકિયા નામે શુક્લધ્યાનવર્સી થઈને પછી નિષ્ક્રિતાર્થ થાય છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગથી વસ્તુ તત્ત્વને જાણે છે, સંસારથી મુક્ત થાય છે, પણ ફરીથી સંસારમાં તેમનું આગમન થતું નથી. તેથી જ તેઓ પરિનિર્વાણને પામે છે. ઇત્યાદિ બધું પૂર્વવત જાણવું. - x x x x x-. • સૂત્ર • ૧૧૪ર - ભગવન સુખના શાસનથી જીવને હું પ્રાપ્ત થાય છે? સુખશાતનથી વિષયો પતિ અનુસુક્તા થાય છે. અનુસુક્તાથી જીવ સાનુકંપા કરનાર અનુભટ, શોહિત થઈને ચારિત્ર મોહનીયનો ક્ષય કરે છે. • વિવેચન - ૧૧૪૨ - વ્યવદાન હોવા છતાં સંયમાદિમાં સુખશાયિતામાં જ થાય છે. તેને જ કહે છે. તેમાં સુખમાં સુનાર અર્થાતું પ્રવચન શંકાદિ - x x- ચાર પ્રકારની સુખ શય્યામાં સ્થિપણાથી નિરાકુલ પણે રહે છે. તેથી સુખશાયિ, તેનો જે ભાવ ને સુખશાયિતા, તેમાં અનુસુક. અર્થાત પરલાભ દિવ્ય - માનુષ કામ ભોગોમાં સર્વદા નિસ્પૃહત્વ. અથવા બીજી અર્થ લેતા- સુખતે વૈષયિક, શાતચતિ- તેને મેળવવાની સ્પૃહાના નિવારણ વડે દૂર કરે છે. તે સુખ શાતા તેમાં અનુત્સુક. સુખશાય • સુખેથી શયન, તેના વડે. અથવા સુખનું શાતન, તેના વડે. જીવનું અનુસૂકત્વ અર્થાત્ વિષયસુખ પ્રતિ નિઃસ્પૃહત્વને ઉત્પન્ન કરે છે. સંયમાદિમાં જ નિષ્પન્નમાનસવાળા- x- - . સુખોત્સુક જ મરતા એવા પણ પ્રાણીને અવલોકતા સ્વસુખમાં રસિક જ રહે છે. આ અનુકંપકો તેનાથી વિપરીત હોય છે, તેથી દુઃખથી કંપતાને જોઈને, તેમના દુખે દુ:ખિત થઈને પોતે પણ તત્કાળ જ કંપે છે. વિગતશોક - આ લોકના પ્રયોજન બ્રશ For Private & Personal use only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy