SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 3 • સૂત્ર - ૧૧૩૬ - ભગવન ! ધર્મકથાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મકથાની જીત કમની નિર્જરા કરે છે, પ્રવયનાથી પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભાવિમાં શુભ ફળ દેનારા કર્મોનો બંધ કરે છે. વિવેચન - ૧૧૩૬ - એ પ્રમાણે અભ્યસ્ત ચુતથી ધર્મકથા પણ કરવી જોઈએ, તેથી તેને કહે છે - ઘર્મકથા આર્થાત વ્યાખ્યાન રૂપથી નિર્જરાને પામે છે. અતવા પ્રવચનને પ્રકાશિત કરે છે. કહ્યું છે કે - પ્રવચની, ધર્મકથી આદિ આઠ ધર્મપ્રભાવકો કહ્યાં છે. સૂત્રપણાથી આગામી કાળ ભાવી ભદ્ર - કલ્યાણ જેમાં છે, તેવા કર્મો બાંધે છે. અથવા આગામી કાળમાં શાશ્વત ભદ્રતાથી અનવરત કલ્યાણપણાથી ઉપલક્ષિત કર્મો બાંધે છે. અર્થાત શુભ કમ ઉપાર્જે છે. • સૂત્ર - ૧૧૩૩ - ભગવાન ! શુતની આરાધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? સુત આરાધનાથી જીવ અજ્ઞાનનો ક્ષય કરે છે. અને કલેશને પ્રાપ્ત થતાં નથી. • વિવેચન - ૧૧૩૩ • આ રીતે પંચવિધ સ્વાધ્યાયરતથી મૃત આસધિત થાય છે, તેથી મૃતની આરાધના કહે છે. શ્રતની સમ્યમ્ આવનાથી અજ્ઞાન - અનાવબોધને દૂર કરે છે અને વિશિષ્ટ તત્વાવબોધને પામે છે. અને સગાદિ જનિત સંક્લેશના ભાગી થતાં નથી. તેના વાશથી નવા નવા સંવેગને પામે છે. • x x-. • સૂત્ર - ૧૧૩૮ - ભગવના મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી જીવને શું કામ થાય છે? મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી સિત્તનો નિરોધ થાય છે. • વિવેચન • ૧૧૩૮ - શ્રતની આરાધના એકાગ્ર મન સંનિવેશથી જ થાય છે. તેથી શ્વે તેને કહે છે - જેનું શુભ આલંબન છે, તે એકાગ્ર, તેમાં મન રાખીને તેની સ્થાપના કરવી, અથવા એક અગ્રમાં જ મનને સ્થાપવા પડે ઉન્માર્ગમાં પ્રતિ ચિત્તનો નિરોધ - નિયંત્રણ કરવી તે ચિત્ત નિરોધ, તેને કહે છે. • સૂત્ર - ૧૧૩૯ - ભગવન સંયમથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંયમથી આશવનો નિરોધ પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૧૩૯ - એકાગ્ર મનવાળાને જ સંચમચી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, તેથી સંયમને કહે છેસંચમ એટલે પાંચ આશ્રવથી વિરમણ આદિ વડે, અવિધમાન કર્મત્વને પામે છે. કેમકે તેઓ આશ્રવથી વિરમેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy