SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ગર્હાની પણ ઇચ્છા ભિક્ષુ ન કરે. (૭૮૮) અહીં સંસારમાં મનુષ્યોને અનેક પ્રકારના છંદ-અભિપ્રાય હોય છે. ભિક્ષુ તેને પોતામાં પણ ભાવથી જાણે છે. તેથી દેવ-મનુષ્યતિર્યંચ કૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે. (૭૮૯) અનેક દુર્વિષહ પરીષહ પ્રાપ્ત થતાં ઘણાં કાયર લોકો ખેદનો અનુભવ કરે છે. પરંતુ ભિક્ષુ પરિષહ પ્રાપ્ત થતાં સંગ્રામમાં આગળ રહેનારા હાથીની માફક વ્યથિત ન થાય. (૭૯૦) શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, દિણ સ્પર્શ તથા બીજા વિવિધ પ્રકારના આતંક જ્યારે ભિક્ષુને સ્પર્શે, ત્યારે તે કુત્સિત શબ્દો ન કરતો, તેને સમભાવથી સહન કરે. પૂર્વકૃત્ કર્મોને ક્ષીણ કરે. (૭૯૧) વિચક્ષણ ભિક્ષુ સતત રાગદ્વેષ અને મોહને છોડીને, વાયુથી અકપિત મેરુની માફક આત્મગુપ્ત બનીને પરીષહોને સહન કરે, (૭૯૨) પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને ગર્ભમાં અવનત ન થનાર મહર્ષિ પૂજા અને ગર્તામાં લિપ્ત ન થાય. તે સમભાવી, વિરત, સંયમી, સરળતાને સ્વીકારીને નિધિ માર્ગને પ્રાપ્ત થાય છે. (૭૩) જે અતિ - રતિને સહન કરે છે, સંસારીજનના પરિચયથી દૂર રહે છે, વિરક્ત છે. ભહિતનો સાધક છે; સંયમશીલ છે. શોક રહિત છે, મમત્વ રહિત છે. અક્રિયન છે. તે પરમાર્થ પદોમાં સ્થિત થાય છે. (૭૯૪) ત્રાસી, મહાયશસ્વી, ઋષિઓ દ્વારા સ્વીકૃત, લેપાદિ કર્મ રહિત, સંસ્કૃત, એકાંત સ્થાનોને સેતે અને પરીષહોને સહન કરે. (૭૯૫) અનુત્તર ધર્મ સંચયનું આચરણ કરીને સાનથી જ્ઞાનને પ્રાપ્ત કરનરા, અનુતર, જ્ઞાનધારી, યશસ્વી, મહર્ષિ, અંતરિક્ષમાં સૂર્યની સમાન ધર્મસંધમાં પ્રકાશમાન થાય છે. • વિવેચન ૭૮૩ થી ૯૫ તેરે સૂત્રો પ્રાયઃ સુગમ જ છે. વિશેષ આ પ્રમાણે – સત્ ગ્રન્થને તજીને સ્વજનાદિ પ્રતિબંધ રૂપ સંગને તજીને, જેનાથી કે જેમાં મહા કલેશ છે, થાય છે તે મહાત્ મોહ - આસક્તિ જેમાં છે, તથાવિધ કૃત્સ્ન કે કૃષ્ણ લેશ્યા પરિણામ હેતુત્વથી મહાક્લેશાદિ રૂપત્વથી વિવેકીને ભયાવહ છે. પર્યાય - પ્રવજ્યા પર્યાય. તેમાં ધર્મ તે પર્યાય ધર્મ. પછી અભિરોચિતવાનૢ - તે અનુષ્ઠાન વિષયા પ્રીતિ કૃતવાન્. - * * * * અથવા આત્માને જ આ પ્રમાણે અનુશાસિત કરે છે - જેમકે હે આત્મન્ ! સંગ ત્યજીને પ્રવ્રજ્યાધર્મ આપને અભિરુચે છે. એ પ્રમાણે ઉત્તર ક્રિયામાં પણ યથાસંભવ ભાવના કરવી. પ્રવ્રજ્યા પર્યાય ધર્મ જ હવે વિશેષથી કહે છે - મહાવ્રતો, પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તરગુણ રૂપ શીલ, પરીષહોને સહેવા. આ અભિરુચિ કરીને, પછી જે કર્યું, તે કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy