SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪૯૬ ૧૫૧ સર્વદર્શી. એમ હોવાથી કોઈપણ સરિતાદિ વસ્યાં મૂર્થાિત ન થાય, આના વડે પરિગ્રહ નિવૃત્તિ કહી. અપ્રતિબદ્ધ વ્યક્તિ કઈ રીતે અદત્ત લઈ શકે? તેનાથી આદતાદાનની નિવૃત્તિ જાણવી આ પ્રમાણે મૂલગુણ યુકત હોય તે ભિક્ષુ થાય છે. • સૂત્ર - ૪૯૭ - કઠોર વચન અને વધને પોતાના પૂર્વકત કર્મોના ફળને જાણીને જે ધીર મુનિ શાંત રહે છે, લાઢ છે, નિત્ય આત્મગુણ છે, આકુળતા અને હાતિરેકથી રહિત છે, સમભાવે બધું સહે છે, તે ભિક્ષ છે. • વિવેચન - ૪૯૭ - આકોશ કરવો તે આક્રોશ, અસભ્ય આલાપ. વઘ - ઘાત કે તાડન, આક્રોશ વધને જાણીને, સ્વકૃત કર્મનું ફળ છે, એમ માનીને ધીર પુરુષ સમ્યક્રતયા સહન કરે, મુનિ અનિયત વિહારપણાથી ચરે. આના વડે આક્રોશ, વધ, ચય પરીષહ સહન કરવાનું કહ્યું. કાર્ચ - સદા, આત્મા - શરીર, તેના વડે ગુપ્ત તે આત્મગુપ્ત. અથવા ગુમ - અસયંમ સ્થાનોથી રક્ષિત કરેલો છે આત્મા જેણે તે. અવ્યગ્ર - અનાકુલ. અસમંજસ, ચિંતાથી ઉપરમ, તેથી મના:- ચિત્ત જેનું છે તે, વ્યગ્રમનવાળા. અસંપ્રહષ્ટ - આક્રોશાદિમાં હર્ષવાનું ન બને. હવે આનો ઉપસંહાર કહે છે . ઉત્કૃષ્ટાદિ ભેદથી સમસ્ત આક્રોશ અને વધને સમભાવે સહન કરે છે, તે ભિક્ષ છે. • સૂત્ર - ૪૯૮ - જે પ્રાંત શયન અને મનને સમભાવે સ્વીકારે છે, શીત ઉષ્ણ તથા ડાંસ, મચ્છાદિના ઉપસર્ગમાં હર્ષિત કે વ્યથિત થતા નથી, જે બધું જ સહી લે છે, તે ભિક્ષા છે. • વિવેયન • ૪૯૮ - પ્રાંત - તુચ્છ શયન - સંસ્તારકાદિ, આરા - પીઠક આદિ, ઉપલક્ષણથી ભોજન, આચ્છાદનાદિને સેવીને શીત અને ઉષ્ણ પરીષહને સેવીને, વિવિધ પ્રકારના દેશ અને મશક, ઉપલક્ષણાદિથી માંકડ વગેરે જે અવ્યગ્ર મનથી અને સંપ્રહૃષ્ટ થઈને સહન કરે તે ભિક્ષ છે. અહીં જે પ્રાંત શયનાસનને ભોગવીને કહ્યું, તે અતિ સાત્વિક્તાના દર્શનાર્થે છે. પ્રાંત શયનાદિતામાં જે શીતાદિ અતિ દુસહ છે. આના વડે શીતોષ્ણ દંશમશક પરીષહને સહન કરવાનું કહ્યું. • સૂત્ર - ૪૯૯ - જે ભિક્ષ સત્કાર, ભૂજ અને વેદના પણ કચ્છતા નથી. તે કોઈ પાસેથી પ્રશંસાની અપેક્ષા કઈ રીતે કરશે? જે સયત છે. સુવતી છે અને તપસ્વી છે, જે નિર્મળ આચારથી યુક્ત છે, ભગવેષી છે, તે ભિક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy