SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આરઘક્રિકે કહ્યું- હે દેવ ! મારી વાટિકામાં છે. એ સાંભળીને બ્રહ્મદત્ત સેન્ય, વાહન, સર્વ અંતાપુર સાથે તેમના દર્શન માટે ચાલ્યો. તે ઉધાને પહોંચ્યો. મુનિને જોયા. બહુમાન સહિત વંદન કરી એક આસને બેઠો. પરસ્પર નામ આદિ પૂછયા. પોતપોતે અનુભવેલ સુખ-દુ:ખોની વાતો કરી. ત્યારપછી ચક્રવર્તીએ પોતાની સમૃદ્ધિનું વર્ણન કર્યું. તેના વિપાના દર્શનની પ્રરૂપણા કરીને તેનો પરિત્યાગ ચિત્ર મુનિએ કહ્યો. આ જ પ્રસ્તુત અધ્યયનનો સ્ત્રાર્થ જણાવો. હવે જે કહ્યું કે - “તે બંનેએ સુખ-દુઃખનો ફળ વિપાક પરસ્પર કહ્યો. તેમાં જે ચક્રવર્તીએ કહ્યું તે સંબંધ સહિત કહે છે - • સૂત્ર - ૪૧૦ થી ૪૧૩ - મહર્તિક અને મહાયશસ્વી ચક્રવર્તી બ્રહાદત્ત અતિ આદર સહિત પોતાના (પૂર્વભવના) ભાઈને આ પ્રમાણે કહ્યું - આ પહેલાં આપણે બંને પરસ્પર વશવતી, પરસ્પર અનુરક્ત અને પરસ્પર હિતૈષી ભાઈ-ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વતે હરણ, મૃતગંગાના કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ થયા. પછી આપણે બંને દેવલોકમાં મહર્તિક દેવ થયા. આપણો છઠો ભવ છે, જેમાં આપણે એકબીજાથી દૂર અલગ-અલગ જન્મ્યા છીએ. • વિવેચન - ૪૧૦ થી ૪૧૩ - ચક્રવર્તી મહદ્ધિક - ઘણી વિભૂતિવાળો બ્રહાદત્ત, મહાયશવાળો, તેવો જન્માંતરના સહોદર ભાઈને બહુમાન - માનસ પ્રતિબંધથી આ પ્રમાણે કહ્યું - જેમકે આપણે બંને ભાઈઓ હતા, પરસ્પર એકબીજાને વશવર્તી હતા, અનુરક્ત હતા, અતિ સ્નેહવાળા હતા, અન્યોન્ય હિતેષી હતા, પરસ્પર શુભ અભિલાષવાળા હતા. અહીં વારંવાર “અન્યોન્ય” શબ્દનું ગ્રહણ તુલ્યચિત્તપણાના અતિશયને જણાવવા માટે છે. પુનર્ભવોમાં આપણે શું શું થયા, તે કહે છે - દશાર્ણ દેશમાં આપણે બંને દાસ હતા. પછી કાલિંજર નામના પતિ મૃગ થયા. મૃતગંગાતીરે આપણે બંને હંસ થયા. પછી કાશી નામના જનપદમાં ચાંડાલો થયા. પછી સૌધર્મ નામના દેવલોકમાં દેવો થયા, તે પણ મહદ્ધિક દેવો કિબિષિક દેવ નહીં. એ પ્રમાણે આપણા બંનેનો આ છઠ્ઠો ભવ છે કે જેમાં આપણે એકબીજા વિના અર્થાત્ પરસ્પર સહવર્તિપણા વિના, વિયુક્ત એ પ્રમાણે ઉત્પન્ન થયા છીએ. આ પ્રમાણે ચક્રવર્તીએ કહેતા મુનિ બોલ્યા - • સૂત્ર - ૪૧૪ - રાજન ! તું નિદાન કુતુ કમને વિશેષ રૂપથી ચિંતન કર્યા. તે કર્મફળના વિપાકથી આપણે અલગ-અલગ જન્મ્યા છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy