SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪૦૮-૨ વિવેચન- ૪૦૮-૨ ચિત્ર પુરિમતાલમાં જન્મ્યો. તે ચિત્ર નામે મહર્ષિ. ત્યાં સંભૂતિ નામના ભાઈએ તે પ્રમાણે અનશન સ્વીકાર્યા પછી, અહો ! આ મોહ વિચિત્ર અને દુરંત છે. કર્મની પરિણતિ ચંચળ છે. ઇત્યાદિ વિચારીને યારે આહારના પ્રત્યાખ્યાન ફર્યા. પંડિતમરણથી મૃત્યુ પામ્યો. ત્યાં નલિનીગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયો પછી ત્યાં સ્વસ્થિતિનું પાલન કરીને પુરિમતાલ નગરે ઉત્પન્ન થયો. ત્યાં પણ શ્રેષ્ઠીના કુળમાં, ઘણાં પુત્ર-પૌત્રાદિ હતા તેવા સ્થાને ઉત્પન્ન થયો. ઉંમર થતા તથા વિધ સ્થવિરની પાસે સાંતિ આદિરૂપ સતિ ધર્મ સાંભળીને પ્રવ્રજ્યા સ્વીકારી. - ૦ પછી શું થયું ? · ♦ સૂત્ર - ૪૦૯ - કાંપિલ્યપુરમાં ચિત્ર અને સંભૂત બંને મળ્યા. તેઓએ પરસ્પર સુખ અને દુ:ખ રૂપ કર્મફળના વિપાકના સંબંધમાં વાતચીત કરી. • વિવેચન ૪૦૯ - ૧૧૯ કાંપિલ્સનગર - બ્રહ્મદત્તનું ઉત્પતિસ્થાન, ત્યાં ચિત્ર અને સંભૂત - આ બંને નામો પૂર્વભવોના છે, તે ભેગા થયાં. સુકૃત-દુષ્કૃત કર્મોના અનુભવ રૂપ પરસ્પર કહ્યા. તે પ્રમાણે એ બંનેએ કહ્યા. ભાવાર્થ આ છે - • નિયુક્તિ - ૩૫૫ વિવેચન ત્યારે બ્રહ્મદત્ત જાતિ સ્મરણ જ્ઞાન પામીને સ્વજાતીના એક શ્લોક અડધો લોકો સમક્ષ મૂકીને નિવેદન કર્યું કે - જે આ બીજો અર્ધ શ્લોક પૂરો કરશે, તેને હું અર્ધું રાજ્ય આપીશ. પછી તેના અર્થી લોકો તે બોલવા લાગ્યા. તે ગામ, નગર, આકર આદિમાં બોલાતો સાંભળી કર્ણોપકર્ણ ચિત્રના જીવ એવા સાધુ વડે, તેવા પ્રકારના જ્ઞાનના અતિશયના ઉપયોગથી સ્વજાતીને પામીને આનો અભિપ્રાય જાણ્યો. પછી જન્માંતરના પોતાના ભાઈ સંભૂતના જીવ બ્રહ્મદત્તને પ્રતિબોધ કરવા નીકળ્યા. W Jain Education International પોતાના સ્થાનેથી નીકળી ચિત્રમુનિ અનુક્રમે કાંપિલ્ય પહોંચ્યા. તેના બહારના ઉધાનમાં રહ્યા. ચાર ઘડી શ્રુતનો પાઠ કર્યો. પછી અડધો શ્લોક પૂરો કરી બીજો શ્લોક કર્યો. ચાર ઘડી અવધારીને કોઈ પુરુષ રાજા પાસે રાજ્યના લોભથી દોડી ગયો તેમની આગળ શ્લોક બોલ્યો. તેનાથી ચિત્તનો આવેશ જન્મ્યો. તેનાથી મૂર્છા આવી ગઈ. આંખો ઢળી ગઈ. આસનેથી ભૂમિ ઉપર પડી ગયો. આ શું છે ? ઇત્યાદિ વડે તે આકુલિત થઈ ગયો. તેણે આ શ્લોક બોલનાર આરઘટ્ટિકને જોયો. તેને પાણિના પ્રહાસદિથી માર્યો. તે બરાડવા લાગ્યો કે આ શ્લોક મેં પુરો કરેલ નથી. પણ કોઈ ભિક્ષુએ પુરો કરેલ છે. એટલામાં બ્રહ્મદત્તને ચેતન આવ્યું. તે ચક્રવર્તીએ સ્વસ્થતા પ્રાપ્ત કરી, પૂછ્યું કે આ શ્લોકને પુરો કરનાર ક્યાં રહેલ છે ? તેનો વ્યતિત કહ્યો. કોઈ ભિક્ષુ વડે આ શ્લોક પુરો કરાયો છે, પણ આના વડે નહીં. હર્ષથી વિકસિત નયને તેને ફરી પૂછતા - www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy