SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પરિજન હાહાકાર કરતાં રહે છે. ઇત્યાદિ - x• x- જાણવું. એ પ્રમાણે આઝંદાદિ દારુણ શબ્દોનું કારણ નમિ રાજર્ષિનું અભિનિષ્ક્રમણ છે, તે હેતુ અસિદ્ધ છે. તેઓ તેમના પ્રયોજન અને હેતુપણાથી આકંદન કરી રહ્યા છે. એ પ્રમાણે તમે કહેલા હેતુ અને કારણ અસિદ્ધ જ છે, એમ કહેવા માંગે છે. • પછી - • સૂત્ર - ૨૩૯ - નમિ રાજર્ષિના આ પ્રાર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત 4%એ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું - • વિવેચન - ર૩૯ - આ અર્થને સાંભળીને હેતુ અને કારણ - જે પૂર્વ સૂત્રમાં કહ્યા છે, તેનાથી પ્રેરિત - “આપે બતાવેલ હેતુ અને કારણ અસિદ્ધ છે', એ અનુપપત્તિથી પ્રેરિત એવા દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું, શું કહ્યું? • સૂત્ર - ૨૪૦ - આ અનિ છે, આ વાયું છે, તેનાથી આ તમારું રાજભવન બળી રહેલ છે. ભગવાન ! આપ આપના અંતઃપુર તરફ કેમ નથી જોતાં ? • વિવેયન - ર૪૦ - આ પ્રત્યક્ષ દેખાતો અગ્નિ અને પવન છે, તે પ્રત્યક્ષ ભસ્મસાત કરે છે, પ્રક્રમથી વાયુ વડે પ્રેરિત અગ્નિની માફક (કોને ?) આપના ભવનને. તથા હે ભગવન ! અંતઃપુરની સામે કેમ જોતા નથી? અહીં જે-જે પોતાનું છે, તેનું રક્ષણ કરવું જોઈએ, જેમ - જ્ઞાનાદિ. આ આપનું જ અંતાપુર છે. ઇત્યાદિ હેતુ-કારણની ભાવના પૂર્વવત. • સૂત્ર - ૨૪૧, ૨૪૨ - દેવેન્દ્રના આ અર્થને સાંભળીને - 1 - 1 - રાજર્ષિએ આમ કહ્યું - જેની પાસે પોતાનું કહેવાય તેવું કંઈ નથી, એવા અમે સુખે રહીએ છીએ. સુખે જીવીએ છીએ. મિથિલાના બળવામાં મારું કંઈ જ બળતું નથી. • વિવેચન - ર૪૧, ૨૪૨ • (૨૪૧નું વિવેચન પૂર્વના સૂત્ર - ૩૬ વત જાણવું) જે રીતે સુખ ઉપજે, એ પ્રમાણે અમે રહીએ છીએ. પ્રાણ ધારણ કરીએ છીએ. અમારી કોઈ વસ્તુજાત વિધમાન નથી. કેમકે - હું એકલો છું, મારું કોઈ નથી. જેમ જીવ એક્લો જન્મે છે, મરે છે પણ એકલો જ. તેથી આ અંતાપુર આદિ કોઈ મારા નથી. એમ હોવાથી આ નગરીના બળવાથી મારું કંઈ પણ બળતું નથી, મિથિલાનું ગ્રહણ માત્ર અંતઃપુરાદિ જ નથી, મારા સંબંધી બીજા પણ કોઈ સ્વજનાદિ પણ નહીં, કેમકે પ્રાણીઓ પોતપોતાના કર્મોના ફળ જ ભોગવે છે, તે-તે પ્રમાણે ભ્રમણ કરે છે, તેથી અહીં કોણ કોનું પોતાનું કે પારકું છે? તે જણાવે છે. તેથી આના વડે પૂવક્ત હેતુનું અસિદ્ધત્વ કર્યું. તાથી જ્ઞાનાદિ સિવાયનું બધું જ અસ્વકીયપણાથી છે, ઇત્યાદિ ચર્ચા પૂર્વવત્ આ જ વાત કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy