SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આ મરણ કેવા છે? અને કેટલો કાળ છે? તે કહે છે - - સૂત્ર - ૧૩૧ બાળજીવોને અકામ મરણ વારંવાર થાય છે, પંડિતોને કામ મરણ ઉત્કૃષ્ટથી એકવાર થાય છે. • વિવેચન 13 - - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ - બાલ - સત્ અને અસા વિવેકથી રહિતપણાથી તેઓને અકામ મરણ જ વારંવાર થાય છે. તેઓ વિષયની આસક્તિથી મરણને ન ઇચ્છતા જ મરે છે. ત્યાર પછી ભવ અટવીમાં ભટકે છે. પંડિત - ચાસ્ત્રિવાનને અભિલાષા સહિત વર્તે છે, તેથી સંક્રામમરણ મરણ પ્રતિ સંત્રસ્તપણા વિના વર્તે છે. તેથી તેમને ઉત્સવરૂપપણાથી તેવાં પ્રકારનું મરણ થાય છે. તેથી વાચકવર આ પ્રમાણે કહે છે - સંચિત તપોધનવાળાને, નિત્ય વ્રત-નિયમ-સંયમરતોને, અનપરાધ વૃત્તિવાળાને મરણ ઉત્સવભૂત માનેલ છે. પરમાર્થથી તેમને સકામત્વ હોતું નથી. કેમકે મરણની અભિલાષાનો પણ નિષેધ કરેલ છે. કહ્યું છે કે - ‘હું લાંબું જીવું કે જલ્દી મરું'' એવી વિચારણા ન કરે, જો અપાર એવા મહોદધિ સંસારને તરી જવા ઇચ્છતો હોય તો. તે ઉત્કર્ષને ઉપલક્ષીને કેવલી સંબંધી છે, પણ અકેવલી તો સંયમ જીવિતને લાંબુ થાય તેમજ ઇચ્છે, કેમકે મુક્તિની પ્રાપ્તિ અહીંથી જ થાય છે. કેવલી તો તે પણ ન ઇચ્છે. ભવજીવિતનો દૂર રહ્યું તેના મરણમાં પણ ઉત્કૃષ્ટથી ‘સકામતા' એકજ વાર છે. જઘન્યથી બાકીના ચારિત્રીને સાત કે આઠ વાર થાય તેમ કહેલ છે. ઉક્ત બે સ્થાનમાં આધ સ્થાન કહે છે - ♦ સૂત્ર - ૧૩૨ થી ૧૩૪ મહાવીર ભગવંતે તે બેમાં આ પહેલાં સ્થાનના વિષયમાં કહેલ છે કે - કામમૃદ્ધ બાળજીવ દૂર કર્યાં કરે છે... જે કામ ભોગોમાં આસક્ત હોય છે, તે કૂટ પ્રતિ જાય છે અને કહે છે - “પરલોક મેં જોયો નથી, અને આ રતિ સુખ આંખોની સામે છે... આ કામભોગ સંબંધી સુખ હસ્તગત છે, ભાવિ સુખ સંદિગ્ધ છે. કોણ જાણે છે પોક છે કે નહીં? • વિવેચન ૧૩૨ થી ૧૩૪ - Jain Education International - તે અકામ મરણ અને સકામ મરણ નામક સ્થાન મધ્યે હવે કહેવાનાર રૂપ આધ સ્થાન, ચરમતીર્થંકર મહાવીર એવા મહાપ્રજ્ઞએ પ્રરૂપેલ છે. તે શું છે? ઇચ્છા મદનરૂપ અભિકાંક્ષાવાળા કામગૃદ્ધ બાલ-અજ્ઞાનીજન અતિ રૌદ્ર કર્મો - હિંસા આદિ કરે છે . ક્રિયા વડે નિર્વર્તે છે સમર્થ હોય કે અસમર્થ પણ ક્રૂરતાથી તંદુલમસ્ત્યવત્ મનથી કરીને અને પ્રક્રમથી અકામ જ મરે છે. આ જ ગ્રહણવાક્યને વિસ્તારતા કહે છે - જે કોઈ ગૃદ્ધ, કામના કરાય તે કામ, ભોગવાય તે ભોગ, તેવા કામ લોગો, તે અભિલષણીય શબ્દાદિમાં અથવા કામ - શબ્દ, રૂપ ભોગ - સ્પર્શ, રસ, ગંધ, આ કામ . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy