SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દેao 3 ભૂમિકા - X- વિકલ્પરહિત ભાવ તે નિર્વિચિકિત્સા. અહીં અંશ વડે જ નિઃશંકિતથી ભિન્ન છે. અહીં વિધા સાધકનું દૃષ્ટાંત આવશ્યકમાં છે. અથવા નિલિચિકિત્સા એટલે સાધુ જુગુપ્સારહિત. અહીં શ્રાવકપુત્રીનું દષ્ટાંત આવશ્યકમાં છે. ૦ અમૂઢ દૃષ્ટિ - બાલ તપસ્વીની તપોવિધા અથવા અતિશય દર્શનથી મૂઢ ન બને, મૂટ- સ્વરૂપથી ચલિત ન હોય. દૃષ્ટિ- સખ્ય દર્શન રૂપ. અહીં સુલતા શ્રાવિકાનું દસંત છે - અંબડ નામે લૌકિક ઋષિ રાજગૃહ જતો હતો, ત્યારે ગણાં ભવ્ય જીવોના સ્થિરીકરણાર્થે ભગવંતે ‘સુલતા' ના ખબર પૂછવા કહ્યું. અબડને થયું ફુલસા પુન્યવતી છે. અબડે તેણીની અનેક રીતે પરીક્ષા કરી, તેણી સંમૂઢ ન થઈ. એ પ્રમાણે કુતીર્થીની બહદ્ધિ જોઈને, કોઈએ તેનાથી સંપૂટ ન થવું, તે અમૂઢ દૃષ્ટિ. આટલો ગુણીપ્રધાન દર્શનાચારનો નિર્દેશ કર્યો. હવે ગુણ પ્રધાન કહે છે - ૦ઉપબૃહણા અને સ્થિરીકરણ - સમાન ધાર્મિકોના સદ્ગણોની પ્રશંસા વડે તેની વૃદ્ધિ કરવી તે ઉપબંદણા અને ધર્મથી સીદાતાને ધર્મમાં સ્થાપવા તે સ્થિરીકરણ. ઉપવૃંહણાનું દૃષ્ટાંત - રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા હતો. શક્રેન્દ્ર તેના સમ્યક્તને પ્રશંસું. એ દેવે તેની શ્રદ્ધા ન કરીને, શ્રેણિક બહાર જતાં ફુલ્લક રૂપે માછલાં પકડવા લાગ્યો શ્રેણિકે અટકાવ્યો. આગળ ગર્ભવતી સાળી જોઈ. તેમને કોઈ ન જાણે કેમ તેનું પ્રસૂતિ કાર્ય કર્યું. ત્યારે તે દેવે દિવ્યરૂપ પ્રગટ કરી કહ્યું - ઓ શ્રેણિક ! તમે જન્મ અને જીવિત બંનેને સફળ કર્યા છે કે, જે તમારી પ્રવચન ઉપર આવી ભક્તિ છે. આ રીતે સાધર્મિકને ઉપવૃંહણા કરે. ૦ સ્થિરીકરણનું ઉદાહરણ - ઉજ્જૈનીમાં આષાઢાચાર્ય કાળ કરતા સાધુને કહેતા કે મને દર્શન આપજે, ઉત્તરાધ્યયનમાં આ દષ્ટાંત જોવુ તે ચાસ્ટિા મૂકવા તૈયાર ચયા ત્યારે છેલ્લા શિષ્ય સ્થિર કર્યા. 0 વાત્સલ્ય અને પ્રભાવના - વાત્સલ્ય એટલે સમાન ધાર્મિકને પ્રીતિ અને ઉપકારનું કારણ. પ્રભાવના એટલે ધર્મકથાદિ વડે તીર્થની ખ્યાતિ કરવી છે. તેમાં વાત્સલ્યમાં દષ્ટાંતવજ સ્વામી જે રીતે દુર્મિક્ષમાં સંઘની રક્ષા કરી ઇત્યાદિ આવશ્યક ટીકાથી જાણવું. પ્રભાવનાનું દૃષ્ટાંત -- વજસ્વામીએ જે રીતે અનિશીખ પાસેથી ફૂલો લાવી શાસન પ્રભાવના કરી, આ પણ આવશ્યકથી જાણવું. એ પ્રમાણે સાધુએ સર્વ પ્રયત્નથી કસ્વી. - x-x - પ્રવચન પ્રભાવના સ્વ અને પર ઉપકારિણી છે, તીર્થંકર નામ-કર્મ બંધાવનારી છે. તેથી ભેદ વડે પ્રવચન પ્રભાવકોનું સ્વરૂપ કહે છે અતિશયી - અવધિ આદિ જ્ઞાનથી યુક્ત, આકર્ષ ઔષધિ આદિ ઋદ્ધિ વાળા સાધુ કે આચાર્ય. વાદી, ધર્મકથી, ક્ષપક (તપસ્વી), નૈમિત્તિક એ પ્રસિદ્ધ છે. વિદ્યાસિદ્ધ - આર્ય ખપૂટ માફક સિદ્ધમંત્ર, મંત્રી આદિ તે જ સંમત, મહારાદિ તે ગણ સંમત, “ચ' શબ્દથી દાન શ્રાદ્ધકાદિ લેવા. આ બધાં તીર્થ અતિ પ્રવચનની પ્રભાવના કરે છે - X. દર્શનાચાર કહ્યો. હવે જ્ઞાનાચાર કહે છે - અંગપ્રવિષ્ટ આદિનો કહેલાં કાળમાં જ સ્વાધ્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy