SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ એટલે ધમદિ પાંચ અસ્તિકાયાત્મકત્વ છતાં લોક ના આધાર પણે આકાશાસ્તિકાયના નિર્દેશથી ચાર જ અસ્તિકાય લેવા. * વિહંગમ - વિહે એટલે આકાશમાં ગત એટલે ગયો, જાય છે અને જશે તે વિહંગમ. તે ત્રણે કાળમાં રહેશે. તે ચાર અસ્તિકાયરૂપ લોક તે આ ભાવ વિહંગમ. આ એક પ્રકારે ભાવ વિહંગ કહ્યો. બીજા પ્રકારે ગણ સિદ્ધિને આશ્રીને કહે છે - ગતિ બે ભેદે છે. તેમાં ગમન એટલે જવું કે જે વડે જાય, તે ગતિ તે વૈવિધ્ય હવે કહે છે - નિર્યુક્તિ • ૧૨૦ : વિવેચન થાય છે - થશે - થયા, એ ત્રણે કાળમાં વર્તે તે ભાવ અથવા તેમાં પોતાના ઉતાપદ, વિરમ અને ધ્રુવ એ ત્રણ પરિણામ વિશેષ તે ભાવ એટલે અસ્તિકાય. તેની ગતિ - પરિણામ વૃત્તિ તે ભાવ ગતિ. તે જ પ્રમાણે કર્મગતિ જાણવી. કરાય તે કર્મ - જ્ઞાનાવરણાદિ. આ પારિભાષિક શબ્દ છે. અથવા કિયા અને કર્મ. તેની ગતિ તે કર્મ ગતિ. અથવા જે વડે જવાય તે ગતિ. તે ભાવગતિને પામીને અસ્તિકાય છે. ભાવગતિને પામીને શું? તે કહે છે. જે ધમસ્તિકાયાદિ છે તે ભાવગતિને પામીને સર્વે વિહંગમ - પૂર્વોક્ત ચાર અસ્તિકાય, પાંચમાં આકાશને વિશે રહે છે અને સ્વસત્તાને કાયમ રાખે છે. તે વિહંગમ જ છે, વિહંગમવ કદી જતું નથી. કર્મગતિના બે ભેદ- તે હવે કહે છે • નિર્યુક્તિ - ૧૨૧ - વિવેચન જેના વડે નામ કમવાળી પ્રકૃતિ વડે પ્રાણીઓ આમ તેમ જાયતે ગતિ. આકાશમાં ગતિ તે વિહાયોગતિ. ચલનગતિ - ચાલવું અહીં પરિસ્પંદનમાં વર્તે છે. ચલન અને સ્પંદન એકાર્ચક છે. ચલનગતિ તેગમનક્રિયા. કર્મગતિ સંક્ષેપમાં બે ભેદે છે. તે કર્મગતિ જ લેવી, ભાવગતિ નહીં. કેમકે તે એક જ રૂપે કહેવાઈ છે. પૂર્વે વિદાયગતિ કહીં, તેને વેદનારા અને નિર્જરા કરનારા તથા ભોગવનારા જીવો એટલે તે બતાવે છે કે વિદાય ગતિનો ઉદય થવાથી તે ઉદયમાં આવે તેને જીવો ભોગવે છે. જીવોનું વેદકત્વ કહેવું તે યોગ વડે સફળ છે. કેમકે અવેદક સિદ્ધો છે. અહીં વિહે - એટલે વિહાયોગતિના ઉદયથી ઉચે જાય છે, તે વિહંગમ. તે પૂર્વોક્ત વિહાયોગતિ પામે છે. વિહાયોગતિ પામીને તે ગતિનો ઉદય થવાથી તે વેદકજીવો વિહંગમ રૂપે લેવા. આ એક કમ ગતિ થઈ. હવે બીજી કહે છે. • નિક્તિ - ૧૧ર - વિવેચન ચલન- સ્પંદન. તેના વડે કર્મગતિવિશેષિત કરે છે. શું વિશેષિત કરે છે? ચલન નામે જે કર્મગતિએ ચલન કર્મગતિ. કર્મશબ્દ વડે ક્રિયા જણાવે છે - તેજ ગતિ શબ્દથી અને તે જ ચલન શબ્દથી છે. ગતિનું વિશેષણ ક્રિયા અને ક્રિયાનું વિશેષણ ચલન છે. અહીં ગતિ તે નરકાદિ થાય છે. તેથી ક્રિયા વડે વિશેષિત કરાય છે. ક્રિયા પણ અનેક રૂપે ભોજનાદિ છે, તેથી ચલન શબ્દ વિશેષ મૂક્યો. તેથી ચલન નામક કર્મગતિએ ચલન કર્મમતિ. ખલુ શબદથી ચલન કર્મગતિ જ લેવી વિહાયોગતિ નહીં. તેને આશ્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy