SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આદધ્યયન • ૧ ભૂમિકા ૩૫ ઉપોદ્દાત નિર્યુક્તિ અનુગમ પુરો થયો. હવે સૂત્ર સ્પેશિક નિયુક્તિ અનુગમ અવસર છે. તે સૂત્ર હોય તો જ થાય છે. (શંકા) જો એમ હોય તો આ ઉપન્યાસ નિરર્થક છે. (સમાધાન) ના. એમ નથી. નિર્યુક્તિ પણ સમાન પણે છે. સૂત્ર તે સૂત્રાનુગમમાં જ કહેવાય. તે અવસપ્રાપ્ત જ છે. અહીં અખલિતાદિ પ્રકાર શુદ્ધ સૂત્ર ઉચ્ચારવું જોઈએ. તે આ પ્રમાણે - અખ્ખલિત, અમિલિત, અવ્યત્વ, અમેડિત. વગેરે જેમ અનુયોગદ્વારમાં કહ્યું છે, તેમ દોષ ટાળી બોલવું. એ રીતે ઉચ્ચારતા કેટલાંક સાધુ ભગવંતોના કેટલાંક અર્વાધિકાર સમજાઈ જાય છે. કેટલાંક નથી સમજાતા. તેન સમજાયેલા તે સમજાવવા મંદબુદ્ધિવાળા શિષ્યોની જાણ માટે દરેક પદે કહેવું. વ્યાખ્યાનું લક્ષણ આ છે - સંહિતા, પદ, પદાર્થ, વિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન એ છ ભેદ છે. હવે મૂળ સુત્ર કહે છે - • સૂત્ર - ૧ ધર્મ ઉત્કૃષ્ટ છે. તે ધર્મ - અહિંસા, સંયમ, તપ રૂપ છે, જેનું મન સદા ધર્મમાં લીન છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે. • વિવેચન - ૧ અખલિત પદ ઉચ્ચારણ તે સંહિતા, તે પાઠ સિદ્ધ જ છે. હવે પદ કહે છે - ધર્મ, મંગલ, ઉત્કૃષ્ટ, અહિંસા, સંયમ, તપ, દેવ ઇત્યાદિ. શુ' ધાતુ ધારણ અર્થમાં છે, તેને મ પ્રત્યયથી “ધર્મ' શબ્દ બન્યો છે, “મંગલ' પૂર્વવતુ. કૃષ ધાતુ વિલેખન અર્થમાં છે, તેમાંથી ઉત ઉપસર્ગપૂર્વક ઉત્કૃષ્ટ શબ્દ બન્યો છે. ઇત્યાદિ (અહીં વૃત્તિમાં વ્યાકરણ પ્રયોગો જ છે, તે આ અનુવાદનું કાર્યક્ષેત્ર ન હોવાથી છોડી દીધેલ છે.) હવે પદાર્થ કહે છે - થર્મ- દુર્ગતિમાં ન પડતાં આત્માને ધારી રાખે . કહ્યું છે કે – દુર્ગતિમાં પડતા જીવોને જે ધારે છે તથા શુભ સ્થાનમાં સ્થાપે છે, તેથી ધર્મ કહેવાય છે. મંગલ- જેના વડે હિત મંગાય છે. ઉત્કૃષ્ટ પ્રધાન. અહિંસા - હિંસા નહીં તે, પ્રાણાતિપાતવિરતિ સંમય- આશ્રવદ્વારથી અટકવું તે. તપ- અનેક ભવના એકઠા કરેલા આઠ પ્રકારના કર્મોને ખપાવે- તપાવે તે તપ- અનાશનાદિ મેળે છે. દેવ - ક્રીડા કરે, દીપે છે તે. દેવો પણ અતિ મનુષ્યો તો કરે જ પણ દેવો પણ નમે છે. કોને? જે જીવોનું પૂર્વોક્ત ધર્મમાં સર્વકાળ મન - અંતઃકરણ હોય તે. પદવિગ્રહ · પરસ્પર અપેક્ષાવાળા સમાસને ભજે છે, પણ અહીં તેવો સમાસ ન હોવાથી બતાવેલ નથી. ચાલના એટલે શંકા અને પ્રતિ અવસ્થાન એટલે સમાધાન, તે પ્રમાણ વિચારણામાં અવસર મુજબ આગળ કહીશું. પણ તેની પ્રવૃત્તિ આ ઉપાય વર્ડ બતાવે છે - • નિયુક્તિ • ૩૮ - વિવેચન ક્યારેક કંઈક ન સમજાતા શિષ્ય પૂછે કે આ કેવી રીતે? આ જ ચાલના. ગર કહે તે પ્રત્યવસ્થા આ બંનેની પ્રવૃત્તિ છે. તે પ્રમાણે કોઈ વખતન પૂછે તો પણ શિષ્યોના હિતને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy