SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ • નિયુક્તિ - ૧૩ - વિવેચન જે આચાર્યે જે વસ્તુને સ્વીકારીને આત્મપ્રવાદાદિ પૂર્વમાંથી જેટલાં અધ્યયન જે જે પ્રકારે ઉદ્ધરીને સ્થાપ્યા છે. તે આચાર્યે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે અનુક્રમે કહેવું. ગાથાર્થ કહ્યો, અવયવાર્થ તો નિર્યુક્તિકારે અવસરાનુસાર કહેલ છે. તેમાં અધિકૃત શાસ્ત્રકર્તાના સ્તન દ્વારથી અવયવાર્થ પ્રતિપાદન કરતાં કહે છે - • શાસ્ત્ર અને શાસ્ત્રોકત - શવ્યંભવ ગણધર, ગણધર તે અનુત્તર જ્ઞાન - દર્શનાદિ ધર્મ ગણને ધારણ કરે છે, તે ગણધર, તે જિનપ્રતિમા દર્શનથી પ્રતિબોધ પામ્યા. તેમાં રાગ દ્વેષ - કપાય - ઇંદ્રિય - પરીષહ- ઉપસર્નાદિ ને જીવાથી જિન, પ્રતિમા - સદ્ ભાવ સ્થાપના રૂપ, તેનું દર્શન, તે હેતુથી, શું? પ્રતિબદ્ધ - મિથ્યાત્વ - અજ્ઞાન - નિદ્રા દૂર રહેવાથી સમ્યકત્વ વિકાશ પ્રાપ્ત, મનક નામક સંતાનના પિતા. “દશકાલિક પૂર્વે નિરૂપિત છે. નિસ્પૃહક • પૂર્વગત ઉદ્ધત અર્થ વિરચના કતને હું વંદન કરું છું. ગાથાર્થ કહ્યો. હવે ભાવાર્થ “ અહીં વર્ધમાન સ્વામી ચરમ તીર્થકરના શિષ્ય તીર્થ સ્વામી સુધર્મા નામે ગણધર હતા. તેને પણ સંબૂ નામે તેને પણ પ્રભવ નામે શિષ્ય હતા. ક્યારેક મધ્યરાત્રિએ ચિંતા થઈ મારા ગણનો ધારક કોણ થશે? પોતાના ગણમાં અને સંઘમાં બધે જ ઉપયોગ મૂક્યો. કોઈ પણ સંભાળ લેનાર ન જોયું, ત્યારે ગૃહસ્થામાં ઉપયોગ મૂક્યો. ઉપયોગ મૂક્તાં રાજગૃહમાં શર્સંભવ બ્રાહ્મણને યજ્ઞ કરતો જોયો. ત્યારે રાજગૃહ નાગરમાં આવીને સંઘાટક- સાધુને જણાવ્યું કે તે યજ્ઞપાટકમાં જઈને ભિક્ષાર્થે ધર્મલાભ આપો. ત્યાં તમે જોઈને બોલજો કે - “કષ્ટની વાત છે કે તત્ત્વને જાણતા નથી.” ત્યાં જતાં સાધુને નિષેધ કર્યો, તે બંને સાધુ બોલ્યા- “કષ્ટની વાત છે કે તત્વને જાણતાં નથી.” ત્યારે શય્યભવે દ્વારમૂલે રહીને તેનું વચન સાંભળ્યું. ત્યારે તે વિચારે છે - આ બંને ઉપશાંત અને તપસ્વી અસત્ય ન બોલે. એમ વિચારીને શય્યભવ આધ્યાપક પાસે જઈને કહે છે - તવ શું છે? તે કહે છે - વેદો. ત્યારે તેણે તલવાર ખેંચી લીધી - જો મને તત્ત્વ ન કહ્યું તો હું તમારું મસ્તક છેદી નાંખીશ. ત્યારે અધ્યાપકે કહ્યું - “વેદ તે તત્વ છે.” ફરી મસ્તક છેદવાનું કહ્યું. હવે હું કહીશ કે અહીં તત્વ શું છે? આ ચૂપની નીચે સર્વરત્નમથી અરહંત પ્રતિમા છે. તેઆહત ધર્મતત્ત્વ ધ્રુવ છે. ત્યારે તે તેમના પગે પડી ગયો. યજ્ઞનો સામાન તેને જ આપી દીધો. - ત્યાર પછી તે જઈને તે બંને સાધુને શોધે છે. આચાર્ય પાસે જાય છે. આચાર્ય પાસે જાય છે. આચાર્યને વાંદીને સાધુને કહે છે . મને ધર્મ કહો. ત્યારે આચાર્યએ ઉપયોગમૂક્યો કે- આ તે (ગણધર) છે. ત્યારે આચાર્ય એ સાધુધર્મ કહો, શસંભવ બોધ પામ્યો, દીધા લીધી. ચૌદપૂર્વી થયા. જ્યારે તેમણે દીક્ષા લીધી. ત્યારે તેમની પત્ની ગર્ભિણી હતી. તેણે દીક્ષા લેતા તેના સ્વજન લોકો રડવા લાગ્યા. કે- યુવા સ્ત્રીનો પતિ પુત્ર વિનાની મૂકીને સાધુ થઈ ગયો. પછી તે સ્ત્રીને પૂછ્યું કે - તારે કં છે? અથત ઉદમાં કંઈ છે? તેણી બોલી મનાફ છે. પછી કેટલાક કાળે તેણીને પુત્ર થયો. બાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy