SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ - ૩૯૧ થી ૪૦૦ ૧૯૫ પ્રજ્ઞપ્તિધર - તેને વિશેષથી જાણતો એવો તથા દષ્ટિવાદને ભણેલો, પ્રકૃતિ પ્રત્યયલોપ આગમ વર્ણવિકાર કાળ કારકાદિને જાણતો છતાં અશુદ્ધ ઉચ્ચાર કરે તો મુનિએ હસવું નહીં કે તે કંઈ ભણ્યો નથી, તેમ ન કહે. ઇત્યાદિ - X- x-. • સૂત્ર - ૪૦૧ થી ૪૧૦ - (૪૦૧) નક્ષત્ર, સ્વપ્ન ફળ, યોગ, નિમિત્ત, મંત્ર, ભોજનાદિ ગૃહસ્થને ન કહે, કેમકે તે પ્રાણી હિંસાના સ્થાન છે. (૪૨) બીજાને માટે બનેલ, ઉચ્ચારભૂમિથી યુક્ત, રુરી - પશુથી રહિત શય્યા અને આસનનું સેવન કરે. (૪૦૩) જે ઉપાશ્રય વિવિક્ત હોય તો માત્ર સ્ત્રીઓ વચ્ચે ધર્મ ન કહે. ગૃહસ્થ પરીચય ન કરે, સાધુ સાથે જ પરીચય કરે. (૪૦૪) જેમ કુકડાના બચ્ચાને બિલાડાનો સતત ભય રહે છે, એ જ રીતે બ્રહ્મચારીને સ્ત્રી શરીરથી ભય રહે. (૪૦૫) ભીંતમાં ચીતરેલ સ્ત્રી કે વિભૂષિત સ્ત્રીને ટીકી - ટીકીને ન જુએ, કદાચ દષ્ટિ પડી જાય તો દષ્ટિ એ રીતે પાછી ખેંચે, જે રીતે સૂર્ય પ્રતિ પડેલી દષ્ટિ ખેંચી લે. (૪૦૬) જેના હાથ, પગ, છેદાયેલ હોય, કાન • નાકથી વિકલ હોય એવી ૧૦૦ વર્ષની સ્ત્રીનો સંસર્ગ પણ બ્રહ્મચારી તજી દે. (૪૭) આત્મગષા યરપને માટે વિભૂષા, સ્ત્રી સંસર્ગ અને સ્નિગ્ધ રસયુક્ત ભોજન તાલપુટવિષ સમાન છે. (૪૦૮) સ્ત્રીઓના અંગ, પ્રત્યંગ, સંસ્થાન, મધુર વાણી, કટાક્ષ પ્રત્યે સાધુ ધ્યાન ન આપે, કેમકે તે કામરાગ વિવર્ધક છે. (૪૦૯) શદાદિ પુદગલોનું પરિણમન અનિત્ય જાણીને, મનોજ્ઞ વિષયોમાં સાધુ સગભાવ ન સ્થાપે, (૪૧૦) તે શબ્દાદિ પુદ્ગલના પરિણમનને જેવા છે તેવા જારીને પોતાના પ્રશાંત આત્માથી તૃષ્ણા રહિત થઈને વિચરણ કરે. • વિવેચન - ૪૦૧ થી ૪૧૦ - ગૃહસ્થો અશ્વિની આદિ નક્ષત્ર સંબંધે પૂછે, સ્વપ્રનું શુભાશુભ ફળ પૂછે, વશીકરણાદિ યોગ, અતીતાદિ નિમિત્ત, વૃશ્ચિક મંત્રાદિ, ઔષધ આદિ પૂછે તો તે બીજા જીવોને પીડારૂપ જાણીને સાધુ ગૃહસ્થને ન કહે. તેમની અપ્રીતિ નિવાણાર્થે એટલું કહે કે - આ કહેવું તે સાધુનો અધિકાર નથી. સાધુ નિમિત્તે ન બનાવેલ વસતિરૂપ સ્થાન, સંસ્કારક, પીઠક આદિ સાધુ ન વાપરે. આને જ વિશેષથી કહે છે - ઉચ્ચાર પ્રસુવણ આદિ ભૂમિયુક્ત હોય કેમકે તેના વિના વારંવાર જવું પડે તો નિર્ગમનાદિ દોષ લાગે છે, તે સ્થાન સ્ત્રી - પશુ- પંડક વર્જિત હોય, સ્ત્રી આદિ આલોકન રહિત હોય તો સેવે, આવી વસતીને સેવવામાં ધર્મકથાની વિધિ કહે છે - જે તે સ્થાન અન્ય સાધુથી રહિત હોય, એકલા પુરૂષયુકત જ હોય તો ત્યાં સ્ત્રીઓ મધ્ય ધર્મકથા ન કહે, કેમકે શંકાદિ દોષ થાય. ઔચિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy