SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ (૩૯૭) સાધુ પૂછયા વિના ન બોલે, ગુરુ બોલતા હોય તો વચ્ચે ન બોલે, ચુગલી ન કરે, માયા - કૃષાનું વર્જન કરે. (૩૬૮) જે ભાષા બોલતા અપ્રીતિ થાય કે બીજે જલ્દી કુપિત થાય, એવી અહિત કઈ ભાષા સર્વથા ન બોલે. (૩૯) આત્માણ સાધુ પરિમિત, ટ, અસંદિગ્ધ, પરિપૂર્ણ, વ્યક્ત, પરિચિત, અભિત અને અનદ્વિગ્ન ભાષા બોલે. (૪૦૦) આચાર અને ભગવતી સૂત્ર ધારક, દરિવાદના ધ્યેતા સાધુ વચનથી અલિત થઈ જાય તો મુનિ તેમનો ઉપહાસ ન કરે. • વિવેચન - ૩૯૧ થી ૪૦૦ - - સાધુએ કપાયના નિગ્રહાર્થે આમ કરવું - ચિરદીક્ષિતાદિનો અભ્યસ્થાનાદિ રૂપ વિનય કરવો. ૧૮૦૦૦ શીલાંગના પાલનરૂપ ને યથાશક્તિ ન છોડે. કાચબા માફક અંગોપાંગોને સમ્યક સંયમિત કરે, તપ-પ્રધાન સંયમમાં પ્રવર્તે. વળી પ્રકામશાયી ન થાય, અતીવ હાસ્યરૂપને વર્ષે, સહચિક કથામાં રમણ ન કરે, પણ વાચનાદિ સ્વાધ્યાયમાં સદા રત હોય, એવા પ્રકારનો તે સાધુ થાય. મન, વચન, કાય ત્રણ પ્રકારના વ્યાપાર રૂપને ક્ષાંત્યાદિ શ્રમણ ધર્મમાં યોજે, આળસને તજે, કલાદિ ઔચિત્યથી નિત્ય, સંપૂર્ણ, સર્વત્ર, પ્રધાન ઉપસર્જન ભાવથી કે અનુપ્રેક્ષાકાળે - મનોયોગ, અધ્યયનકાળે - વચન યોગ, પડિલેહણ કાળે - કાયયોગને યોજે. તેનું ફળ કહે છે. એ પ્રમાણે દશવિધ શ્રમણ ધર્મમાં વ્યાકૃત, અનુત્તર જ્ઞાનાદિરૂપ ભાવાર્થને પામે છે. આજ વાત કહે છે - આલોક એટલે અકુશલ પ્રવૃત્તિ દુઃખના નિરોધથી, પરલોક - કુશલના અનુબંધથી ઉભય લોકનું હિત થાય છે. જેથી સદ્ગતિમાં જઈને પરંપરાએ સિદ્ધિને પામે છે. ઉક્ત સિવાયના સાધન - ઉપાયને કહે છે - આગમવૃદ્ધને સેવે, સેવતા એવાને પૂછે અપાયરક્ષક અને કચાને કરનારા અવિતથ અર્થનો નિશ્ચય કરે. હાથ, પગ અને કાયાનો સંયમ કરીને, જિતેન્દ્રિય, એકાગ્ર અને આધીનગુપ્ત થઈને ગુરુ પાસે મુનિ બેસે. કંઈક ઉપયુક્ત રહે. પણ ગુના પડખામાં, આગળ કે પાછળ ન બેસે. કેમકે તેનાથી અનુક્રમે અવિનય, વંદનમાં અંતરાય, અદર્શનાદિ દોષ લાગે છે. ગુરુ પાસે ઉ ઉપર ઉર કરીને ન બેસે. તેથી અવિનય થાય છે. કાયપણિધિ કહી. - હવે વાપ્રસિધિ કહે છે - પૂછયા વિના અકારણ ન બોલે, ગુરુ બોલતા હોય તો વો ન બોલે, પરોક્ષ (પાછળથી) દોષો ન બોલે, માયા પ્રધાન મૃષાવાદનો ત્યાગ કરે. વળી - જે બોલવાથી બીજાને અપ્રીતિ થાય તથા બીજાને રોષ ચડે, ઉભય લોક વિરુદ્ધ એવા પ્રકારના વચનને સર્વાવસ્થામાં મુનિ ન બોલે. તે કેમ બોલવું? બરાબર નજરે જોયેલ હોય, શંકા હિત હોય, સ્વરાદિથી પ્રતિપૂર્ણ હોય, વ્યક્ત પરિચિત, ન જોરથી - ન ધીમેથી, ન ઉદ્વેગકર એવી ભાષા પણ મુનિ વિચારીને બોલે. પ્રસ્તુત ઉપદેશાધિકાર કહે છેઃ- આચાર સૂત્ર ધર અથતિ સ્ત્રીલિંગાદિનો જ્ઞાતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy