SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ દશવૈકાલિકમૂલસબ-સટીક આનુવાદ આદિ થાય. વાગવિધિ પ્રતિષેધ અધિકારથી જ આ કહે છે • સાવધ વ્યાપારનું વચન પારકાને માટે ત્રણે કાળ સંબંધી, જાણીને ન બોલે. • સૂત્ર - ૩૩૪, ૩૩૫ - કોઈ સાવધકાર્ય થઈ રહેલ હોય તો તેને જોઈને - સારું કર્યું, સારું પકાવ્યું, સારું છે, સારું કરાયું, સારું થયું - મય સુનિષ્ઠિત, સુતષ્ઠિત ઇત્યાદિ સાવધ વયનો મુનિ ન બોલે. પણ બોલવું પડે તો - પ્રયત્નથી પાવેલ છે, છેદેલ છે, કાપેલ છે, એ પ્રમાણે ભલે અગારાદિ કર્મબધ હેતુફ કન્યા સૌંદર્ય જોઈને એમ કહે કે - પ્રયત્નપૂર્વક લાલનપાલન કરાયેલ છે, તથા આ પ્રહાર ગાઢ છે, એવા નિદૉષ વયન બોલે. ૯ વિવેચન - ૩૩૪ થી ૩૩૫ - ત્યાં રહીને આ પ્રમાણે ન બોલે- સભાની બાંધણી સારી છે. સહમ્રપાકાદિ સુષ્ઠ પક્વ છે. વનાદિ સારી રીતે છેલ્લા છે, ક્ષુદ્રનું ધન સારી રીતે કરાયુ છે, દુશ્મન મર્યો તે ઠીક થયું, અભિમાનીનું ધન ઠીક વપરાયું, કન્યા બહુ સુંદર છે, ઇત્યાદિ સાવધ વચનને મુનિ વર્ષે. કેમકે તેમાં અનુમતિ આદિ દોષ લાગે. નિરવધ વચન ન વર્જી. આણે સારી વૈવાવચ્ચ કરેલ છે. સારું બ્રહ્મચર્ય પાળેલ છે, સારી રીતે સ્નેહબંધન છેધુ છે, આ શૈક્ષનું ઉપકરણ ઉપસર્ગમાં ગયું તે ઠીક, પંડિત મરણથી સાધુ મય તે સારું છે. અપમત્તપણે મુનિપણું પાળી કર્મનો અંત કર્યો તે સારું છે. આ મુનિની ક્રિયા ઘણી સુંદર છે ઇત્યાદિ. હવે આની અપવાદ વિધિ કહે છે - ગૃહસ્થ પાપ કરીને બનાવેલ વસ્તુમાં મુનિ મૌન રહે. પણ અપવાદે બોલવું પડે તો, જેમકે - બિમાર માટે ઓસડ લાવવા જરૂર કહે કે પ્રયતનથી સારું પકાવેલ છે - Xવન પ્રયત્નથી છેડાયુ છે, જેથી સાધુને લીલું ઘાસ આદિ ન નડે. આ સુંદર કન્યાએ પ્રયત્નોથી દીક્ષા લીધી છે. x • સૂત્ર - ૩૩૬ થી ૩૩૯ - (૩૩૬) આ વસ્તુ સર્વોત્કૃષ્ટ છે, બહુમૂલ્ય છે, અતુલ છે, આના જેવી બીજી કોઈ વસ્તુ નથી. આ વસ્તુ અવિષ્ક્રય છે, અવર્ણનીય છે, અમીતિકર છે ઈત્યાદિ વચનો ન બોલે. (૩૩) હું તમારો બધો સંદેશો માવસ કહી દઈશ. અથવા તમે તેને આ બધો સંદેશો આપજે, એમ ન બોલે. પરંતુ પૂર્વાપર વિચારીને બોલે, જેથી કર્મબંધ ન થાય. (૩૩૮) સારું થયું - ખરીધુ, સારું થયું વેચ્યું, આ ખરીદવા યોગ્ય નથી, આ ખરીદવા યોગ્ય છે. આ વસ્તુ લઈલો, આ તેંચી દો આવા વ્યવસાયિક વચનો ન બોલે. (૩૩૯) અલ્યમૂલ્ય કે બહુમૂલ્ય વસ્તુ ખરીદવા કે વેચનાના વિષયમાં પૂછે તો પ્રસંગ ઉપસ્થિત થતાં સાધુ - સાદની નિરવ વચન બોલે. • વિવેચન - ૩૩૬ થી ૩૩૯ : ક્યારેક વ્યવહારના સંબંધમાં કોઈ પૂછે કે ન પૂછે તો પણ આ પ્રમાણે ન બોલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy