SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ જેમકે - સેંધવ. વ્યાકૃતા- પ્રગટ ભાષા, જેમકે દેવદત્તનો ભાઈ. આવ્યાકૃતા - અપ્રગટ અર્થ વાળી, જેમકે - બાળકોની પીઠ થાબડે. અસત્યામૃષા ભાષા કહી. હવે ઓધથી આનો વિભાગ કહે છે - • નિયુક્તિ - ૨૭૯ થી ૨૮૧ - વિવેચન - સત્ય આદિ ભેદવાળી બધી ભાષા બે ભેદે છે - પર્યાપ્ત અને અપર્યાપ્ત એક પક્ષમાં સત્યા કે અસત્યા સ્થપાય તે પર્યાપ્તા, તે વ્યવહાર સાદની છે. તેથી વિપરીત તે અપર્યાપ્તા. જેમાં સત્યામૃષા અને અસત્યામૃષા ભાષા આવે, જે સ્વવિષયક વ્યવહાર સાદતી નથી. દ્રવ્યભાવ ભાષા કહી, હવે શ્રુતભાવ ભાષા કહે છે - મૃતધર્મ વિષયક ભાવ ભાષા ત્રણ ભેદે છે – સત્યા, મૃષા અને અસત્યામૃષા. સમ્યગદૈષ્ટિ જ આગમમાં ઉપયુક્ત થઈ બોલે તે સત્ય. તે જ સમ્યગદષ્ટિ જીવ આગમમાં ઉપયોગ વિના અમાદાદિથી જે કંઈ યુતિરહિત બોલે તે મૃષા ભાષા. - - મિથ્યાષ્ટિ પણ તે પ્રમાણે ઉપયુક્ત કે અનુપયુક્ત થઈને બોલે તે મૃષા જ છે. • x • નિર્યુક્તિ - ૨૮૨, ૨૮૩ - વિવેચન - અસત્યામૃષા તે આગમની જે પરાવર્તન કરવી, તેની આમંત્રણ આદિ ભાષાના રૂપ પણે હોવાથી તે જ છે. પણ અવધિજ્ઞાન આદિ ત્રણમાં જે ઉપયોગ રાખતો બોલે તે અસત્યામૃષા જાણવી. કેમકે આમંત્રણી ભાષા માફક તેવા અધ્યવસાયમાં તેની પ્રવૃત્તિ છે. હવે ચાસ્ત્રિ વિષયક ભાષા કહે છે - સત્યા અને મૃષામાં ચાસ્ત્રિ ળિષયમાં બે જ ભાષાઓ જાણવી. ચાસ્ત્રિ પરિણામ વાળાને તેની વૃદ્ધિના નિબંધન રૂપ ભાષા તે દ્રવ્યથી અને બીજી ભાવમાં હોય છે. તે સત્ય ભાષા છે, કેમકે સજ્જનોનું હિત કરે છે. મૃષા તે ચા િરહિતની તેની વૃદ્ધિના નિબંધનરૂપ જાણવી હવે શુદ્ધિ કહે છે - • નિર્યુક્તિ - ૨૮૪ થી ૨૮૮ - શુદ્ધિ ચાર પ્રકારે - નામશુદ્ધિ, સ્થાપનાશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ. આ પ્રત્યેકની પ્રરૂપણા કરવી. તેમાં પહેલા બે છોડીને હવે દ્રવ્યશુદ્ધિ કહે છે - દ્રવ્યશુદ્ધિ ત્રણ ભેદે છે. તદ્રવ્યશુદ્ધિ, આદેશ દ્રવ્યશુદ્ધિ અને પ્રાધાન્ય દ્રવ્યશદ્ધિ. (૧) જે દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે જોડાયા વિના શુદ્ધ થાય તે તદ્રવ્યશુદ્ધિ. (૨) આદેશથી મિશ્ર થાય તે આદેશ દ્રવ્યશુદ્ધિ, બે ભેદે છે - અન્યત્વથી અને અનન્યત્વથી. અન્યત્વ - જેમકે શુદ્ધ વસ્ત્ર ધારી દેવદત્ત. અનન્યવ - જેમકે, શુદ્ધ દાંતવાળો દેવદત્ત. હવે પ્રાધાન્ય દ્રવ્યશુદ્ધિ કહે છે - વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં જે મનોજ્ઞતા એટલે કમનીયતા કે યથાભિપ્રાય અનુકૂળતા તે પ્રાધાન્ય શુદ્ધિ. જેમકે પ્રાયઃ સફેદ વર્ણ, મધુર રસ આદિ સૌને ગમે છે. • • હવે ભાવશુદ્ધિ - ભાવશુદ્ધિ પણ ત્રણ ભેદે છે - (૧) તે જ ભાવમાં તે તદ્ભાવશુદ્ધિ. આદેશથી તે આદેશ ભાવશુદ્ધિ, પ્રાધાન્યથી તે પ્રાધાન્ય ભાવશુદ્ધિ, તેમાં અનન્યભાવશુદ્ધિ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy