SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ - | ૨૩૧, ૨૩૨ • નિર્યુક્તિ - ૨૬૮, ૨૬૯ + વિવેચન અઢાર સ્થાનોને આ આચાર કથામાં તીર્થકર કહ્યાં છે, તેમાંનું એક પણ સાધુ અંગીકાર કરે તો તે સાધુપણામાં ન રહી શકે. તે સ્થાનો બતાવે છે. (૧) પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ અને રાત્રિ ભોજન વિરતિ રૂપ છ વ્રતો, (૨) છ કાય - પૃથ્વીકાયાદિ છ કાય, (૩) અકલ્પ - શિક્ષક સ્થાપના કલ્યાદિ જે કહેવાનાર છે. (૪) ગૃહસ્થ સંબંધી કાંચ ભાઇનાદિ, (૫) પલ્ચક - શયન વિશેષ, (૬) નિષધા - ઘરમાં એકાએક રૂપ, (૭) નાન - દેશ અને સર્વ ભેદથી, (૮) શોભા વર્જન - વિભૂવાનો ત્યાગ. આ બધાનું વર્જન કરે. • સૂત્ર - ૨૩૩ થી ૨૩૫ - (૨૨૩) ભગવત મહાવીર તે ૧૮ સ્થાનોમાં પહેલું અહિંસા કહેલ છે, કેમકે હિંસાને તેમણે સુમરૂપે જોયેલ છે. સર્વે જીવો પ્રત્યે સંયમ રાખવો તે અહિંસા. (૨૩૪) લોકમાં જેટલાં બસ કે સ્થાવર પ્રાણી છે, સાધુ - સાળી, જાણતા કે રાજાણતા, તેને ન હસે - ન હણાવે. (૨૩૫) બધા જીવો જીવવા ઇચ્છે છે, મરવા નહીં. તેથી નિન્ય સાધુ પ્રાણીવાને ભયંકર જાણીને તેનો ત્યાગ કરે. • વિવેચન - ૨૩૩ થી ર૩૫ - સૂત્ર સ્પર્શ નિર્યુક્તિ કહી, હવે બીજા સૂત્રની વ્યાખ્યા કરે છે. તેનો સંબંધ આ છે- અઢાર સ્થાનોમાં ગુણો અખંડ અછૂટિત કરવા જોઈએ. તેની વિધિ કહે છે - તેમાં અટાર સ્થાનગણમાં વ્રતષકમાં તેના અનાસેવન દ્વારથી આ કહેવાનાર સ્વરૂપ પહેલું સ્થાન ભગવંત મહાવીરે કહેલ છે - “અહિંસા". સાધુ આઘાકર્માદિના પરિભોગથી કરવું - કરાવવું આદિના ત્યાગથી સૂક્ષ્મ કહ્યું. માત્ર આગમ દ્વારથી કહ્યું નથી. પણ સાક્ષાતુ ધર્મ સાધકત્વથી પામેલ છે. આને જ નિપુણ કેમ કહે છે ? આને ભગવંત મહાવીરે સર્વભૂતિ વિષય સંયમ કહ્યો છે, બીજાએ નહીં. તે ઉદ્દિશ્યકૃત ભોગ વિધાનથી કહેલ છે. તે જ સ્પષ્ટ કરે છે - જગતમાં જેટલાં બે ઇંદ્રિયાદિ બસ પ્રાણી કે પૃથ્વી આદિ સ્થાવરો છે, તેમને જાણીને રાગાદિથી અભિભૂત થઈ, હણવાની બુદ્ધિથી કે અજાણપણાથી પ્રમાદથી ન હણે, ન તણાવે, હણનારને ન અનુમોદ, માટે અહિંસાને નિપૂણા કહી. અહિંસા સુંદર શા માટે છે, તે બતાવે છે - બધાં જીવો પણ દુઃખિતાદિ ભેજવાળા જીવવાને ઇચ્છે છે, પ્રાણ પ્રિય હોવાથી મરવાને ઇચ્છતા નથી. તેથી પ્રાણવધને દુઃખનો હેતુ હોવાથી ભયંકર જાણીને સાધુઓ હિંસાને તજે. • સુત્ર - ૨૩૬, ૨૩૭ - સાધુ કે સાદની પોતાને માટે કે બીજાને માટે ક્રોધાદિથી કે ભયથી હિંસક કે અસત્ય વચન ન બોલે, બીજને ન બોલાવે. લોકમાં સમસ્ત સાધુ દ્વારા મૃષાવાદ ગહિત છે અને તે પ્રાણીઓને માટે વિશ્વસનીય છે. તેથી મૃષાવાદનો પૂર્ણપણે ત્યાગ કરી દે. 26/11] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy