SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ લૌકિક - કુપ્રવચનમાં કહે છે. જેમકે અર્થનું મૂળ લોભ છે, ક્ષમા કામનું મૂળ છે આદિ - ૪ - આ બધાં પરસ્પર વિરોધી છતાં જિનવચનાનુસાર કુશળબુદ્ધિના યોગથી વ્યવહારથી ધમદિ તત્વના સ્વરૂપને વિચારવાથી કે નિશ્ચયથી જોતાં પરસ્પર અવિરોધી થાય છે. તેમાં પહેલાં વ્યવહારથી અવિરોધ બતાવે છે - (૨૫) જિનવચન યથાવત્ પરિણત થતાં અવસ્થા ઉચિત વિહિત અનુષ્ઠાનથી દર્શનાદિ શ્રાવક પ્રતિમાં સ્વીકારમાં નિરતિચાર પાલનથી ધર્મ થાય છે. કેમકે સ્વચ્છ આશય પ્રયોગ અને પુન્યબળથી તેમ કહ્યું. ઉચિત સ્ત્રીના સ્વીકારની અપેક્ષાથી વિશંભથી કામ છે. હવે નિશ્ચય (૨૬૬) નિરતિચાર ધર્મનું ફળ મોક્ષ છે. શું વિશિષ્ટ છે? તે નિત્ય, અનન્યતુલ્ય, પવિત્ર, બાધવર્જિત છે. તે ધમર્થે મોક્ષની કામના કરતા સાધુઓ છે તેથી “ધમર્થકામા” એમ કહ્યું. હવે તેને જ દેટ કરે છે (૨૬9) જન્માંતરલક્ષણ પરલોક, જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ છે જ નહીં. મો - સર્વકર્મક્ષયરૂપ. તેવું અવિધિજ્ઞો કહે છે. તેનો ઉત્તર આપે છે. પરલોક આદિ છે જ. વીતરાગ વચન સત્ય છે, પૂર્વાપર અવિરોધી છે, પ્રવર છે. તે બીજે ક્યાંય નથી. - - કંઈક સ્પર્શ નિર્યુક્તિ કહી. હવે બીજા સૂત્રનો અવસર છે. તેનો આ સંબંધ છે. અનંતર સૂત્રમાં નિગ્રન્થની આયાર - ગોચરા કથા કહી. હવે આને જ ગુરુતાથી કહે છે. કપિલાદિ મતમાં ઉક્ત આયાર ગોચર નથી. લોકમાં તેનું આચરણ અતિદુષ્કર છે. આ વિપુલમોક્ષ હેતુત્વથી સંયમ સ્થાનને સેવે છે, જે જિનમત સિવાય બીજે ક્યાંય હતો નહીં અને હશે પણ નહીં. • સુત્ર - ૨૩૧, ૨૩૨ - બાળક હોય કે વૃ, રોગી હોય કે નિરોગી, બધાં મુમુક્ષુ એ જિનગણોનું પાલન આખક અને અતિ રૂપે કરવું જોઈએ. તે ગુણો જે પ્રકારે છે તે પ્રકારે મારી પાસેથી સાંભળો. ઉક્ત આ ચારના અઢાર સ્થાનો છે. જે અજ્ઞ સાલ જ અઢારમાંના કોઈ એક સ્થાનને પણ નિરાશે છે, તે નિજતાથી શરુ થઈ જાય છે. • વિવેચન - ૨૧, ૨૩૨ - જે દ્રવ્ય • ભાવ બાળપણાથી વર્તે છે તે સુલુક, દ્રવ્ય ભાવ થકી વૃદ્ધ તે અબાલવૃદ્ધ કહા. વ્યાધિવાળા કે વગરના તે સરોગી અને નીરોગી, તેઓમાં અહીં કહેવાનાર જે ગુણો અખંડ અને અસ્કૃતિ છે. અખંડ - દેશ વિરાધનાના ત્યાગથી, અટિત - સર્વ વિરાધનાના ત્યાગથી. આ ગુણો અગુણના પરિહાસ્થી અખંડ અને અફૂટ થાય છે. તેથી અગુણો કહે છે - તે ૧૮ અસંયમ સ્થાનો છે, જેને શ્રીને અજ્ઞો તેના સેવનથી અપરાધને પામે છે. કઈ રીતે અપરાધ કરે? તેનાથી અન્યતર સ્થાનમાં વર્તતા પ્રમાદથી નિગ્રન્થભાવ થકી નિશ્ચયનયથી સાધુતાથી દૂર થાય છે. આ જ અર્થને સૂત્ર સ્પર્શ નિયુક્તિ વડે સ્પષ્ટ કરે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy