SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૧૧૨ થી ૧૧૯ - બે માણસ એક વસ્તુના સ્વામી હોય, તેમાં એક તે વસ્તુના દાન માટે નિમંત્ર, તો દેવાતા તે આહારને ઉત્સર્ગથી ન ઇચ્છે. પણ બીજાના અભિપ્રાયની સહ જુએ. તેની દૃષ્ટિ-હોઠ આદિ આકારથી તેને આ દેવાતું દાન ઇષ્ટ છે કે નહીં તે જોઈને ગ્રહણ કરવા કે ન કરવા વિચારે. • x - બંને ખાતા કે ખવડાવતા હોય, બંને સ્વઇચ્છાથી નિમંત્રણા કરે ત્યારે આ વિધિ છે - જે એષણીય - દોષ રહિત હોય તો અપાતું ગ્રહણ કરે. વિશેષ કહે છે. ગર્ભવતી માટે તૈયાર કરાયેલ અનેક પ્રકારના દ્રાક્ષપાન, ખંડ, ખાધકાદિ હોય, તે ખવાતું હોય તો ન લેવું, જેથી તેણીને અલ્પપણાથી અભિલાષા નિવૃત્ત ન થતાં ગર્ભપાતનાદિ દોષ ન થાય. પણ ખાધા પછી વધેલ હોય તો સ્વીકારે. કેમકે તેણીનો અભિલાષ પુરો થયો હોય છે. એ પ્રમાણે નવ માસવાળી ગર્ભવતી સ્ત્રી સાધુ નિમિત્તે ઉભી થાય કે બેસે અને આહારાદિ આપે, તો તેવા ભોજન-પાન સંયતોને ન કલ્પે. અહીં સ્થવિર કભીને તે દેનારી ઉઠ-બેસ કર્યા વિના આપે તો કલ્પે. જિનકીને તો ગર્ભ રહે તે પહેલાં દિવસથી સર્વથા અકથ્ય જ છે. બાળક કે બાલિકાને સ્તનપાન કરાવતી હોય તો, અહીં નપુંસક પણ સમજી લેવું. આ બાળક આદિને ભૂમિ ઉપર રડતાં મૂકીને જો ભોજન - પાન લાવે તો લેવા ન કહ્યું. વૃદ્ધ સંપ્રદાય એવો છે કે - ગચ્છવાસી સાધુ, દુધ પીતા બાળકને મૂકીને વહોરાવે તો ન લે, પણ જો બીજી કોઈ સ્તનપાન કરાવતી હોય તો બાળક ન રડતો હોય તો આહારાદિ ગ્રહણ કરે, જો રડતો હોય તો ગ્રહણ ન કરે. જો બાળક ત્યારે સ્તનપાન ન કરતું હોય, પણ સ્તનપાન યોગ્ય હોય અને રડે તો લેવું ન કહ્યું, ન રહે તો લેવું કહ્યું. ગચ્છ નિર્ગત અર્થાત્ જિનકલ્પી મુનિ હોય તો ધાવવા યોગ્ય બાળક રડે કે ન રહે, સ્તનપાન કરતું હોય કે ન કરતું હોય, તો પણ તેણીના હાથે લેવું ન કહ્યું, ઇત્યાદિ - x- કેમકે બાળકને ભૂમિ ઉપર મૂકતા કે પાછો લેતા અસ્થિરપણું થાય તો બાળકને દુઃખ થાય અથવા બિલાડી નાના અસમર્થ બાળકને માંસનો લોચો સમજી પકડી લે. તેથી અનંતરોક્ત ભોજન - પાન સંયતોને અકલ્પિક છે. - x-x વધું શું કહેવું? ઉપદેશનો સાર કહે છેજો આહાર - પાન કલ્પનીય કે અકલ્પનીય ધર્મ વિષયક હોવા વિશે શંકિત હોય - તે ઉગમ આદિ દોષયુક્ત છે કે નહીં, તેવી શંકા હોય તો તેવું લેવું ન કલ્પે. દેનારનો નિષેધ કરીને કહે - મને તે પ્રકારનું લેવું ન કચે. • સૂત્ર • ૧૨૦, ૧૧ - પાણીનો ઘો, પત્થરની ઘટી, પીઠ, શિલાપત્ર, માટી આદિના લેપ કે શ્લેષ દ્રવ્યોથી અથવા બીજા કોઈ દ્રવ્યથી ઢાકેલ વાસણનું મુખ શ્રમણ માટે ઓલીને આહાર દેનારીને નિર્દેશ કરે અને કહે કે મને આવા પ્રકારે આહાર લેવો ન કચે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy