SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ ભગવંતના ચરણ યુગલને મસ્તક વડે સ્પર્શતા મેં સાંભળ્યું. આના વડે વિનય પ્રતિપત્તિ કહી, કેમકે વિનય એ મોક્ષનું મૂળ છે. - x - लगवता આ છ જીવનિકાય કોણે પ્રવેદિત કે પ્રરૂપિત કર્યુ છે? શ્રમણ એટલે મહાતપસ્વી, સમગ્ર ઐશ્વર્યાદિયુક્ત, મહાવીર - કષાય આદિ શત્રુનો જય કરવાથી મહા વિક્રાંત. મહાન્ એવા વીર તે ‘મહાવીર' તે કાશ્યપ ગોત્રીય વીરે કહ્યું છે. બીજે ક્યાંયથી સાંભળીને જામેલ નથી, પણ સ્વયં જ કેવળજ્ઞાનના પ્રકર્ષ વડે જાણેલ છે. તથા દેવ-મનુષ્ય-અસુરોની પર્ષદામાં સારી રીતે કહેલ છે. જેમ છે તેમ જ કહેલ છે. સૂક્ષ્મ પરિહારના આસેવન વડે પ્રકર્ષથી સમ્યક્ આસેવિત છે. જીવનિકાય' અધ્યયનને ભણતાં મારું કલ્યાણ છે. મમ - આત્માનું. ભણવું - સાંભળવું ભાવવું એકાર્થક છે. - × • અધ્યયનપણાથી આત્માને અંદર લાવવો, તે ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્તિથી થાય. ઘર્મપ્રજ્ઞપ્તિ - ધર્મનું જણાવવું તે. ધર્મ ને જણાવવાના કારણથી ચિત્તની વિશુદ્ધિ થાય. વિશુદ્ધિ થવાથી ભણવું તે આત્માને શ્રેયસ્કર છે. - - ૪- આવા છ 1 - **** · અભિમાન છોડીને સંવિગ્ન શિષ્યએ બધાં કાર્યોમાં ગુરુને પૂછવું અને ગુરૂએ ગુણવાનૢ શિષ્યને ઉપદેશ આપવો. તે આ પ્રમાણે - પૃથ્વી વગેરે ઉદાહરણ બતાવવા માટે છે. પૃથ્વી - કાઠિન્ય લક્ષણ વાળી, પ્રસિદ્ધ છે. તે જ કાયા - શરીર જેનું છે, પૃથ્વીકાય. તે જ પૃથ્વીકાયિક જીવ છે. આપ દ્રવ્ય રૂપ છે, તે જેનું શરીર છે તે અકાયિક. એ પ્રમાણે તેજ - ઉષ્ણ લક્ષણ છે, વાયુ - ચલનધર્મવાળો પ્રસિદ્ધ છે. વનસ્પતિ - લતા આદિ રૂપ. એ પ્રમાણે ત્રાસ પામવાના સ્વભાવવાળા તે ત્રસ. કાય - શરીર, જેને છે તે ત્રસકાયિક અહીં બધાં જીવોના આધારપણે હોવાથી પહેલાં પૃથ્વીકાયિક પહેલો કહ્યો. પૃથ્વી ઉપર પાણી રહે છે, માટે અાયિક બીજો કહ્યો. પાણીના પ્રતિપક્ષ અગ્નિ હોવાતી તેઉકાયિક ત્રીજો કહ્યો છે. અગ્નિનો ઉપકારી હોવાથી પછી વાયુકાયિક કહ્યો. વાયુ વૃક્ષોની શાખાના કંપનથી વનસ્પતિકાય પાંચમે કહ્યો. વનસ્પતિને ત્રસ જીવોનું ઉપગ્રહકત્વ છે, તેથી પ્રસકાય કહ્યો. હવે વિપ્રતિપત્તિના નિરાસ માટે ફરી કહે છે - પૃથ્વી જે ઉક્ત લક્ષણ છે, તે સજીવ - રોતનાવંત છે. અહીં માત્ર' શબ્દ સ્તોકવાચી છે. જેમકે સરસવના ત્રીજા ભાગ માત્ર છે. અર્થાત્ તેનું થોડું જ જ્ઞાન છે. કેમકે તેને પ્રબળ મોહના ઉદયથી બધાંથી થોડું ચૈતન્ય એકેન્દ્રિય જીવોને છે. તેનાથી કંઈક અધિક બેઇંદ્રિયાદિને છે. એમ સર્વજ્ઞએ કહેલ છે. તેમાં અનેક જીવો છે, એક જીવ નથી. વૈદિક મતે પૃથ્વી એક જીવ છે. પણ સ્વમતે પૃથ્વીમાં અનેક જીવો છે. ઇત્યાદિ - ૪ - ૪ - શત્રુ વડે પરિણત પૃથ્વી સિવાયની અન્ય પૃથ્વી સચિત્ત - જીવવાળી જાણવી પૃથ્વીનું શસ્ત્ર શું છે? તે દ્રવ્ય અને ભાવ બે ભેદે શસ્ત્ર કહેલ છે - ♦ નિયુક્તિ - ૨૩૧ - વિવેચન દ્રવ્ય એ દ્વાર પરામર્શ છે. તેમાં દ્રવ્યશસ્ત્ર તે ખડ્ગ આદિ છે, અગ્નિ, વિષ, સ્નેહ, ખરાશ પ્રસિદ્ધ છે. અહીં ક્ષાર તે કરીરાદિથી ઉત્પન્ન છે. લવણ - પ્રસિદ્ધ છે. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy