SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ જીવ શરીરથી જૂદો છે. - એ જ કહે છે - લોકમાં અચ્છેદ્ય, અભેધ આત્મા કહેવાય છે. ગીતા, વેદ અને બોદ્ધોનું વચન પણ અહીં સાક્ષી રૂપે મૂકેલ છે. • - - કેટલાંક ત્રણ પ્રકારનો દિવ્ય આદિ સંસાર માને છે, કેટલાંક નારકાદિ સહિત ચાર ભેદે સંસાર માને છે. હવે બીજા પ્રકારે તેનું અસ્તિત્વ કહે છે - • ભાષ્ય - ૩ર થી ૩૪ - વિવેચન ઔદારિસ્કાદિ શરીરનો વિઘાત - કર્તા કોઈ પણ છે. શા માટે ? પ્રતિનિયત આકારાદિના સદૂભાવથી. દૃષ્ટાંત કહે છે - જેમ ઘડાનો કર્તા કુંભાર છે, તેમ શરીરનો કોઈ કર્તા છે. - ૪- તે આત્મા મૂર્ત કર્મના સંબંધથી કંઈક અંશે મૂર્ત છે. અહીં શિષ્યની બુદ્ધિ ખીલવવા બીજી રીતે તેની ગ્રહણ વિધિ કહે છે- શીતાદિ સ્પર્શથી વાયુને માનીએ છીએ -x- તેમ જ્ઞાનાદિ વડે જીવને કાચામાં રહેલો માનવો જોઈએ. ઘણાં અનુમાનોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. કેટલાંક આત્માને દેખતા નથી, તેથી જીવને ન માનવો એવી શંકા કરે તો? તેથી કહે છે - ઇંદ્રિયથી હિત ગુણવાળો જીવ, અમૂર્તત્વાદિ ધર્મક, છઘરથને દુર્લક્ષ છે. તેને સિદ્ધ કે સર્વજ્ઞ જજૂએ છે. શ્વાભાદિ સિદ્ધો જ જૂએ છે. જ્ઞાન સિદ્ધ એવા ભવસ્થ કેળવી જુએ છે. -o- હવે આગમ જીવનું અસ્તિત્વ કહે છે. • ભાષ્ય - ૩૫, ૩૬ - વિવેચન આમવચન તે શાસ્ત્ર છે. આમ - રામદિ રહિત. આ વચન વડે અપીધેયનો વિચ્છેદ કર્યો. આમ વચનના શાસ્ત્રી જાણ્યું કે ઇંદ્રિય ગોચરથી અતિક્રાંતિ છે, જેમ લોકમાં જ્યોતિષના ગણિતથી ચંદ્રગ્રહણાદિ માનીએ છીએ, તેમ જીવને પણ માનવો. - - કેમફે આમ વચનનું પ્રામાણ્ય છે. આસ્તિત્વ દ્વાર કહ્યું હવે અન્યત્વાદિ દ્વાર કહે છે -(૧) અન્યત્ર - દેહથી આત્માનું જૂદાપણું, (૨) અમૂર્તત્વ - સ્વરૂપ વડે આત્મા ન દેખાય તેવો છે. (૩) નિત્યત્વ• તે જ પરિણામવાળો. આ ત્રણે ગુણો એક એક હેતુ વડે એક કાલે સાથે રહે છે. હવે પછી કહેવાતી નિયુક્તિની ત્રણ ગાથઓના લક્ષણો વડે કહેવાશે - • નિર્યુક્તિ - ૨૨૬ - વિવેચન કારણ વિભાગ, કારણ વિનાશ અને બંધના પ્રત્યયના અભાવથી જીવને પર આદિની માફક તંતુ વગેરે કારણ વિભાગ નથી. જીવને તાંતણાથી બનેલ છે, એમ ન સમજવું. એ પ્રમાણે કારણ વિનાશના અભાવમાં પણ જોવું. તથા બંધ જ્ઞાનાવરણાદિ પુદ્ગલ યોગ લક્ષણ પ્રત્યયનો અભાવ થાય, એ હેતુ નથી. કેમકે બંધનું હેતુપણું ઉત્પન્ન થતું નથી. ઇત્યાદિ - - *- અવિનાશના હેતુથી જીવનું નિત્યપણું છે. નિત્યપણું સિદ્ધ થવાથી અમૂર્તાપણું છે. - *- આ ગાથાનો સમાનાર્થ છે. વિશેષાર્થ ભાષ્યથી જાણવો. • ભાષ્ય - ૩, ૩૮ - વિવેચન હવે “દેહથી અન્ય” આ દ્વાર કહે છે. દેહથી જીવ જૂદો છે. ઘર વગેરેમાં રહેલા પુરુષની માફક આ દૃષ્ટાંત છે. - - આ પ્રયોગ “જીવ તે શરીર’ માનનારા વાદીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy