SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ છે ભાષ્ય ૧૫ - વિવેચન દેહ છે, તે ભોક્તા સહિત છે.'' આ પ્રતિજ્ઞા છે. ભોગ્યત્વથી હેતુ છે. થાળીમાં ભાત મૂકે, તે ખાનારને માટે જ મૂકાય છે. આ દૃષ્ટાંત છે. દેહનું ભોગવવું તે જીવ વડે છે, તે દેહમાં રહીને ભોગવતો હોવાથી પ્રતિજ્ઞા સિદ્ધ થઈ. પરિભોગ દ્વાર કહીને યોગદ્વાર કહે છે - બીજાના પ્રયોજેલા યોગો છે. યોગ - સાધન છે, તેમાં મન વચન ફાયા એ કરણ છે. કરણપણું એ હેતુ છે - પરશુ વડે દૃષ્ટાંત છે. - હવે ઉપયોગ દ્વાર - - * - ૭ ભાષ્ય - ૧૬ - વિવેચન ૧૦૬ ઉપયોગ સાકાર અને અનાકાર ભેદે છે, તેનાથી જીવનો અભાવ નથી. શા માટે? ઉપયોગ રૂપ આત્માના અસાધારણ લક્ષણનો ત્યાગ ન કરવાથી. અગ્નિનું દૃષ્ટાંત છે. જેમ તે પોતાનું ઉષ્ણતા લક્ષણ તજતો નથી. ઇત્યાદિ - x - ઉપયોગ દ્વાર કહ્યું, હવે કષાય દ્વાર કહે છે - સકષાયથી અર્થાત્ અચેતન વિલક્ષણ ક્રોધાદિ પરિણામ યુક્તત્વથી જીવનો અભાવ નથી. ક્રોધ, માન આદિ પર્યાયને આત્મા પામે છે. સુવર્ણનું દૃષ્ટાંત છે. કડાં, કંઠી આદિ પર્યાય પામવા છતાં તે સુવર્ણ જ છે, તેમ આત્મા પણ ક્રોધાદિ પર્યાય પામે છે - હવે લેશ્યા દ્વાર કહે છે - - વિવેચન . ભાષ્ય ૧૭ - * - લેશ્યાના સદ્ભાવથી જીવનો અભાવ નથી. શા માટે? તેનો પરિણમનનો સ્વભાવ છે. કૃષ્ણાદિ દ્રવ્ય સાથે હોવાથી તેમ કહ્યું - જાંબુ ખાનારના દૃષ્ટાંતથી સિદ્ધ છે. હવે પ્રાણાપાન દ્વાર કહે છે - ઉશ્ર્વાસ આદિ. અચેતન ધર્મથી વિલક્ષણ પ્રાણ, અપાનના સદ્ભાવથી જીવનો અભાવ થતો નથી. શ્રમના સદ્ભાવથી પરિસ્પંદયુક્ત પુરુષ માફક, • હવે ઇંદ્રિય દ્વાર કહે છે - **** હ ભાષ્ય - ૧૮ વિવેચન - અક્ષ એટલે ઇંદ્રિયો, આ લોકમાં પ્રસિદ્ધ છે. દેહને આશ્રિત છે. આત્માના પ્રયોજનવાળી છે, વાંસલા આદિ માફક, - x- (શંકા) આદાન જ ઇંદ્રિયો છે, તો શામાટે ભેદોપન્યાસ કરવો? નિવૃત્ત તથા ઉપકરણના દ્વાર વડે બે ભેદ બતાવવા માટે. તેમાં તો ઉપકરણનું ગ્રહણ કરવું, અહીં નિવૃત્તિ લેવી, ઇત્યાદિ - x - હવે બંધ આદિ દ્વારો કહે છે - ગ્રહણ, વૈદક, નિર્જરક. તે કર્મથી અન્ય છે, ગ્રહણ - કર્મબંધ, વેદન - કર્મનો ઉદય, નિર્જરા - કર્મનો ક્ષય. આહારનું દૃષ્ટાંત અહીં લીધું છે, બંધદ્વારો કહ્યા. હવે ચિત્ત આદિનું સ્વરૂપ કહે છે ૯ ભાષ્ય ૧૯, ૨૦ વિવેચન ચિત્ત ત્રિકાળ વિષય છે. ઓધથી અતીત અનાગત વર્તમાનગ્રાહી છે. ચેતના તે પ્રત્યક્ષ વર્તમાન અર્થ ગ્રાહિણી છે. સંજ્ઞા - અનુસ્મરણ છે. વિજ્ઞાન - તે અનેક પ્રકારે છે. અનેક ધર્મવાળી વસ્તુમાં તેવો તેવો અધ્યવસાય કાળ - અસંખ્યેય કે સંખ્યેય છે. ધારણા - નાશ ન થાય તેવી સ્મૃતિ વાસના. - x - અર્થનો ઉહ તે બુદ્ધિ - સંજ્ઞી પ્રાણીને પરથી નિરપેક્ષ અર્થનું જાણવું. ઇહા - ચેષ્ટા. જેમકે આ ઠુંઠું છે કે પુરુષ Jain Education International For Private & Personal Use Only M - - • www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy