SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૭૦૯ થી ૭૨૪ હતી. તેને આવા હરણનું માંસ ખાવાની ઈચ્છા થઈ. રાજાએ પોતાના માણસોને સુવર્ણમૃગ પકડી લાવવા હુકમ કર્યો. ઈત્યાદિ કથા પિંડનિયુક્તિ દ્રવ્ય ગવેષણામાં આપેલ છે. ત્યાંથી જોઈ લેવી. આ જ રીતે ત્યાં અશ્વનું પણ દૃષ્ટાંત છે. ભાવ ગવેષણાનું દૃષ્ટાંત - કોઈ સંખડીમાં ઘણાં સાધુને આવેલા જોઈને કોઈ શ્રાવકે કે ભદ્રિકે સાધુ માટે જ ભોજન તૈયાર કરાવ્યું. બીજા અનેકને બોલાવીને ભોજન આપ્યું. તેને થયું કે આ જોઈને સાધુઓ આહાર લેવા આવશે. આચાર્યને કોઈ રીતે આ વાતની ખબર પડી જતાં તેણે સાધુઓને કહ્યું કે – ત્યાં આહાર લેવા ન જશો. તે આધાકર્મી છે. કેટલાંક સાધુ ત્યાં આહાર લેવા ન ગયાં. પણ અન્યત્ર જઈ ગૌચરી લાવ્યા. કેટલાંક સાથે આચાર્યના વચનને ન ગણકાર્યુ. તે આહાર લાવીને વાપર્યો. જેઓએ આચાર્યનું વચન પાળ્યું. તેઓ તીર્થંકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં સુખને પામ્યા. જેમણે આધાકર્મી આહાર લાવીને વાપર્યો, તેઓ જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થઈ સંસાર વધારનારા થયા. ઉક્ત કારણે સાધુઓએ નિર્દોષ આહાર-પાણીની ગવેષણા કરવી જોઈએ. દોષિત આહાર-પાણીનો ત્યાગ કરવો જોઈએ. • મૂલ-૭૨૫ થી ૭૨૮ : ૦ ગ્રહણૈષણા :- તે બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. ૨૨૭ દ્રવ્ય ગ્રહણૈષણાનું દૃષ્ટાંત ઃ- એક વનમાં કેટલાંક વાનરો રહેતાં હતાં. કોઈ વખતે ઉનાળામાં તે વનમાં ફળ, પાન આદિ સૂકાઈ ગયેલાં જોઈ મુખ્ય વાનરે વિચાર્યુ કે – “બીજા વનમાં જઈએ'. બીજા સારા વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાંક વાનરોનો મોકલ્યો. તે વાનરો તપાસ કરીને મળ્યા. પછી એક સુંદર વનમાં બધાં વાનરો ગયા. ઈત્યાદિ આખું દૃષ્ટાંત - “પિંડનિયુક્તિ''માં ગ્રહણૈષણામાં છે, ત્યાં જોવું. ભાવ ગ્રહણૈષણાનું દૃષ્ટાંત – તે પણ પિંડનિર્યુક્તિમાં જોવું. • મૂલ-૭૨૯ થી ૭૮૨ - ૦ ભાવ ગ્રહણૈષણાના દ્વારો - સ્થાન, દાયક આદિ ૧૧ છે – (૧) સ્થાન :- ત્રણ ભેદે છે (૧) આત્મ ઉપઘાતિક સ્થાન – ગાય, ભેંસ આદિ જ્યાં હોય, ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવામાં તે ગાય, ભેંસ આદિ શીંગડુ કે લાત મારે, તેથી પડી જવાય. વાગે કે પાત્ર ભાંગી જાય. તેથી છકાય જીવ વિરાધના થાય. તેથી તેવા સ્થાનો તથા જ્યાં જીર્ણ ભીંત, કાંટા, દર આદિ હોય ત્યાં પણ ઉભા રહીને ભિક્ષા ન ગ્રહણ કરવી. (૨) પ્રવચન ઉપઘાતિક સ્થાન :- ઠલ્લા-માત્રાનાં સ્થાન, ગૃહસ્થને સ્નાન કરવામાં સ્થાન, ખાળ આદિ અશુયિવાળા સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ કરતાં પ્રવચનની હીલના થાય, આવા સ્થાને રહી ભિક્ષા ન લેવી. (૩) સંયમ ઉપઘાતિક સ્થાન ઃ- પૃથ્વી, પાણી, અગ્નિ, બીજ, આદિ જ્યાં ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર હોય ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરતાં તે જીવોની વિરાધના થાય, માટે તેવા સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ ન કરવી. ૨૨૮ (૨) દાયક :- આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, નોકર, વૃદ્ધ, નપુંસક, મત્ત, ગાંડો, ક્રોધી, વળગાળવાળો, હાથ વિનાનો, પગ વિનાનો, આંધળો, બેડીવાળો, કોઢ રોગી, ગર્ભવાળી સ્ત્રી, ખાંડતી, દળતી, પીંજતી આદિ સ્ત્રી પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. અપવાદે-કોઈ જાતનો દોષ ન થાય તેમ હોય તો ઉપયોગપૂર્વક ભિક્ષા ગ્રહણ કરે. (૩) ગમન :- ભિક્ષા આપનાર, ભિક્ષા લેવા અંદર જાય તો તેની ઉપર નીચેની જમીન તથા આસપાસ પણ જોવું. જો તે જતાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિનો સંઘટ્ટો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ ન કરવી. કેમકે તેવી ભિક્ષા ગ્રહણ કરતાં સંયમ વિરાધના થાય અથવા આપનારને અંદરના ભાગમાં જતા કદાચ સર્પ આદિ કરડે, તો ગૃહસ્થાદિ મિથ્યાત્વ પામે. (૪) ગ્રહણ :- નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કમાડ વાસેલ હોય, ઘણાં માણસો આવ-જા કરતાં હોય, ગાડાં વગેરે આડાં પડેલા હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ ન કરવી. જો બરાબર ઉપયોગ રહી શકે તેમ હોય તો ભિક્ષા ગ્રહણ કરવી. (૫) આગમન :- ભિક્ષા લઈને આવતા ગૃહસ્થ, પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ ન કરવી. (૬) પ્રાપ્ત ઃ- આપનારનો હાથ કાચા પાણીવાળો છે કે કેમ? તે જોવું. આહાર આદિ સંસક્ત છે કે કેમ ? તે જોવું. ભાજન ભીનું છે કે કેમ ? ઈત્યાદિ જોવું. આવું હોય તો ભિક્ષા ગ્રહણ ન કરવી. - (૭) પરાવર્ત :- આહાર આદિ બીજા વાસણમાં નાંખે તો તે વાસણમાં સચિત્ત પાણી આદિ સંસક્ત હોય તો તે વાસણમાંનો આહાર ન લેવો. (૮) પતિત :- આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસવો. પિંડ યોગવાળો છે કે સ્વાભાવિક તે જોવું. જો યોગવાળો કે ભેળસેળ લાગે તો તોડીને તપાસવો. કદાચ તેમાં ઝેર ભેળવેલું હોય કે કંઈ કાર્મણ કરેલું હોય અથવા સુવર્ણ આદિ નાંખેલ હોય, કાંટા આદિ હોય તો સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. (૯) ગુરુક ઃ- મોટા પત્થર વગેરેથી ઢાંકેલું હોય, તે ખસેડવા જતાં ગૃહસ્થને કદાચ ઈજા થાય, આપવાનું ભાજન ઘણું મોટું હોય કે ભારે વજનદાર હોય, તે ઉપાડીને આપવા જતાં કદાચ હાથમાંથી પડી જાય, તો ગૃહસ્થ દાઝી જાય અથવા પગે ઈજા થાય, તેમાં રહેલ આહાર નીચે ઢોળાય તો છ કાય જીવની વિરાધના થાય. માટે તેવા મોટા કે ભારે ભાજનથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (૧૦) ત્રિવિધ :- કાળ ત્રણ પ્રકારે છે (૧) ગ્રીષ્મ, (૨) હેમંત, (3) વર્ષાકાળ આપનાર પણ ત્રણ પ્રકારે છે. (૧) સ્ત્રી, (૨) પુરુષ, (૩) નપુંસક. તે દરેકના પણ ત્રણ ભેદ છે – (૧) તરુણ, (૨) મધ્યમ, (૩) સ્થવિર.
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy