SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૬૪૯ થી ૬૯ ૨૨૫ -૧- પ્રમાણ :- ભિક્ષાર્થે ગૃહસ્થોના ઘેર બે વાર જવું - અકાળે ઘંડિલની શંકા થઈ હોય તો પાણી લેવા. ભિક્ષા વખતે આહારાદિ લેવા. ૨- કાળ :- જે ગામમાં ભિક્ષાનો જે કાળ હોય ત્યારે જવું. સમય પહેલાં જાય તો જ પ્રાંત હેક્ષવાળા ગૃહસ્યો હોય તો આ પ્રમાણે દોષો થાય :- (૧) જો તે સાધુનું દર્શન અમંગલ માનતો હોય તો સાધુને જોતાં જ પરાભવ કરે, નિંદે કે મારે, (૨) આ સાધુ માત્ર પેટભરા છે, અત્યારમાં નીકળી પડ્યા છે આદિ. (3) ભિક્ષા સમય પછી ગૌચરી જાય તો જો ગૃહસ્થ સરળ હોય તો ઘરમાં કહે કે હવેથી અમુક સમયે રસોઈ બનાવજો, આથી ઉદ્ગમાદિ દોષ થાય અથવા સાધુ માટે આહારાદિ રાખી મૂકે. (૪) ગૃહસ્થ પ્રાંત હોય તો નિંદા કરે કે, શું આ ભિક્ષાનો સમય છે ? ન સવારનો, ન બપોરનો. (૫) સમય સિવાય ભિક્ષાર્થે જતાં ઘણું કરવું પડે, તેથી શરીરને કલેશ થાય છે. (૬) આ રીતે ભિક્ષાના સમય પૂર્વે જતાં જો ભદ્રક હોય તો વહેલા આહારદિ કરાવશે, પ્રાંત હોય તો હીલનાદિ કરશે. •૩- આવશ્યક :- ઠલ્લા, મામાદિની શંકા દૂર કરીને ભિક્ષાર્થે જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં ‘આવસહિ' કહેતું. -૪- સંઘાક બે સાધુ સાથે ભિક્ષાર્થે જાય. એકલા જવામાં અનેક દોષોનો સંભવ છે. સ્ત્રીનો ઉપદ્રવ થાય કે કૂતરા, પ્રત્યનીકાદિથી ઉપઘાત થવાનો સંભવ રહે. o સાધુ એકલો ભિક્ષાર્થે જાય તેના કારણો :- (૧) હું લબ્ધિમાન છું માનીને જાય. (૨) ભિક્ષાર્થે જાય ત્યાં ધર્મકથા કરવા માંડે, તેથી બીજા સાધુ સાથે ન જાય. (3) માયાવી હોવાથી એકલો જાય. સારું સારું બહાર વાપરીને સામાન્ય ગૌચરી વસતિમાં લાવે. (૪) આળસુ-હોવાથી એકલો ગૌચરી લાવે. (૫) લુબ્ધ હોવાથી - બીજો સાધુ સાથે હોય તો વિગઈ આદિ માંગી ન શકે. (૬) નિધર્મી હોવાથી અષણીય ગ્રહણ કરવા એકલોજાય, (૩) દુકાળ-આદિ કારણે ભિક્ષા મેળવવા જુદા જુદા જાય. (૮) આભાધિષ્ઠિત - પોતાને જે મળે તે જ વાપરવા માટે. (૯) વઢકણો હોવાથી કોઈ સાથે ન જાય. -પ- ઉપકરણ :- ઉત્સથી સર્વે ઉપકરણો સાથે લઈને ભિક્ષાએ જાય. તો તેમ કરવા સમર્થ ન હોય તો પાત્રા, પલા, રજોહરણ, બે વરા અને દંડ સાથે લઈને ગૌચરીએ જાય. -૬- માત્રક :- પાત્રની સાથે બીજું માનક ભિક્ષાએ લઈ જાય. -- કાયોત્સર્ગ :- ઉપયોગ કરાવણિયનો આઠ શાસોચ્છવાસ કાયોત્સર્ગ કરીને આદેશ માંગે. “સંદિસહ’ આચાર્ય કહે ‘લાભ' સાધુ કહે ‘કહલેસુ” આચાર્ય કહે – “જહા ગહિયં પુર્વ સાહિ.' -૮- યોગ:- પછી કહે ‘આવસ્સિયાએ જસ્ટ જેગો' જે-જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ. અપવાદો કહે છે – (૧) આચાર્ય, ગ્લાન, બળ, તપસ્વી આદિ માટે બે થી વધુ વખત ગૌચરી જાય. ગયા પછી લઘુનીતિ-વડીનીતિ શંકા થાય તો યતનાપૂર્વક [35/15 ૨૨૬ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર ગૃહસ્થની રજા લઈને શંકા દૂર કરે. (૨) સાથે ગૌચરી ફરતાં સમય પહોંચે એમ ન હોય તો બંને જુદા જુદા થઈ જાય. (3) એકાકી ગૌચરી ગયા હોય અને કદાચ સ્ત્રી ભોગ માટે પ્રાર્થે તો તેને સમજાવે કે મૈથુન સેવનથી આત્મા નરકમાં જાય છે, ઈત્યાદિ. છતાં ન છોડે તો કહે કે – મારા મહાવતો ગુરુ પાસે મૂકીને આવું, આમ કહીને ઘરમાંથી નીકળી જાય. તો પણ ન જવા દે તો કહે કે - ઓરડામાં તારા વ્રતો મૂકી દઉં. પછી ઓરડામાં જઈ ગળે ફાંસો નાંખે. તે જોઈ ભયથી તે સ્ત્રીનો મોહોદય શમી જાય અને છોડી મૂકે. આમ કરવા છતાં ન શમે તો ગળે ફાંસો ખાઈને મરી જાય, પણ વ્રત ન ખંડે. (૫) કૂતરા, ગાય આદિની દાંડા વતી યતના કરે. (૫) પ્રત્યેનીકના ઘેર ન જવું. કદાચ પ્રવેશ થઈ જાય તો પણ ગમે તેમ કરી નીકળી જવું. મૂલ-૬૮૦ થી ૬૮૮ : • ભિક્ષા ગ્રહણ કરતી વેળા પાંચ મહાવ્રતની યતના :- (૧) ભિક્ષા ગ્રહણ કરતાં કોઈ જીવની વિરાધના ન થાય તેનો ઉપયોગ રાખવો. - (૨) - કોઈ નિમિત્તાદિ પૂછે તો ‘હું જાણતો નથી’ તેમ કહે. - (3) - હિરણ્ય, ધન આદિ રહેલ હોય ત્યાં ન જવું. - (૪) • ઉપર કહ્યા મુજબ બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરવું. - (૫) - ઉદ્ગમાદિ દોષોથી રહિત આહારદિની ગવેષણા કરવી. અશુદ્ધ સંસક્ત આહાર-પાણી આવી જય તો તુરંત પરઠવી દેવા. • મૂલ-૬૮૯ થી ૦૮ : o બીજા ગામ ગૌચરી જાય ત્યાં ભિક્ષાવેળા થઈ છે કે નહીં? તે કેવી રીતે અને કોને પૂછે ? તરણ, મધ્યમ, સ્થવિર આદિ ભેદથી પૂર્વે માર્ગ પૃચ્છામાં કહ્યું તેમ જયણાપૂર્વક પૂછે. ભિક્ષા વેળા થઈ ગઈ હોય તો પણ પંજીને ગામમાં પ્રવેશ કરે. ગામમાં એક સામાચારીવાળા સાધુ હોય તો ઉપકરણ બહાર મૂકી, અંદર જઈ, વંદન કરી, સ્થાપનાદિ મૂળો પૂછી ગૌચરી જાય, ભિન્ન સામાચારીવાળા સાધુ સામે મળે તો થોભનંદજ્ઞ કરે. છ જીવનિકાય રક્ષક સાધુ પણ જો અયતનાથી આહાર, વિહાર કરે કે પ્લેચ્છ, જુગુણિત, ચંડાલાદિ કુળમાંથી ભિક્ષા લે તો બોધિદુર્લભ કરે. નિષિદ્ધ સ્થાને વસતિ ન કરે. નિષિદ્ધ કુળથી ભિક્ષા ન લે. જે સાધુ જેમ મળે તેમ, જે મળે તે દોષિત આહાર, ઉપાધિ આદિ ગ્રહણ કરે છે, તે શ્રમણ ગુણથી રહિત થઈને સંસાર વધારે છે. જે પ્રવચનથી નિરપેક્ષ, આહારાદિમાં નિ:શક, લુબ્ધ અને મોહિત થાય છે, તેનો અનંત સંસાર શ્રી જિનેશ્વર ભગવંતે કહ્યો છે, માટે વિધિપૂર્વક નિદોંષ મહારાદિ ગવેષણા કરે. આ ગવેષણા બે ભેદે છે – (૧) દ્રવ્યથી (૨) ભાવથી. • મૂલ-૭૦૯ થી ૨૪ : દ્રવ્ય ગવેષણાનું દટાંત :- વસંતપુર નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામે સણી હતી. તેણીએ વિકસભામાં સુવર્ણની પીઠવાળું હરણ જોયું. તે સણી ગર્ભવતી
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy