SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ • ૪/ર૬, નિ - ૧૨૮૦ બનાવવાની યોજના ઘડી. પુલિન્દ્ર પ્રાયોગ્ય મણિ, અલકત અને કંકણો લઈને અટવીમાં ગયો. દાંત પ્રાપ્ત કર્યા. તૃણના ભારા મથે બાંધી ગાડું ભરીને લાવ્યો. નગરમાં પ્રવેશતા બળદે ઘાસના પુળા ખેંચ્યા. તેથી “ખ’ કરતાં દાંત પડી ગયા. નગર રક્ષકે જોઈને લઈ લીધો. રાજા પાસે લઈ ગયા. બાંધીને રાખ્યો. ધનમિત્ર વણિક તે સાંભળીને આવ્યો. રાજાના પગે પડીને વિનંતી કરી - આ હું લાવેલ છું. મિત્ર બોલે છે - હું આને જાણતો નથી. એ પ્રમાણે પરસ્પર કહેતા, રાજાએ સમ આપીને પૂછ્યું. અભયદાન આપ્યું. ત્યારે હકીકત જાણી, પૂજા કરી, બંનેને વિદાય આપી. આ પ્રમાણે આચાર્ય વડે નિર૫લાપ રહેવું. બીજું - એ કે બીજાના હાથમાં ભાજનકે કંઈક આપ્યું. માર્ગમાં પડી ગયું. બંને કહેવા લાગ્યા આ મારો દોષ છે. આ ‘નિર૫લાપ’ યોગ. ધે આપત્તિમાં દેટધર્મવ કરવું. એ પ્રમાણે યોગસંગ્રહ થાય છે. તે આપત્તિ દ્રભાદિ ચાર ભેદે છે, તેનું ઉદાહરણ – • નિયુક્તિ-૧૨૮૧-વિવેચન : ઉજ્જૈની નગરી હતી, ત્યાં વસુ વણિક હતો. તેણે ચંપા નગરી જવા માટે ઉદ્ઘોષણા કરાવી. જેમ “ધન્ય’એ કરાવેલી. ધર્મઘોષ શણગાર પણ સાથે ચાલ્યા. અટવી દૂર જતાં ભીલ આદિએ સાર્થને રોળી નાંખ્યો. બધાં આમ-તેમ ભાગ્યા. તે અણગાર બીજા લોકની સાથે અટવીમાં પ્રવેશ્યો. તેઓ મૂળ ખાતાં અને પાણી પીતા હતા. તે આહાર કરવો ન હોવાથી કોઈ શિલાલે ધર્મઘોષ અણગારે ભક્તપ્રત્યાખ્યાન કર્યું. દીનપણે સહન કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેઓ સિદ્ધ થયા. આ દેઢધર્મતાથી યોગ સંગ્રહ. આ દ્રવ્ય આપત્તિ, ફોગ આપત્તિ ક્ષેત્રનું ન હોવું, કાળ આપત્તિ તે ઉણોદરી, ભાવ આપત્તિ હવે કહે છે – • નિયુક્તિ-૧૨૮૨-વિવેચન : મથુરા નગરીમાં યમુન રાજા હતો. યમુનામાં છાવણી નાંખી. ત્યાં દેડ અણગાર આતાપના લેતા હતા. રાજાએ નીકળતા તેને જોયા. રોષથી રાજાએ તલવાર વડે તેમનું માથું કાપી નાંખ્યું. બીજા કહે છે બીજપુરથી માય. બધાં મનુષ્યોએ પત્થરનો ઢગલો કર્યો. કોપના ઉદયપતિ તેની આપત્તિ કરી. તે મુનિ કાળ પામી, સિદ્ધ થયા. દેવે મહિમા કર્યો. - શક પાલક વિમાનથી આવ્યો. તેને પણ રાજા પ્રત્યે ખેદ જમ્યો. વજ વડે ડરાવીને કહ્યું કે - જો તું દીક્ષા લે, તો જ તને છોડું. યમુન રાજાએ દીક્ષા લીધી. સ્થવિરો પાસે અભિગ્રહ લીધો - ભિક્ષા જતાં મને મારો અપરાધ કોઈ યાદ કરાવશે, તો હું જમીશ નહીં. જો અડધું ભોજન કરેલ હશે, તો બાકીનું તજી દઈશ. અહીં દંડ અણગારને દ્રવ્ય આપત્તિ કહેવાય અને યમુન રાજા માટે તે ભાવ આપત્તિ કહેવાય. આપતિમાં દેઢધર્મતા કહ્યું. ધે ‘અનિશ્રિતોપઘાન' કહે છે - નિશ્રારહિત તે અનિશ્રિત ઉપધાન એટલે આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તપ. તે અનિશ્રિત કQો. કોણે કર્યો ? તેનું દષ્ટાંત - • નિયુક્તિ-૧૨૮૩-વિવેચન : આર્ય સ્થૂલભદ્રને બે શિષ્યો થયા - આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ. મહાગિરિ આચાર્ય હતા. સુહસ્તિ ઉપાધ્યાય હતા. મહાગિરિએ સુહસ્તિને ગણ સોપીને, જિનકલ વિચ્છેદ હોવાથી ગચ્છપ્રતિબદ્ધ જિના પરિકર્મ કરે છે. આર્ય સુહસ્તિ વિચરતા પાટલીe ગયા. ત્યાં વસુભૂતિ શ્રેષ્ઠી. તેમની પાસે ધર્મ સાંભળી શ્રાવક થયો તેણે કોઈ દિવસે આર્ય સુહસ્તિને કહ્યું - ભગવ! મને સંસાર મરવાનો ઉપાય આપ્યો. મારો પરિવાર તેમાં જોડાતો નથી. આપ જ તેમને કંઈક કહો. સુહસ્તિ આર્યએ જઈને કહ્યો. ત્યાં મહાગિરિ પધાર્યા. તેમને જોઈને સુહસ્તિ આર્ય જલ્દી ઉભા થઈ ગયા. વસુભૂતિ શ્રાવકે તેમને પૂછ્યું કે – તમારે પણ બીજા આચાર્ય છે ? ત્યારે આર્ય સુહસ્તિએ તેમના ગુણનું સંકિર્તન કર્યું. પછી અણુવતો આપીને ગયા. વસુભૂતિને આવા મહાનું સાધુની ભક્ત વિશેષ કરવાનું કહ્યું. બીજે દિવસે આર્ય મહાગિરિ ભિક્ષાર્થે આવ્યા. તેણે અપૂર્વકરણ જોઈને દ્રવ્યાદિ ચિંતવના કરી. તે બધું જાણી ગયા. તે રીતે જ ભ્રમણ કરી નીકળી ગયા. તેમણે આર્ય સુહસ્તિને કહ્યું - હે આર્ય ! તમે અનેષણા કરી. બંનેએ વિદેશ પ્રયાણ કર્યું. ત્યાં જીવિત પ્રતિમાને વાંદીને આર્ય મહાગિરિ ઓડકાક્ષ ગયા. ગજાગ્રપદકવંદના કરી. એડકાક્ષ નામ કેમ થયું ? - ત્યાં પૂર્વે દશાણપુર નગર હતું. ત્યાં કોઈ શ્રાવિકા મિથ્યાર્દષ્ટિને પરણાવેલ. વિકાલે આવશ્યક અને પચ્ચકખાણ કરતી, તે મિથ્યાર્દષ્ટિ તેણીનો ઉપહાસ કરતો હતો. કોઈ દિવસે તે બોલ્યો - હું પણ પ્રત્યાખ્યાન કરું છું. - ૮ - દેવતાએ વિચાર્યું કે - આ શ્રાવિકાની ઉલ્કાજના કરે છે, હવે આને ઉપાલંભ આપું. તેની બહેન ત્યાં જ રહેતી હતી. તેણીના રૂપે સગિના પ્રહણક લઈને દેવી આવી. શ્રાવિકા તે પ્રત્યાખ્યાયક મિથ્યાર્દષ્ટિને રોક્યો કે હવે આહાર ન કરાય. તે ન માન્યો. દેવતાઓ તેને પ્રહાર કરી પાડી દીધો. તેની બંને આંખના ડોળા જમીન ઉપર પડી ગયા. શ્રાવિકા પોતાનો અપયશ થશે એમ વિચારી કાયોત્સર્ગમાં રહીં. અર્ધ રાખે દેવી આવી. દેવીએ કોઈ તુરંતના મરેલા એડકની આંખને મિથ્યાર્દષ્ટિને બેસાડી દીધી. બધી વાત જાણીને શ્રાવક થયો. લોકો કુતુહલથી તે એકાક્ષને જોવા આવતા. બીજા કહે છે આ એડકાક્ષ રાજા હતો. તેથી દશાર્ણપુરનું એકાક્ષ નામ થયું. ત્યાં ગજાગ્રપદ પર્વત હતો. તેની ઉત્પત્તિ કહે છે – દશાણપુરમાં દશાર્ણભદ્ર રાજ હતો. તેને ૫૦૦ રાણી હતી. તેણીના ચૌવન અને રૂપમાં તે આસક્ત હતો. તે કાળે ભગવત્ મહાવીર દશાર્ણકૂટ સમોસય. ત્યારે રાજા તેમના વંશનાર્થે જવા વિચારે છે કે – કોઈએ ન વાંધા હોય તેવું વંદન કરવું. તેના અધ્યવસાય જાણી શક આવ્યો. દશારાજા મોટી બદ્ધિથી નીકળ્યો, સર્વ ઋદ્ધિથી વાંધા. શક્ર પણ રાવણ હાથી ઉપર આવ્યો. હાથીના આઠ દાંત વિકુવ્ય. એકૈક દાંતમાં આઠ-આઠ વાવ કરી. એકૈક વાવમાં આઠ-આઠ કમળ, એકૈક
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy