SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ અe ૪/૨૬, નિ - ૧૨૩૪ થી ૧૨૭૮ અનિશ્રિત એટલે આલોક અને પરલોકની અપેક્ષા સહિત. (૫) શિક્ષા - પ્રશસ્ત યોગના સંગ્રહ માટે શિક્ષાની સેવા કરવી. તે બે ભેદે છે - ગ્રહણ અને આસેવન શિક્ષા. (૬) નિપ્રતિકર્મ- પ્રશસ્ત યોગ સંગ્રહને માટે નિપ્રતિકર્મ શરીરતા સેવવી જોઈએ. પણ નાગદતની માફક અન્યથા વર્તવું ન જોઈએ. (9) અજ્ઞાનતા- બીજા ન જાણે કેમ તપ કરવો જોઈએ. જેથી પ્રશસ્ત યોગ સંગ્રહ થાય. (૮) અલોભ - અલોભમાં યત્ન કરવો. (હવે “પ્રશસ્ત યોગ સંગ્રહ થાય” આ વાક્ય બધે જોડી દેવું.. (૯) તિતિક્ષા – તિતિક્ષા કરવી અથતિ પરીષહાદિનો જપ કરવો. (૧૦) આર્જવ - ઋજુભાવ, તે કર્તવ્ય છે. (૧૧) સુચિ - શુચિ વડે થવું અથવું સંયમવાળા થવું. (૧૨) સમ્યગૃષ્ટિ - અવિપરિત દૈષ્ટિ સળવી એટલે સમ્યક્ દર્શન શુદ્ધિ કરવી. (૩) સમાધિ - ચિત્તની સ્વસ્થતા રૂપ સમાધિ રાખવી. (૧૪) આયારોપણ - આચારયુક્ત થવું - માયા ન કરવી. (૧૫) વિનયોગ - વિનયવાળા ન થવું - માન ન કરવું. (૧૬) સંવેગ – સંવેગ ધરવો. (૧૭) ધૃતિમતિ- ધૃતિપ્રધાન મતિ કરવી. (૧૮) પ્રસિધિ- પ્રણિધિ ત્યાગ અથાત્ માયા ન કરવી. (૧૯) સુવિધિ- સભ્ય વિધિ કરવી. (૨૦) સંવર - સંવર કરવો. (૨૧) આત્મદોષ - નો ઉપસંહાર કરવો. (૨૨) સર્વકામ – થી વિરકતતા ભાવવી. (૨૩,૨૪) પ્રત્યાખ્યાન - મૂલગુણ અને ઉત્તરગુણના વિષયમાં પ્રત્યાખ્યાન કરવું, (૫) વ્યુત્સર્ગ - દ્રવ્ય, ભાવથી વિવિધ વ્યાણ. (૨૬) અપમાદ – પ્રમાદ ન કરવો. (૨૩) લવાલવ – કાલ ઉપલક્ષણ ક્ષણમાં સામાચારી અનુષ્ઠાન કરવું. (૨૮) ધ્યાન સંવર યોગ – કરવો જોઈએ. (૨૯) મારણાંતિક - વેદનાના ઉદયમાં કે મારણાંતિકમાં ક્ષોભ ન કરવો. (૩૦) સંગર પરિજ્ઞા - સંગની જ્ઞપરિજ્ઞા, પ્રત્યાખ્યાન પરિજ્ઞા ભાવથી પરિજ્ઞા કરવી. (૩૧) પ્રાયશ્ચિત્ત - કરવું. (૩૨) આરાધના – મરણકાળે આરાધના કરવી. હવે પહેલું દ્વાર કહેવા નિર્યુક્તિકાર જણાવે છે. • નિયુક્તિ-૧૨૭૯-વિવેચન : ઉજૈની નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા હતો. અતી બલવાનું અણમલ હતો. સોપાક નગરમાં પૃથ્વીપતિ રાજા અને સિંહગિરિ નામે મલ્લ વલ્લભ હતો. ઉજૈની નગરીમાં અટ્ટનમલ બધાં રાજ્યોમાં અજેય હતો. આ તરફ સમુદ્ર કિનારે સોપારક નગરમાં સિંહગિરિ રાજા, મલ્લોમાં જે જય પામે, તેને ઘણું દ્રવ્ય આપતો તે અને ત્યાં જઈને પ્રતિવર્ષ પતાકાને ગ્રહણ કરતો હતો. વિચારે છે કે આ બીજી સાચી આવીને પતાકા લઈ જાય છે. આ મારી અપભાજના છે. તેથી બીજે મલ શોધે છે. તેણે એક માચિકને ચરબી પીતો જોયો. તેની બલ પરીક્ષા કરી. જાણીને પોપ્યો. ફરી અન આવ્યો. સોપાકમાં માસ્પિકમલ વડે યુદ્ધમાં પરાજય પામ્યો. તે વિચારે છે કે આ મારી હાનિ અને આ તરણની વૃદ્ધિ છે. બીજા મલ્લની શોધ કરે છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ભૃગુકચ્છ હરિણિ ગામે દૂરિતકૂપિકામાં એક ખેડૂત જોયો. એક હાથે તે હળ વહેતો હતો, એક હાથે કપાસ ઉંચકતો હતો. તેને જોઈને ઉભો રહ્યો. આનો આહાર હું જોઉં. બળદ છય મુક્યા. તેની પત્ની ભોજન લઈને આવી. ચોખાનો ઘડો જોયો જમ્યો. સંજ્ઞાભૂમિ ગયો, ત્યાં પણ જુએ છે. વિકાસ થતાં તેના જ ઘેર વસતિ માંગી. આપી, રહો. તેને પૂછે છે - તારી આજીવિકા શું છે ? અને બધી વાત કરી. ખેડૂતની પત્નીને આશ્વાસિત કરી ખેડૂતને ઉજૈની લઈ ગયો. તેને વમન, વિરેચન કરાવી, પોપ્યો. યુદ્ધકળા શીખવી. ફરી મહોત્સવ કાળે અટ્ટન, તે ખેડૂતને લઈને પૂર્વવતુ આવ્યો. - પહેલા દિવસે કપસિમલ [ખેડૂત અને માચિક મલ્લ વચ્ચેના યુદ્ધમાં એકે હાર્યા નહીં. બીજે દિવસે ફરી લડાશે, એમ કહી રાજા ગયો આ બંને પણ પોતાના નિવાસે આવ્યા. અને કાયમલ્લને કહ્યું - હે પુત્ર! તારું દુ:ખ હોય તે કહે. અને તેનું નિવારણ કર્યું. માસ્મિક મલને ત્યાં પણ રાજાએ સંમર્દક મોકલ્યા. સમજાવે છે - હું તેના બાપ થી પણ બીતો નથી. તો આ બિચારો કાપસિમલ શું છે? બીજે દિવસે સમયુદ્ધ થયું. બીજે દિવસે પ્રહારથી આd માસિક વૈશાખે રહ્યો. અને કાપસને સૂચના કરી. તેણે ફલધિગ્રાહથી માચિકને મસ્તકથી પકડ્યો. પણ કુંડિકાનાલની જેમ એકાંતમાં પાડ્યો. સકાર પામી કાપસિમલ્લ ઉજજૈની ગયો. તે પાંચ પ્રકારના ભોગોનો ભાગી થયો. માચિક મૃત્યુ પામ્યો. એ પ્રમાણે જેમ પતાકા તેમ આરાધનાપતાકા. અનને સ્થાને આચાર્ય જાણે. મલ્લ જેવા “સાધુ” સમજવા. પ્રહારને અપરાધ. તે ગુરુ સામે આલોચે છે, તે નિઃશલ્ય નિર્વાણપતાકાને મૈલોક્યમયે હરણ કરે છે. આ પ્રમાણે આલોચના પ્રતિ યોગસંગ્રહ થાય છે. આ શિષ્યના ગુણો છે. નિર૫લાપ - જે બીજાને ન કહે - આવાની પ્રતિસેવના કરવી. અહીં આ ઉદાહરણ ગાથા કહી છે - નિયુક્તિ-૧૨૮૦-વિવેચન : દંતપુર નગરમાં દંતયક રાજા, સત્યવતી રાણી હતા. તેણીને મનોરથ થયા, કઈ રીતે દંતમય પ્રાસાદમાં હું રમણ કરું? રાજાને પૂછ્યું દંતનિમિતની રાજાએ ઘોષણા કરી, તેનું હું ઉચિત મૂલ્ય આપીશ. જે નહીં આપે તેનો રાજા શરીર નિગ્રહ કરશે. તે જ નગરમાં ધનમિત્ર વણિક્ હતો. તેને બે પની હતી, મોટી ઘનશ્રી અને નાની પડાશ્રી. જે તેને પ્રિયતર હતી. કોઈ દિવસે તે બે પત્નીમાં ઝઘડો થયો. ઘનશ્રીએ તેણીને કહ્યું - તું શેને ગર્વ કરે છે ? મારાથી તારી પાસે શું અધિક છે ? શું તારા માટે સત્યવતી જેવો પ્રાસાદ કરે છે ? પદ્મશ્રી બોલી - જો જે કરાવું છું કે નહીં? તેણી દ્વાર બંધ કરી બેસી ગઈ. વણિકે આવીને તેણીની પૃચ્છા કરી. દાસીએ કહેતા, વણિક પદાશ્રી પાસે ગયો. પ્રાસાદ માટે તેણી જીદ લઈને બેઠી. વણિકનો મિત્ર દેઢમિત્ર આવ્યો. તેને વણિકે બધી વાત કરી. ગુપ્તપણે પ્રાસાદ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy