SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય, ૪/૬ ર૬ ૨Ro આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (૧) આહાર ગુપ્ત થાય, અતિ માત્રામાં કે નિષ્પ ભોજન ન કરે અન્યથા બ્રહ્મચર્ય વિરાધક થાય આ પહેલી ભાવના. (૨) અવિભૂષિત આત્મા થાય - વિભૂષા ન કરે, એ બીજી ભાવના. (૩) સ્ત્રીને ન નીરખે, તેણીની ઈન્દ્રિય આદિ ન અવલોકે. (૪) આ આદિ સંમત વસતિને સેવે નહીં. (૫) અવગત તવવાળા મુનિ શુદ્ર કયા ન કરે. સ્ત્રીની કથા કે આ કથા ન કરે. અન્યથા બ્રહ્મચર્ય વિરાધક બને, આ પાંચમી ભાવના. - પાંચમાં વ્રતની ભાવના કહે છે – જે ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શને પામીને ગૃદ્ધિ કે પ્રસ્વેષને પ્રગટ ન કરે તે પંડિત. તે દાંત, વિરત, અકિંચન થાય છે, પાંચે પણ ભાવના કહી. આ રીતે પાંચ મહાવ્રતની ભાવનાઓ કહી. [અહીં' વૃત્તિકાર મહર્ષિ બાર ભાષ્યગાથા વડે પયીશ ભાવનાઓ ફરીથી જણાવે છે. પાંચ મહાવ્રતની આ પાંચ-પાંય ભાવનાઓનો અર્થ ઉપર સ્પષ્ટપણે જણાવેલ હોવાણી ફરી અમે ભાષ્યગાથાનો અર્થ અહીં નોધેલ નથી.] o હવે ૨૬-દશા, કલ્પ, વ્યવહારના ઉદ્દેશકાળ – આ ઉદ્દેશન કાળ અર્થાત્ મૃતોપચારને દર્શાવતા સંગ્રહણીકાર કહે છે - દશાશ્રુત સ્કંધના દશ-ઉદ્દેશા, કલાના છ ઉદ્દેશા અને વ્યવહાર સૂઝના દશ ઉદ્દેશા. બધાં મળી છવ્વીસ ઉદ્દેશા થાય છે. o હવે ૨૩-અણગાર ગુણોને કહે છે – સતાવીશ પ્રકારે અણગાર ચાસ્ત્રિ-સાધુના ગુણો હોવાથી તે વિષયમાં કે પ્રતિષેધ કરાયેલામાં જે અતિયાર થયેલ હોય, તેને હું પ્રતિકકું છું. આ ૨૩-ભેદોને જણાવતા કહે છે – અહીં સંગ્રહણીકારે જણાવેલ બે ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે - (૧) છ વ્રત - પ્રાણાતિપાત આદિની વિરતિરૂપ, અત્રિ ભોજન સુધીના વ્રતો. (૨) શ્રોત્ર આદિ પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ - ઈષ્ટ કે અનિષ્ટ શબ્દાદિમાં રાગ-દ્વેષને ન કસ્વો તે. (3) ભાવ સત્ય ભાવલિંગ, અંતર શુદ્ધિ. (૪) કરણ સત્ય બાહ્ય પ્રત્યુપેક્ષણા આદિ. (૫) ક્ષમા-ક્રોધ નિગ્રહ, (૬) વિરાગતા-લોભ નિગ્રહ, (9) મન આદિ નિરોધ - મન, વચન, કાયાના અકુશલ વ્યાપાર ન કરવો અને કુશળ વ્યાપારનો અનિરોધ. (૮) કાયષક - પૃથ્વી આદિ છ કાયોની સમ્યક્ અનુપાલનાથી અણગાર ગુણ થાય. (૯) યોગયુકતતા - સંયમ યોગ સહિતપણું, (૧૦) વેદના - શીત આદિરૂપને સહન કરવી. (૧૧) મારણાંતિક વેદનાને સહન કરવી - કલ્યાણ મિત્રની બુદ્ધિથી મારણાંતિક ઉપસર્ગોને સહેવા. આ રીતે ૬ + ૫ + ૨ + ૧ + ૧ + 3 + ૬ + ૧ + ૧ + ૧ એ. પ્રમાણે અણગારના ૨૭ ગુણો જાણવા. o અઢાવીશ આચાર પ્રકલા- કહે છે. આચાર એ જ આચારપ્રક૫, તેના ૨૩-ભેદો આ પ્રમાણે છે - (૧) શસ્ત્ર પરિજ્ઞા, (૨) લોકવિજય, (3) શીતોષ્ણીય, (૪) સમ્યકત્વ, (૫) આયંતિ, (૬) ધુત, (૩) મહાપરિજ્ઞા, (૮) વિમોક્ષ, (૯) ઉપધાન શ્રત, (૧૦) પિન્ડેષણા, (૧૧) શય્યા, (૧૨) ઈર્યા, (૧૩) ભાસજાત, (૧૪) વૌષણા, (૧૫) પાનૈષણા, (૧૬) અવગ્રહપ્રતિમા, (૧૩) સ્થાન, (૧૮) નૈધિકી, (૧૯) ઉચ્યાપ્રસવણ, (૨૦) શબ્દ, (૨૧) રૂ૫, (૨૨) પરક્રિયા, (૨૩) અન્યોન્ય ક્રિયા, (૨૪) ભાવના, (૫) વિમુક્તિ, (૨૬) ઉદ્ઘાત, (૨૭) અનુર્ઘાત, (૨૮) આરોપણા. આ છેલ્લા ત્રણ નિશીયના છે. આ અઠ્ઠાવીસને આચારપ્રકા કહે છે. o ૨૯-પાપકૃત પ્રસંગો વડે પાપના ઉપાદાન રૂ૫ શ્રુત તે પાપકૃત. તેના પ્રસંગો - તેની આસેવનારૂપ. આ પાપકૃતને દર્શાવતી બે ગાથા સંગ્રહણીકારે નોંધી છે. આ બંને ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે - આઠ નિમિત્તાંગ:- દિવ્ય-વ્યંતરાદિના અટ્ટહાસ્ય વિષયક, ઉત્પાત-સહજરુધિર વૃષ્ટિ આદિ. અંતરિક્ષ - ગ્રહભેદ આદિ. ભૌમ-ભૂમિના વિકાસ દર્શનથી અમને આમ થશે તે. અંગ-અંગ વિષયક, સ્વર, વ્યંજન-મસા આદિ. આ અંગ આદિના દર્શનથી તેના જાણકાર ભાવીના સુખ આદિને જાણે છે. આ દિવ્ય આદિ પ્રત્યેકના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક છે. એ રીતે આઠ અંગ x આ ત્રણ પ્રાદિ એટલે ૨૪-ભેદો થયા ગંધર્વ, નૃત્ય, વાસ્તુ, વૈધક, ધનુર્વેદ એ પાંચ. એ રીતે ૨૪ + ૫ થતાં કુલ ૨૯ પાપ ગ્રુતો કહ્યાં છે. અહીં વાસ્તુ એટલે વાસ્તુ વિધા સમજવું. o 3o-મોહનીય સ્થાનો કહે છે. સામાન્યથી એક પ્રકૃતિ કર્મ મોહનીય કહેલ છે આઠ કમમાં ચોથી કમી પ્રકૃતિ તે મોહનીય કહી છે. તેના સ્થાનો - નિમિત્ત, ભેદ કે પયય, તે મોહનીય સ્થાનો કહ્યા. અિહ સંગ્રહણીકારશ્રીએ પંદર ગાથા નોંૌલ છે. આ પંદર ગાથામાં ગીશ મોહનીય સ્થાનોના અને પ્રગટ કરેલ છે. અમે આ પંદર ગાથાની વ્યાખ્યાનો અનુવાદ કરીને ગીશ સ્થાનોને સ્પષ્ટ કરેલ છે. વિશેષ જિજ્ઞાસુઓ દશાશ્રુત સ્કંધ પણ જોઈ શકે છે - (૧) પાણીની મધ્યે તીવ મનથી - ભાવથી પગ વડે આક્રમીને પ્રસ પ્રાણની જે હિંસા કરે છે, તેને “મહામોહ ઉત્પાદન કરતા, સંક્ષિપ્ત યિતપણાથી ભdશત દુ:ખ વેદનીય એવા પોતે મહામોહને બાંધે છે.” - [અહીં અવતરણ ચિહમાં નોંધેલ વાક્ય બધે જ જોડવી (૨) મુખને હાથ વડે ઢાંકીને [દાબીને, ઉપલક્ષણથી કાન વગેરે પણ લેવા, એ પ્રમાણે ઘણાં દુ:ખને આપીને અત્યંત રડાવતા - ત્રાસ આપતા હિંસા કરે તો
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy