SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યઃ ૪/૨૬ ૨૧ ૨૧૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વદનથી રહેવું જોઈએ. (૧૬) રોગ - જવર, અતિસાર, કાસ, શ્વાસ આદિનો પ્રાદુર્ભાવ થાય તો પણ ગચ્છ બહાર જઈ ચિકિત્સામાં ન પ્રવર્તે. ગચ્છમાં વસતો અલપ-બહવ આલોચનાથી સમ્યફ સહન કરે. પ્રવચનમાં કહેલ વિધિથી પ્રતિકિયાને આચરે છે, એ રીતે રોગપરીષહ જય કરે. (૧૭) તૃણસ્પર્શ - પોલાણ રહિત ઘાસાદિથી પરિભોગની આજ્ઞા અપાઈ છે. તેમાં જેમને શયન અનુજ્ઞા નિષ્પન્ન છે, તે તેવા દર્ભને ભૂમિ ઉપર પાથરીને અથવા સંથારો, ઉત્તરપટ્ટો દર્ભની ઉપર રાખીને સુવે. પરંતુ તે કઠોર કુશ-દભદિ તૃણ સ્પર્શને સમ્યક્ સહન કરે. (૧૮) મલ - પરસેવા અને પાણીના સંપર્કથી કઠિન થયેલ જ્જને મેલ કહે છે. તે શરીરમાં સ્થિરતા પામીને ઉનાળામાં ઉણ સંતાપ જનિત ધર્મ-બફારો વગેરેથી દુર્ગાદિ વડે ઘણો ઉદ્વેગ પહોંચાડે છે. તેને દૂર કરવાની કદી અભિલાષા ન કરે. ' (૧૯) સકાર - ભોજન, પાન, વસ્ત્ર, પાનાદિનો બીજ તફથી લાભ અને પુરસ્કાર - સદ્ભુત ગુણનું કિર્તન, વંદન, અભ્યત્યાન, આસન પ્રદાનાદિ વ્યવહાર, તેમાં અસહકાર કે પુરસ્કારમાં દ્વેષ ન કરે. (૨૦) પ્રજ્ઞા • બુદ્ધિનો અતિશય. તે પામી ગઈ ન કરે. (૨૧) અજ્ઞાન - કર્મના વિપાકથી જન્મેલ અજ્ઞાન થકી ઉઠેગ ન કરે. (૨૨) અસમ્યકત્વ - સર્વ પાપ સ્થાનોથી વિરd, પ્રકૃષ્ટ તપ-અનુષ્ઠાયી અને નિઃસંગ છું હું, તો પણ ધર્મ-અધર્મ - આત્મ - દેવ - નાકાદિ ભાવો મેં જોયા નથી, તેથી આ બધું મૃષા છે. તે અસમ્યકત્વ પરીષહ. ત્યાં આમ આલોચના કરવી કે - ધર્મ-અધર્મ, પુન્ય-પાપ લક્ષણ જો કર્મરૂપ પુદગલાત્મક છે, તો તેમના કાર્ય દર્શન અનુમાનને સારી રીતે જાણવા. હવે ક્ષમા-ક્રોધાદિક ધર્મ - અધર્મ છે. તે સ્વાનુભવથી અને આત્મપરિણામરૂપથી પ્રત્યક્ષ છે. દેવો અત્યંત સુખાશક્તિથી અને મનુષ્યલોકમાં કાર્યના અભાવે દુષમાનુભાવથી જોવા મળતા નથી. નારકો તીવ્ર વેદનાથી પીડાઈ, પૂર્વકૃત કર્મોદયના નીગડ બંધનથી વશ થઈને અસ્વતંત્ર છે, તો કેમ આવે? એ પ્રમાણે આલોચના કરતા અસમ્યકત્વનો પરીષહજય થાય છે. o હવે ૨૩-સૂત્રકૃત અધ્યયનોથી થયેલા અતિચારોને હું પ્રતિકકું છું. તે આ પ્રમાણે છે - સોળ અધ્યયન પૂર્વે કહ્યા છે અને સાત અધ્યયન આ પ્રમાણે - પુંડરીક ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન ક્રિયા, આણગાર, આર્ક અને નાલંદા. o હવે ૨૪-દેવો વડે તે કહે છે - ભવનપતિ-દશ, વ્યંતર-આઠ, જ્યોતિક-પાંચ અને એક પ્રકારે વૈમાનિકોને ગણતા ચોવીશ દેવોને કહ્યા છે. તો કોઈ ચોવીશ અરહંતોને ચોવીશ દેવ કહે છે. • હવે-૫-ભાવનાઓ વડે. પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ મહાવ્રતના સંરક્ષણને માટે ભાવવામાં આવે છે, તે ભાવના. તે આ પ્રમાણે છે – [અહીં વૃત્તિકારશ્રીએ પાંચ ગાથાઓ આપેલ છે, પ્રોક ગાયામાં એક-એક મહાવતની પાંચ-પાંચ ભાવના બતાવી છે, એ રીતે - ૫ x ૫ = ૫ ભાવના થાય છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે - (૧) ઈર્યાસમિતિ - ઈર્યા એટલે ગમન, જવું. તેમાં સમિત - સમ્યક્ રહેલો હોય તે ઈયસિમિત. પહેલી ભાવના છે - ઈસમિતતા. કેમકે અસમિત હોય તે પ્રાણીની હિંસા કરે છે, તેથી સદા વત' સર્વકાળે ઉપયુક્ત થઈને રહે. (૨) અવલોકન કરીને પાન-ભોજન વાપરે. જોયા વગર ખાતા-પીતા જીવની હિંસા થાય. “અવલોક્ય ભોક્તવ્યમ્' એ બીજી ભાવના. એ પ્રમાણે અન્યત્ર પણ અક્ષરગમનિકા કરવી જોઈએ. (3) આદાન-નિક્ષેપ, પણ આદિનું ગ્રહણ કે મૂકવા. તેને સમ્યક્ પ્રકારે ન આદરનાર, પ્રાણીની હિંસા કરે છે, આ બીજી ભાવના. (૪,૫) સંયત - સાધુ સમાહિત થઈ સંયમમાં અદુષ્ટ મનથી પ્રવર્તે. કેમકે દુષ્ટ મનથી પ્રવર્તનાર પ્રાણીની હિંસા કરે છે, તે ચોથી ભાવના અને એ પ્રમાણે વચનમાં વિચારવું તે પાંચમી ભાવના. – પહેલા વ્રતની પાંચ ભાવના કહેવાઈ. – હવે બીજા વ્રતની પાંચ ભાવના કહે છે - (૧) હાસ્યના પરિત્યાગથી સત્ય, હાસ્યથી જુઠું પણ બોલે. માટે હાસ્ય પરતિષ્ણા એ પહેલી ભાવના. (૨) અનુવિચિંત્ય - વિચારીને બોલે, અન્યથા જુઠું પણ બોલાય. (૩ થી ૫) જે ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે છે, તે આવા પ્રકારે દીર્ધરણ - મોક્ષને સામીથી જોનાર થાય. તેથી મુનિએ આ રીતે સદા મૃષાનો ત્યાગ કરવો. ક્રોધાદિથી અસત્ય ભાષણ થાય એમ ત્રણે ભાવના ભાવવી. - બીજી વ્રત ભાવના કરી. - હવે બીજી વ્રતની પાંચ ભાવના કહે છે - (૧) અધિકૃત અવગ્રહ યાચનામાં પ્રવર્તવું, વિચારીને પ્રવર્તે નહીં તો અદત્તના ગ્રહણનો સંભવ રહે આ પહેલી ભાવના. (૨) તૃણાદિ અનુજ્ઞાપનામાં ચેષ્ટા કરે, એમ સાંભળીને પ્રતિગ્રહ દાતાની અનુજ્ઞા લે, અન્યથા અદત્ત ગ્રહણ થશે, એક બીજી ભાવના. (3) સદા ભિક્ષુ અવગ્રહ - સ્પષ્ટ મર્યાદા વડે અનુજ્ઞા પામીને રહે, અન્યથા અદત્તનો સંગ્રહ થશે. આ ત્રીજી ભાવના. (૪) ગુરુ કે બીજાની અનુજ્ઞા લઈને ભોજન-પાન કરે, અન્યથા અદત્ત ગ્રહણ કરશે, આ ચોથી ભાવના. (૫) સાધર્મિકોનો અવગ્રહ, સ્થાનાદિ યાચીને રહે, અન્યથા ત્રીજા વ્રતની વિરાધના થશે આ પાંચમી ભાવના. – હવે ચોથા વ્રતની ભાવના કહે છે –
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy