SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યક ૪/૨૩, પ્રા.નિ. ૧૯૭ ૧૯૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ જાતા અને અજાતા. • વિવેચન-૩ર : આહારના વિષયમાં જે પરિસ્થાપતિકી છે, તે બે પ્રકારે અનુક્રમે હોય છે – આ બે ભેદને દશવેિ છે – જે પરિત્યાગને યોગ્ય આહાર વિષયક છે તે જાતા. સુવિહિત! સાધુને માટેનું આમંત્રણ પૂર્વવત્ જાણવું. અજાતા - તેમાં અતિક્તિ નિરવધ આહાર પરિત્યાગ વિષયા પારિસ્થાપનિકા છે તે અજાતા કહેવાય છે. તેમાં ‘જાતા' પારિસ્થાપનિકા સ્વયં જ પ્રતિપાદન કરે છે - • પા.નિ.૭૩ : આઘા કર્મ, લોભયુક્ત, વિષકૃત કે આભિયોગિક ગ્રહણ કરેલ હોય, આને જાતા' આહાર કહ્યો, તે વિધિથી ત્યાગ કરવો. • વિવેચન-૭૩ :આધાકર્મ-પ્રસિદ્ધ છે, તે આધાકર્મમાં, લોભથી ગ્રહણ કરેલ હોય, વિષકૃત કરાયેલ હોય. વશીકરણને માટે મંગાદિથી સંસ્કારાયેલ આહાર લીધેલ હોય. આવા પ્રકારનો આહાર છે, તેમ કોઈપણ રીતે જાણે ત્યારે. આવા આધાકમદિ દોષથી “જાતા' પારિસ્થાનિકાનો દોષ થતાં તે પરિત્યાગને યોગ્ય આહાર વિષયા પારિસ્થાપતિકા કહી. તેને વિધિપૂર્વક વોસિરાવવો જોઈએ. અહીં વિધિ એટલે જિનેશ્વરે કહેલ અને વોસિરાવવું એટલે પરિત્યાગ અર્થ જાણવો. • પા.નિ.૩૪ - એકાંત, અનાપાત, અયિત્ત સ્થંડિત ભૂમિમાં, ગુરુના કહ્યા પછી, રાખ વડે આકમિત ત્રણ વખત શ્રાવણા કરી પરઠવે. • વિવેચન-૩૪ - એકાંતમાં, સ્ત્રી આદિ આપાત હિત સ્થાનમાં, અચિત-જીવરહિત એવા સ્પંડિલભૂમિ ભાગમાં, ગુરુ વડે કહેવાયેલા, આના દ્વારા અવિધિજ્ઞ વડે પરિસ્થાપન ન કરવું જોઈએ તેમ દર્શાવે છે. તે આહારને રાખમાં સંમિશ્ર કરીને [ચોળી દઈને સામાન્યથી ત્રણ વખત શ્રાવણા કરવી કે - “આ આહાર અમુક દોષથી દુષ્ટ છે, હવે હું તેનો પરિત્યાગ કરું છું.” વિશેષથી વિષમિશ્રિત અને આભિયોગિક - વશીકરણાદિવાળા આહારમાં આ વિધિ ઉપકારક છે, આધાકમદિમાં નહીં. તેને પ્રસંગથી અહીં જ આગળ હું કહીશ. એમ ગાથાર્થ કહ્યો. હવે અજાત પારિસ્થાપિનિકીને કહે છે - • પા.નિ.પ : આચાર્ય, ગ્લાન, પ્રાદુર્ણક, દુર્લભ અને સહસા લાભમાં આ જાતા પારિસ્થાપનિકા કહી છે, તે વિધિપૂર્વક વોસિરાવવી. • વિવેચન-૭૫ - આચાર્યના હોવાથી કંઈક અધિક ગ્રહણ કરેલ હોય, એ પ્રમાણે ગ્લાન કે પ્રાદુર્ણક • આવેલા સાધુના નિમિતે બે, કોઈ વિશિષ્ટ દ્રવ્ય દુર્લભ હોય અને બે, સહસાલાભ - વિશિષ્ટમાં કથંચિત લાભ થતાં કંઈક અતિરિક્ત - વધારે ગ્રહણ સંભવે છે. તેની જે પારિસ્થાપનિકા છે આ ‘અજાતા’ - દુષ્ટ આહારવિષયા પારિઠાપનિકા - પરિત્યાગવિષયા કહી છે. તેને વિધિપૂર્વક વોસિરાવવું ઈત્યાદિ પૂર્વવત્. - પા.નિ.૭૬ - એકાંત, અનાપાત, અચિત્ત સ્થંડિલભૂમિમાં ગુરુના આદેશથી અવલોકન કરી, ત્રણ પુંજ કરી, ત્રણ સ્થાને શ્રાવણ કરે. વિવેચન-૭૬ :- ગાથાના પૂર્વાદ્ધિની વ્યાખ્યા નિયુક્તિ-૩૪ મુજબ જાણવી. - આનો - પ્રકાશમાં ત્રણ પૂંજ કરે, તેથી જ મૂલગુણ દુષ્ટ એક અને ઉત્તરગુણ દુષ્ટ બીજો પ્રસંગ આવે. તથા ત્રણ સ્થાને શ્રાવણા પૂર્વવત્. આહાર પારિસ્થાનિકા પુરી થઈ. હવે નોઆહાર પારિસ્યાપતિકાનું પ્રતિપાદન કરે છે – • પા.નિ.-૩૭ - નોઆહારમાં જે આ પારિષ્ઠાપનિકી કહી, તે બે ભેદે અનુકમે કહી. હે સુવિહિતા તે ઉપકરણમાં અને નોઉપકરણમાં જાણ. • વિવેચન-૩૩ :ગાથા સુગમ છે. વિશેષ એ - નોઉપકરણ તે ગ્લેખ આદિ. • પા.નિ.-૩૮ : ઉપકરણની જે આ પારિષ્ઠાપનિકા છે તે અનુકમે બે ભેદે છે – હે સુવિહિતા તે જાતા અને અજાતા જાણ. • વિવેચન-૩૮ :ગાથા સ્વયં સિદ્ધ છે. વિશેષ એ – ઉપકરણ એટલે વસ્ત્રાદિ. • પ્રક્ષેપ ગાથા-૧ - જાતા-વત્ર અને પત્રમાં કહેવી. પગ અને વસ્ત્ર વંક (વાંકા) કરવા. અજાતા • વસ્ત્ર અને પગને ત્રાજુ સ્થાપવા. • વિવેચન-૧ : જાતા - વસ્ત્ર જો મૂલ ગુણાદિ દુષ્ટ હોય તો પાત્ર અને વઅને વંક-વક કરવા. અજાતામાં તેને ઋજુ સ્થાપવા. સિદ્ધાંત હું કહીશ. આ અન્યકઈંકી ગાથા છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy