SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૬૭ ૧૫ ૧૯૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ અથવા ચરિકા કે તે વર્ષની બ્રાહ્મણી વગેરે “અમને અયશ ન થાઓ” એમ વિચારી સંયત ઉપાશ્રયની નજીક સ્થાપે તેનાથી ઉલુહ થાય. અનુકંપાથી કોઈ દુકાળમાં બાળકરૂપને તજવાની ઈચ્છાથી વિચારે કે - આ ભગવંતો સત્વના હિતાર્થે રહેલાં છે. આમની વસતિમાં જો હું સંહ. તો આને ભોજન-પાન આપશે અથવા કોઈ શય્યાતર કે બીજાના ઘરમાં મૂકશે. તેથી સાધુના ઉપાશ્રયે રાખે. ભયથી કોઈક રંડા કે પતિ બહાર ગયો હોય તેવી સંહરે કે આની અનુકંપા કરશે એમ માને. ત્યારે શું વિધિ છે ? રોજેરોજ વસતિ વડીલ સાધુએ ચારે તરફથી ફરીને જોવી - વહેલી સવારે, સંધ્યાકાળે, મધ્યાહે અને અર્ધસત્રિમાં. જેથી આવા આવા દોષો ન લાગે. જો કોઈ આવીને છોડી જાય તો ફરિયાદ કરે કે- આ સ્ત્રી બાળકનો ત્યાગ કરીને નાસી ગઈ. તે જાણીને લોકો જતી એવી તેણીને પૂછશે. પછી તે લોકો જે જાણશે તેમ કરશે. પણ ન જોઈ હોય તો ? તો તે બાળકનો પાણી લેવાના માર્ગે અથવા જે પ્રદેશમાં જ્યાં લોકો જતાં હોય ત્યાં આગળ જઈને ઉભો રહે, પછી ત્યાં રાખીને અન્યતોમુખ કરીને પાછો ફરે, જેથી લોકો ને જાણે અથવા કોઈકની પ્રતિક્ષા કરતો રહે. જે રીતે તેને કાગડો, બીલાડો કે કુતરા મારી ન નાંખે. જ્યારે કોઈક જુએ ત્યારે તે ત્યાંથી સસ્કી જાય. આ રીતે સચિત સંમત મનુષ્ય પરિષ્ઠાપના કહી. હવે અચિત અસંયત મનુષ્યની પારિષ્ઠાપના કહે છે - • પા.નિ.૬૮ : કોઈ પ્રયfીક શરીરને ફેંકે જે વનીપકનું અયિત્ત શરીર હોય, તો કાળની ઉપેક્ષા કરીને વિવેકથી તેનો ત્યાગ કરવો. • વિવેચન-૬૮ : કોઈ પ્રયનીક - શુ કોઈ વનીક-ભીખારીના શરીરને ફેંકૈ કે જેથી આમની ઉaહણા થાય. તે વનીપક હોય કે ત્યાં આવીને મરી ગયો હોય અથવા કોઈએ તેને મારીને અહીં નિર્દોષ સ્થાન માનીને ત્યાગ કરેલ હોય. અથવા અવિરતિક મનુષ્ય વડે ઉદ્ગદ્ધ કરેલ હોય, તો ત્યાં તે પ્રમાણે જ બુમો પાડતો કહે છે – આ મરી ગયો છે. આ બાંધેલ સ્થિતિમાં મર્યો છે, તેનું નિવારણ કરો, તે મારિત આત્મા થશે. તેથી જોયા પછી સહેજ પણ સમય ન ગુમાવવો. - જો કોઈ ન હોય તો પડિલેહણ કરીને, જ્યાં કોઈનું નિવેશન ન હોય, ત્યાં ત્યાગ કરે કે ઉપેક્ષા કરે. જ્યારે પ્રદોષકાળ થાય ત્યારે નીકળે. લોકોનો સંચાર ત્યારે ન હોય તો વિવેક-ત્યાગ કરવો. જે રીતે અહીં આદેશની ઉપેક્ષા ન થાય તે પ્રમાણે જ ત્યાગ કરવો. અતિપ્રભાતે અપસાવાસ્કિની પ્રતિક્ષા કરીને પછી તેનો ત્યાગ કરવો. જો કોઈ ત્યાં ફરતું ન હોય તો. જો કોઈ ત્યાં ફરતું હોય, તો તેની ઉપર જ ફેંકે. આ પ્રમાણે વિપદાન - ત્યાગ કરવો જોઈએ. વિવેક એટલે જે તે ત્યાં ભાંડ-ઉપકરણ હોય તેનો ત્યાગ કરે. જો લોહી હોય તો ત્યાગ ન કરે. અચિત અસંયત મનુષ્યની પારિઠાપના કહી. હવે નોમનુષ્ય પારિષ્ઠાપનિકી કહે છે – • પા.નિ.૬૯ : નોમનુષ્યથી જે તે તિર્યય પારિષ્ઠાપનિકા છે, તે બે ભેદે છે. હે સુવિહિતા સચિત્ત અને અયિત્ત ભેદે જાણવી. • વિવેચન-૬૯ :સ્વાભાવિક સિદ્ધ છે. બંને પણ એક ગાથા વડે કહે છે – • પા.નિ.90 - ચોખાના પાણીમાં જલયર આદિ સચિત્ત હોય અથવા જળ-સ્થળ-આકાશમાં કાલગત ચિત્તનો ત્યાગ કરવો. • વિવેચન-90 - નોમનુષ્ય બે ભેદે છે – સચિવ અને અચિત. સચિત્ત - ચોખાના પાણીમાં ચોખાનું ધોવાણનું ગ્રહણ જેમ ઓઘનિર્યુક્તિમાં ત્યાં બૂડતાં એવા મત્સ્ય, દેડકી રહેલાં છે, તેને ગ્રહણ કરીને થોડાં પાણી વડે બહાર લઈ જવા. પાણીનો દેડકો જળ જોઈને જ ઉછળશે. મત્સ્યને પકડીને નાંખવો. આ ના ગ્રહણથી સંસ્કૃષ્ટ પાણી વડે કે ગોરસ કુંડમાં, કે તેલના ભાજનમાં વગેરે જાણવું. એ પ્રમાણે સચિત કહ્યા. અચિત - અનિમેષ કોઈ પક્ષી કે પ્રત્યુનીકે આણેલ હોય. સ્થલચર - ઉંદર, ગરોળી વગેરે. ખેચર - હંસ, કાગળ, મોર વગેરે. જ્યાં સદોષ હોય ત્યાં વિક-અકા સાગારિક પાસે જઈને રાવ-ફરિયાદ કરવી વગેરે વગેરે. જ્યાં નિર્દોષ હોય તો રુચે ત્યારે ત્યાગ કરે. બસ-પ્રાણની પારિઠપનિકા કહેવાઈ. હવેનો રસ-પ્રાણની પારિઠાપનિકી કહે છે – • પા.નિ.-૩૧ : નોત્રપાણ વડે જે આ પારિષ્ઠાપનિકા છે તે અનુક્રમે બે ભેદે કહેલી છે - હે સુવિહિતા આહારમાં અને નોઆહારમાં. • વિવેચન-૭૧ - આ ગાથા સુગમ જ છે. વિશેષ એ કે નોઆહાર તે ઉપકરણાદિ. • પા.નિ.ર :આહારમાં જે આ પારિષ્ઠાપનિકા છે, તે અનુકમે બે ભેદે છે – હે સુવિહિતા
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy