SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૰૪/૨૧, ધ્યાનશતક-૩૪ પરલોકને આશ્રીને આશાવાળો થાય. તેથી કહે છે – આલોક પરલોકની આશંસા રહિત હોય. '' શબ્દથી તેવા પ્રકારના ક્રોધાદિ રહિત. જે આવા પ્રકારનો વૈરાગ્યથી ભાવિત મનવાળો થાય, તે જ્ઞાનાદિ ઉપદ્રવથી રહિત થઈ ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે. વૈરાગ્ય ભાવના કહી. હવે દેશ દ્વારની વ્યાખ્યા કરે છે – ૧૪૩ . ગાથા-૩૫ - સાધુને હંમેશાં સ્ત્રી, પશુ, નપુંસક તથા કુશીલજનોથી રહિત સ્થાન જોઈએ અને ધ્યાનકાળે વિશેષથી નિર્જનસ્થાન જરૂરી છે. • વિવેચન-૩૫ : માત્ર ધ્યાનકાળે નહીં પણ સર્વકાળે સાધુને યુવતી આદિ રહિત સ્થાન હોવું જોઈએ. અહીં યુતિ શબ્દથી મનુષ્ય સ્ત્રી અને દેવી લેવી, પશુ શબ્દથી તિર્યંચ સ્ત્રી લેવી. નપુંસક શબ્દ જાણીતો છે. સ્મિત - નિંદિત શીલ જેનું છે તે કુશીલ - જુગારી આદિ. તપસ્વી સાધુને કે સાધ્વીને આવી શુદ્ધ વસતિ જોઈએ એ પ્રમાણે તીર્થંકર અને ગણધરોએ નિયમથી કહેલ છે. અન્યત્ર પ્રવચનમાં કહેલ દોષ સંભવે છે. વિશેષથી ધ્યાનકાળમાં અપરિણત યોગાદિથી અન્યત્ર ધ્યાનને આરાધવાનું અશક્ય છે. એ રીતે અહીં અપરિણત યોગાદિનું સ્થાન કહ્યું. હવે પરિણત યોગાદિને આશ્રીને વિશેષી કહે છે – • ગાથા-૩૬ : સ્થિર અને કૃતયોગી તથા ધ્યાનમાં સુનિશ્ચલમનવાળા મુનિને લોકોથી વ્યાપ્ત ગામમાં, શૂન્યસ્થાનમાં કે અરણ્યમાં કોઈ તફાવત નથી. • વિવેચન-૩૬ : સ્થિર - સંહનન અને ધૃતિ વડે બળવંત. ભૃતા - નિર્વર્તિત, અભ્યસ્ત. યોગ - જ્ઞાનાદિ ભાવના વ્યાપાર અથવા સત્ત્વ સૂત્ર તપ વગેરે જે જોડાયેલ છે તે કૃતયોગી. સ્થિર - ફરી ફરી કરવા વડે પરિચિત કરાયેલા યોગો જેના વડે છે તે. અથવા સારી રીતે અભ્યસ્ત યોગવાળા મુનિઓ, જીવાદિ પદાર્થને માને છે તે મુનિ - સાધુ. ધ્યાન અધિકૃત એવા ધર્મધ્યાનમાં અતિશય નિષ્પપ મનવાળા. ઉક્ત પ્રકારના સાધુને ધ્યાન માટે વસતિમાં, શૂન્યગૃહમાં કે અરણ્યમાં કોઈ ફેર પડતો નથી. તેમાં ગામ એટલે બુદ્ધિ આદિ ગુણો ગ્રસિત થાય છે તે અથવા કર આદિ લેવાય છે તે ગામ-સંનિવેશ તથા નગર, ખેડ, કર્બટાદિ પણ લેવા. જનાકુળ - ગામ કે ઉધાનાદિમાં બધે જ તુલ્ય ભાવત્વ અને પરિણતત્વથી તેમને કોઈ ભેદ નથી. . ગાથા-૩૭ - તેથી ધ્યાન કરનારાને જ્યાં મન, વચન, કાયાના યોગની સ્વસ્થતા રહે, એવું જીવ સંઘટ્ટાદિ વિરાધના રહિત સ્થાન લેવું. • વિવેચન-૩૭ : ઉક્ત ગાથામાં કહ્યા મુજબ ગ્રામાદિ સ્થાનોમાં જો સમાધિ રહેતી હોય તો, આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ક્યાં ? મન-વચન-કાય યોગમાં સ્વસ્થતા રહેવી. [શંકા] મનોયોગની સમાધિ પર્યાપ્ત છે વચન અને કાચ યોગની સમાધિની ત્યાં શી ઉપયોગીતા છે ? તેનાથી ધ્યાન થતું નથી. [સમાધાન] સમાધિ સુધી મનોયોગ ઉપકારક છે, ધ્યાન પણ તે રૂપ જ થાય છે. પણ કહ્યું છે કે – “મારે આવી વાણી બોલવી, આવી ન બોલવી'' એમ વિચારીને વાક્ય બોલનારને વાયિક ધ્યાન હોય છે તથા સુસમાહિત હાથ-પગને કારણે જયણાથી જે ક્રિયાનું કરવું. તે સાધુને કાયિક ધ્યાન થાય છે. (કેમકે) અહીં માત્ર સમાધિપણું જ ગ્રહણ કર્યુ નથી, પણ જીવોપઘાત રહિતપણું પણ લીધું છે. તેમાં જીવ-પૃથ્વી આદિનું સંઘટ્ટન આદિને તજીને. અહીં હિંસા શબ્દથી અસત્યાદિ બધાંનો ત્યાગ જાણવો. આ પાંચે આશ્રવો છોડીને ધ્યાન કરે તે ઉચિત છે. દેશદ્વાર પૂરુ થયું. હવે કાળ દ્વાર જણાવે છે – • ગાથા-૩૮ - ૧૪૪ કાળ પણ તે જ ધ્યાનોચિત છે, જેમાં યોગ સ્વસ્થતા ઉત્તમ મળે છે. પણ દિવસ કે રાત્રિ જ યોગ્ય વેળા છે. એવો નિયમ ધ્યાતાને નથી, તેમ તીર્થંકરાદિ કહેલ છે. • વિવેચન-૩૮ : કલન કે કલા સમૂહ તે કાળ. તે અઢીદ્વીપ - સમુદ્રમાં ચંદ્ર અને સૂર્યની ગતિ ક્રિયાથી ઉપલક્ષિત દિવસ આદિ જાણવા. કાળ પણ તેજ ધ્યાનોચિત છે, જે કાળમાં મનોયોગાદિ સ્વાસ્થ્ય પ્રધાનપણે પામે. પણ એવું નથી જ કે દિવસે અથવા રાત્રે જ નિયમથી ધ્યાન કરવાનું કહ્યું હોય. વેળા એટલે મુહૂર્ત આદિ, પૂર્વાણ કે પશ્ચિમાણ. કાળદ્વાર પૂરુ થયું. હવે આસન વિશેષાદિ દ્વાર કહે છે – . ગાથા-૩૯ * અભ્યાસ કરેલ જે કોઈ દેહાવસ્થા ધ્યાનને પીડા કરનારી ન બને, તે અવસ્થામાં ધ્યાન કરે. પછી તે બેઠા રહીને હોય, ઉભા રહીને હોય કે લાંબાટૂંકા સુતા રહીને હોય. • વિવેચન-૩૯ : અહીં જે કોઈ શરીરાવસ્થા ‘બેસવું’ આદિ રૂપે અભ્યસ્ત કે ઉચિત હોય, તેના વડે અનુષ્ઠાન કરતા અધિકૃત ધર્મધ્યાનમાં પીડાકારી થતું નથી, તે જ અવસ્થામાં [કઈ ?] કાયોત્સર્ગથી ઉભા રહે કે વીરાસનાદિ વડે બેસે કે દંડાયતાદિથી લાંબા-ટૂંકા રહીને ધ્યાન કરે. [પ્રશ્ન] આ દેશ, કાળ, આસનોના અનિયમ કેમ ? . ગાથા-૪૦ • બધાં દેશ, કાળ, ચેષ્ટામાં વર્તાતા રહીને પાપને શમાવીને અનેકવાર પ્રધાન કેવળજ્ઞાનાદિને પામ્યા છે. • વિવેચન-૪૦ ઃ સંપૂર્ણ દેશ, કાળ અને ચેષ્ટામાં શ્રેણૢ - દેહ અવસ્થામાં અવસ્થિત જે મુનિઓ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy