SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૦૪/૨૧, ધ્યાનશતક-૨૮,૨૯ ૧૪૧ • ગાથા-૨૮,૨૯ : માનની ભાવના, દેશ, કાળ, આસન વિશેષ, આલંબન, ક્રમ, દયાતવ્ય, ધ્યાતા, અનપેક્ષા, લેયા, લિંગ, ફળને જાણીને, મુનિ તેમાં ચિત્ત સ્થાપી ધર્મધ્યાન કરે, ત્યારબાદ શુક્લધ્યાન કરે. વિવેચન-૨૮,૨૯ - ભાવના - જ્ઞાનાદિની. જાણીને - શું? તદુચિત દેશ, તદ્ ઉચિત કાળ અને આસનવિશેષ, વાયનાદિ આલંબન, મનોતિરોધાદિ ક્રમ, ધ્યાનનો વિષય, અપમાદાદિ યુકત ધ્યાતા, પછી ધ્યાતોપરમ કાળ ભાવિની અનિત્યાદિ આલોચનારૂપ અનુપેક્ષા. શુદ્ધ વેશ્યા, શ્રદ્ધા આદિ લિંગ, દેવલોકાદિ ફળ, ‘ત્ર' શબ્દ પોતાના અનેક ભેદ દર્શાવવાનો છે. આટલું જાણીને મુનિ ધર્મધ્યાન કરે. ધર્મધ્યાનનો અભ્યાસ થયા પછી શુક્લધ્યાન કરે. આટલો સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ ગ્રંથકાર જ કહેશે. તેમાં પહેલો દ્વાઅવયવ પ્રતિપાદનાર્થે કહે છે – • ગાથા-૩૦ : ભાવનાનો પૂર્વે અભ્યાસ કરનાર ધ્યાનની યોગ્યતાને પામે ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ અને વૈરાગ્ય એમ નિયત છે. • વિવેચન-૩૦ : દયાનની પૂર્વે જેણે આસેવનરૂપ અભ્યાસ કરેલો છે તેને પૂર્વકૃતાભ્યાસ કર્યો છે. તે ભાવનાના વિષયમાં અભ્યાસ પછી અધિકૃત ધ્યાનના વિષયમાં યોગ્યતા - અનુરૂપતા પામે છે. તે ભાવના જ્ઞાનાદિથી નિયત છે. હવે જ્ઞાનભાવના સ્વરૂપ ગુણ દર્શન માટે કહે છે – • ગાથા-૩૧ - જ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ રાખે, તેનાથી મનોધારણ અને વિશુદ્ધિ કરે, [ભવ નિર્વેદ કેળવે] જ્ઞાનગુણથી સારને જાણે, પછી તે સુનિશ્ચલમતિવાળો ધ્યાન કરે. • વિવેચન-૩૧ : - શ્રુતજ્ઞાનમાં સદા આસેવના - પ્રવૃત્તિ કરે. મન-અંતઃ કરણની, ચિતની. ધારણ - અશુભ વ્યાપાર નિરોધથી અવસ્થાન. વિશુદ્ધિ - પ્રાર્થનું વિશોધન. ૨ શદથી ભવનિર્વેદ. એ પ્રમાણે જ્ઞાનથી જીવ-અજીવ આશ્રિત ગુણ અને તેના પર્યાયોને જાણીને, તેથી થતાં પરમાર્થને કહે છે. અથવા જ્ઞાનના માહાસ્યથી જેણે વિશ્વનો સાર જાણેલ છે, તેવો થાય. તેવો એ પછી ધ્યાવે - ચિંતવે. કેવો સાર જાણેલ છે, તેવો થાય. તેવો એ પછી ધ્યાવે - ચિંતવે. કેવો થઈને ? અતિશય નિશલ સમ્યજ્ઞાનથી અન્યથા પ્રવૃતિકંપથી રહિત બદ્ધિ જેની છે તેવો થઈને. [ધ્યાનિ કરે. જ્ઞાન ભાવના કહી, હવે દર્શન ભાવનાનું સ્વરૂપ કહે છે – • ગાથા-૩ર :શંકાદિ દોષરહિત, પશમ-સ્થિરિણાદિ ગુણસમૂહથી સંપન્ન, અસંમૂઢ ૧૪૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ મનવાળો થઈને, દર્શન શુદ્ધિથી ધ્યાનમાં સ્થિર થાય. • વિવેચન-૩ર : શંકાદિ દોષ સહિત - શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દૃષ્ટિની પ્રશંસા અને પર પાખંડ સંતવ, આનું સ્વરૂપ હું પ્રત્યાખ્યાન અધ્યયનમાં કહીશ. સમ્યકત્વના અતિયારરૂપ હોવાથી આ દોષો છે તેને છોડીને. ઉકત દોષરહિતત્વથી શું ? પ્રથમ ઐયદિ ગુણ સમૂહયુક્ત. - તેમાં પ્રકર્ષથી શ્રમ તે પ્રશ્રમ - ખેદ. તે સ્વ-પર સિદ્ધાંત તત્વના અધિગમરૂપ છે. ધૈર્ય એટલે જિનશાસનમાં નિકંપતા. આદિ શબ્દથી પ્રભાવના આદિ લેવા. કહે છે કે – દર્શન દીપકના પાંચ ગુણ છે – સ્વપર સિદ્ધાંતનું કૈશલ્ય, સ્થિરતા, જિનશાસનમાં પ્રભાવના, આયતન સેવા અને ભક્તિ અથવા પ્રશમ આદિ વડે, ઐયદિ વડે ગુણ ગણથી યુક્ત. તેમાં પ્રશમાદિ – પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકરૂપ. આવો તે અસંમૂઢમનવાળો અર્થાત્ બીજા તવમાં અક્ષાંતરિત થાય છે. ઉક્ત લક્ષણ દર્શન શુદ્ધિથી ધ્યાન કરે. દર્શન ભાવના કહી, હવે ચારિત્ર ભાવનાનું સ્વરૂપ કહે છે - • ગાથા-33 - ચાઢિ ભાવનાથી . નવા કર્મનું અગ્રહણ, જુના કમની નિર્જસ, શુભ કમનું ગ્રહણ થતાં સહેલાઈથી ધ્યાનને પામે છે. • વિવેચન-૩૩ : નવા કર્મો - સંયિત કે એકઠાં થઈ રહેલા જ્ઞાનાવરણાદિ કર્મોનું અણહણ - આદાન ન થવું તે, ચારિત્ર ભાવનાથી થાય છે. લાંબા કાળના એકઠા થયેલા કર્મોની નિર્જસ તથા શુષ - પુન્ય અર્થાત્ સાતા, સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભાયુનામ-ગોત્ર તેનું આદાન. કઈ રીતે? ચારિ ભાવનાથી, અયનથી ધ્યાનને પામે છે. ચા»િ ભાવના એટલે - ક્ષયોપશમ રૂપ, તેનો ભાવ તે ચા»િ. અહીં એવું કહે છે કે - આ કે પૂર્વના જન્મમાં સંચિત આઠ પ્રકારના કર્મોનો સંચયનો અપચય થતાં જે ચરણ ભાવ તે ચાસ્ત્રિ છે. તે સર્વ સાવધયોગની નિવૃતરૂપ કિયા છે. તેનો અભ્યાસ, તે ચારિ ભાવના કહેવાય. –– હવે વૈરાગ્યભાવના સ્વરૂપ કહે છે – ગાથા-૩૪ : વૈરાગ્ય ભાવનાથી ભાવિત મનવાળો જગતના સ્વભાવને સારી રીતે જાણનારો, નિસંગ, નિર્ભય અને આશારહિત બનીને ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે. • વિવેચન-૩૪ : અતીવ વિદિત એટલે જ્ઞાત, ચરાચર જગતના સ્વભાવને. કદાય આવો પણ, કર્મ પરિણતિવશ સંગવાળો થાય, તેથી નિઃસંગ કહ્યો. નિસંગ - વિષય જનિત સ્નેહસંગથી રહિત, આવો પણ કદાચ ભયવાળો થાય છે. તેથી કહે છે - “નિર્ભય’ એટલે લોકાદિ સાત ભયથી રહિત. દાચ આવો પણ વિશિષ્ટ પરિણતિના અભાવથી
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy