SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) આધ્ય૩, નિ - ૧૨૦૭ થી ૧૨૧૧ • નિર્યુક્તિ-૧૨૦૩ થી ૧૨૧૧-વિવેચન : ૧- અનાદર, સંભ્રમ સહિત વાંદે, ૨- સ્તબ્ધ - જાતિ આદિ મદયુક્ત થઈ વાંદે, 3- પ્રવિદ્ધ - વંદન દઈને તુરંત નાશી જાય, ૪- પરિપિડિત - અનેક વંદનથી વાંદે, આવર્ત કે વ્યંજનાભિલાપોને વ્યવચ્છિન્ન કરતો વાંદે, ૫- ટોલગતિ - તિડની જેમ ઉડતો વાંદે, ૬ અંકુશ • જોહરણને બે હાથમાં અંકુશવતું ગ્રહણ કરીને વાંદે, - કાયદાની જેમ રેંગતો વાંદે, ૮- માછલીની માફક જલ્દીથી એકને વાંદીને બીજા સાધુને બીજા પડખાથી પરાવર્તતો વાંદે. ૯ મનમાં દ્વેષ રાખી, વંધને કોઈક ગુણથી હીન માનતો અસૂયાપૂર્વક વાંદે, ૧૦વેદિકાબદ્ધ - જાનુ ઉપર બંને હાથ રાખી ઈત્યાદિ રીતે વાંદે, ૧૧- ભયથી વાંદે • ક્યાંક મને ગચ્છાદિથી બહાર ન કરી દે. ૧ ભજતો એવો વાંદે - જેથી તેના ભક્તો મને વાંદે. ૧૩- મૈત્રી નિમિતે • પ્રીતિને ઈચ્છતો વાંદે, ૧૪-ગાવ • ગૌરવ નિમિત્તે વાંદે, મને આ સામાચારી કુશલ જાણે. ૧૫- કારણ - જ્ઞાનાદિ સિવાયના કારણે વાંદે, જેમકે મને વસ્ત્રાદિ આપશે. ૧૬- તૈન્ય • બીજાથી પોતાને છુપાવીને વાંદે - ખેની મારી લઘુતા ન થઈ જાય. ૧- પ્રત્યનીક-હારાદિકાળે વાંદે, ૧૮- રુષ્ટ - ક્રોધથી ધમ-ધમતો થઈ વાંદે, ૧૯- તર્જિત - કોપ પણ ન કરે • કૃપા પણ ન કરે કાષ્ઠની માફક વંદન કરે, ૨૦- શેઠ - શઠતાથી વાંદે, ગ્લાનાદિનો વ્યપદેશ કરી સમ્યફ રીતે ન વાંદે, ૨૧- હીલિત - હે ગણી! વાયક: શું તમને વાંદુ, એમ હીલના કરી વાંદે. ૨૨- વિપલિ કુંચિત - અડધુ વાંદતા દેશાદિ કથા કરે, ૨૩- દષ્ટાદેટ કે તમસમાં રહી ન વાંદે, ૨૪- શૃંગમ્ - મસ્તકના એક દેશથી વાંદે. - ૨૫- કર-ટેક્ષ [Tax] માનીને વાંદે, નિર્જરાર્થ નહીં. ૨૬- મોચન - વંદન કરીશ તો જ છોડશે, એમ માનીને વાંદે, ૨૭- આલિષ્ટ અનાશ્લિષ્ટ આ રજોહરણ અને મસ્તક વડે થતી ચતુર્ભગી છે. તેમાં પહેલો ભંગ-રજોહરણને બે હાથે પકડીને મસ્તકે હાથ લગાડે તે સુંદર છે, બાકીના ત્રણે ભંગ સામાન્ય છે, ૨૮- વ્યંજનાભિલાપમાં સંપૂર્ણ આવશ્યકથી વાંદે, ૨૯- ઉત્તચૂડ-વંદન કરી પછી મોટા શબ્દોથી “મત્યણ વંદામિ" એમ બોલે. 30મૂક : અલાવાને ઉચ્ચાર્યા વિના વાંદે, ૩૧- ઢ8-મોટા શબ્દોથી ઉચ્ચારતો વાંદે. ૩૨- ચુર્ણ લી - ઉલ્કા માફક છેડેથી જોહરણ પકડીને ભમાડતો વાંદે. આ બત્રીશ દોષો છે, આના વડે પરિશુદ્ધ કૃતિકર્મ કરવું. જો આમાંના કોઈ દોષથી દુષ્ટ વંદન કરે તો તેના ફળને ન પામે. • નિયુક્તિ-૧૨૧૨-વિવેચન : કૃતિક-વંદનને કરતો પણ કૃતિકર્મ નિર્જરનો ભાગી ન થાય, જો તે બનીશ દોષમાંના કોઈપણ સાધુ સ્થાનને વિરાધે છે. દોષરહિત કૃતિકર્મકરણમાં ગુણોને દર્શાવતો કહે છે – • નિયુક્તિ-૧૨૧૩-વિવેચન : જે બનીશ દોષથી પરિશુદ્ધ કૃતિકર્મ ગુરુને પ્રયોજે છે, તે થોડાં કાળમાં જ નિવણને પામે છે, અથવા વિમાનવાસી થાય છે. શું દોષ પરિશુદ્ધ થઈ ચંદનરૂપ ગુણથી જલ્દી નિર્વાણ પામે ? તો કહે છે – • નિયુક્તિ-૧૨૧૪-વિવેચન : આવશ્યકમાં અવનતાદિમાં દોષ ત્યાગમાં જેમ જેમ પ્રયત્ન કરે, કંઈ હીન કે [3377 અધિક ન કરે, કેવો થઈને ? વિવિધ કરણ-મન, વચન, કાયામાં ઉપયુક્ત થઈને. તેમ તેમ તે વંદનકતને નિર્જરા અર્થાત્ કર્મક્ષય થાય છે. તેનાથી નિવણિની પ્રાપ્તિ થાય છે. - ૪ - દોષવિમુક્ત દ્વાર કહ્યું. હવે જીવન વિતે એ દ્વાર કહે છે. તેમાં વંદન કસ્વાના કારણો પ્રતિપાદન કરતા કહે છે – નિયુક્તિ-૧૨૧૫-વિવેચન :| વિનયોપચાર, માનનું ભંજન, ગુરુજનની પૂજા, તીર્થંકરાજ્ઞા, કૃતઘમરાધના અને અક્રિયા એ કારણો કહા. તેમાં (૧) વિનય એ જ ઉપચાર તે વિનયોપચાર. (૨) માનઅહંકારનો વિનાશ, તે માટે વંદન. (3) માનભગ્ન વડે ગુરુજનની પૂજા થાય, (૪) તીર્થકરની આજ્ઞાપાલન થાય, કેમકે ભગવંતે વિનયમૂલ ધર્મ ઉપદેશેલો છે, તે વંદનાદિ લક્ષણ જ વિનય છે. (૫) શ્રતધર્મની આરાધના થાય છે, કેમકે વંદન પૂર્વક શ્રુતનું ગ્રહણ થાય છે. (૬) અકિરિય • પરંપરાઓ અકિયા થાય છે. કેમકે અક્રિય ને સિદ્ધ છે. આ પણ પરંપરાએ વંદન લક્ષણ વિનયથી જ થાય છે પરમ ઠષિઓએ કહેલ છે - “ભગવનું ! તયારૂપ શ્રમણ કે માહણ વંદન કરતો કે પર્યાપાસના કરતો, તે વંદન રાને પપાસનાનું શું ફળ પામે ? ગૌતમાં શ્રવણ ફળને પામે, શ્રવણથી જ્ઞાનફળ થાય, જ્ઞાનથી વિજ્ઞાનફળ થાય, વિજ્ઞાનથી પચ્ચકખાણ ફળ થાય, તેનાથી સંયમરૂપ ફળ પામે. સંયમથી અનાશ્રવ ફલ પામે, આશ્રવથી તપ રૂ૫ ફળને પામે, એ રીતે અકિયાને પામીને પરંપરાએ સિદ્ધિગમનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. એ જ વાત વાયકમુખ્યએ પણ કહી છે - વિનયનું ફળ શુશ્રુષા છે, શુક્રૂષાનું ફળ શ્રુતજ્ઞાન છે, જ્ઞાનનું ફળ વિરતિ છે, વિતિનું ફળ આશ્રવ નિરોધ છે, આશ્રવના નિરોધથી સંવર થાય, સંવરથી તપોબળ, તપોબળથી નિર્જરા ફળ કહ્યું. તેનાથી ક્રિયા નિવૃત્તિ થાય, ક્રિયા નિવૃત્તિથી અયોગીત્વ પામે યોગના નિરોધથી ભવસંતતિનો ફાય થાય છે, ભવસંતતિનાં ક્ષયથી મોક્ષ થાય તેથી બધાં કલ્યાણનું ભાજન વિનય છે. • નિયુક્તિ-૧૨૧૬-વિવેચન : વિનય એ શાસનનું મૂળ છે, વિનીત સંયત થાય છે. આ વિનયથી મૂકાયેલાને ધર્મ કે તપ ક્યાંથી હોય ? –૦- જેના વડે જીવો શાસિત થાય તે શાસન-દ્વાદશાંગ, તેમાં વિનય મૂળ છે. કહ્યું છે - વૃક્ષામાં મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે, સ્કંધમાંથી પછી શાખા ઉગે છે. શાખાથી પ્રશાખા નીકળે છે, તેમાંથી પાંદડા, તેમાંથી પછી ફૂલ, ફળ અને સ ાદિ નીકળે છે. એ પ્રમાણે ધર્મનું મૂળ વિનય છે, તેનાથી મોક્ષ છે, જેનાથી કીર્તિ, કૃત આદિ પમરાય છે. આ વિનયોપચાર માટે કૃતિકમ કરાય છે, હવે વિનય એટલે શું ? • વિનયનો શબ્દાર્થ કહે છે - • નિર્યુક્તિ-૧૨૧૭-વિવેચન : જેનાથી આઠ પ્રકારના કર્મો નાશ પામે છે, જે ચાતુરંત મોક્ષાને માટે અને સંસારના વિનાશને માટે છે, તેને વિદ્વાનો વિનય કહે છે. વિનયનાન્ વિનય, સંસાર ક્ષીણ થવો અથવા સંસાર નષ્ટ થવો તે વિનય. જેમ વિનીતા ગાય-ધ્ધ વગરની કહેવાય. વિક વિતે દ્વાર દ્વાર પૂરું થયું. અવનત ઈત્યાદિ દ્વાર ગાથા કહી. હવે અહીં E:\Maharajsaheb\Adhayan-33\Book33
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy