SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૰ ૩, નિ૰ - ૧૨૦૦ (૧) પ્રતિષ ક્રમણ તે પ્રતિક્રમણ, અપરાધસ્થાનથી ખસીને ગુણ સ્થાનોમાં વર્તવું તે. તેમાં સામાન્યથી વંદન થાય છે. (૨) સ્વાધ્યાય - વાયનાદિમાં, (૩) કાયોત્સર્ગ - જે વિગઈના પરિભોગને માટે આયંબિલના વિસર્જનાર્થે કરાય છે. (૪) અપરાધ - ગુરુના વિનયના ઉલ્લંધન રૂપ, તેમાં વંદન કરીને ખમાવાય છે. પાક્ષિક વંદન પરાધમાં ગણાય છે. (૫) પ્રાધૂર્ણાંક - મોટા સાધુ આવે ત્યારે વંદન થાય છે. - ૪ - અહીં વિધિ આ છે – પ્રાચૂર્ણકો બે ભેદે છે. (૧) સાંભોગિક, (૨) અન્યસાંભોગિક. સાંભોગિક હોય તો આયાર્યને પૂછીને વાંદે છે, બીજાને વળી આયાર્યને વાંદીને, આજ્ઞા લઈને પછી મોહરહિત એવા યતિઓ વાંદે છે, કે વંદાવે છે. (૬) આલોચના - વિહાર અને અપરાધથી ભિન્ન એવી આલોયનામાં. (૩) સંવરણ - ભોજનનું પ્રત્યાખ્યાન અથવા નવકારશી પ્રત્યાખ્યાન કર્યા પછી પણ અજીર્ણાદિ કારણથી અભતાર્થે સંવરણ ગ્રહણ કરે તો, તેમાં વંદન થાય છે. (૮) ઉત્તમાર્થમાં - અનશન અને સંલેખનામાં વંદન. Еч આ પ્રમાણે સામાન્યથી નિયત-અનિયત વંદનના સ્થાનો બતાવ્યા. હવે નિયત વંદન સ્થાન સંખ્યા જણાવવાને કહે છે – • નિયુક્તિ-૧૨૦૧-વિવેચન : - ચાર પ્રતિક્રમણમાં કૃતિમાં ત્રણ થાય છે અપરાણમાં રોજ ચૌદ કૃતિકમાં થાય છે. સ્વાધ્યાયમાં, પૂર્વાણમાં અને સ્વાધ્યાયમાં પૂર્વાણમાં - રોજ સવારે. કઈ રીતે? ગુરુને પૂર્વ સંધ્યામાં વાંદીને આલોચના કરે તે એક. અભ્યસ્થિત થયા પછી જે ફરી ગુરુને વાંદે તે બીજું. અહીં વિધિ આ છે - પછી જઘન્યથી ત્રણ, મધ્યમથી પાંચ કે સાત અને ઉત્કૃષ્ટથી બધાંને વાંદવા જોઈએ. જો વ્યાકુળ કે વ્યાક્ષેપ હોય તો એક ન્યૂન યાવત્ ઘટતાં ઘટતાં ત્રણને અવશ્ય વાંદવા જોઈએ. એ પ્રમાણે દૈવસિકની વિધિ છે. પાક્ષિકમાં અવશ્ય પાંચને વાંદે, ચાતુર્માસ અને સંવત્સરીમાં સાત સાધુને અવશ્ય વાંદે, તેમને વાંદીને જે આયાર્યને આશ્રયણ માટે કરાય તે ત્રીજું વંદન, પ્રત્યાખ્યાન માટે કરાય તે ચોથું વંદન. સ્વાધ્યાયમાં ફરી વાંદીને પ્રસ્થાપિત થાય તે પહેલું, પ્રસ્થાપિત થઇ પ્રવેદન કરતાં બીજું, પછી ઉદ્દિષ્ટ અને સમુદ્દિષ્ટને ભણે છે, ઉદ્દેશ અને સમુદ્દેશના વંદનનો અહીં અંતર્ભાવ છે. પછી જો ચતુર્ભાગ શેષ પૌરુષી રહે ત્યારે પાત્રોની પ્રતિલેખના કરે છે. જો ભણવાની ઈચ્છા ન હોય તો વાંદે છે. જો ભણવાની ઈચ્છા હોય તો વાંધા વિના પાત્રા પડિલેહે છે. પડિલેહણ કરીને પછી ભણે છે, કાળ વેળાએ વાંદીને પ્રતિક્રમે છે. આ ત્રીજું. એ પ્રમાણે પૂર્વાણમાં સાત વંદના થયા. અપરાણે - સંધ્યામાં કે બપોર પછીના પણ સાત જ થાય. અનુજ્ઞા વંદનનો સ્વાધ્યાય વૃંદનમાં અંતર્ભાવ થાય છે. પ્રતિક્રમણના ચાર તો પ્રસિદ્ધ જ છે. એ પ્રમાણે આ ધ્રુવ એવા રોજ ચૌદ વંદન અભક્તાર્થીને થાય. બીજાને પ્રત્યાખ્યાન વંદન અધિક થાય છે. કતિકૃત્વા દ્વાર કહ્યું. વંદન આદિ પહેલી દ્વાર ગાથા કહી. હવે બીજી દ્વાર ગાથાની વ્યાખ્યા કરે છે તેમાં કેટલા અવનત'' ઈત્યાદિ – - (gr) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ નિયુક્તિ-૧૨૦૨/૧-વિવેચન : બે અવનત, યથાજાત-કૃતિકર્મ, દ્વાદશાવર્ત્ત. અવનત - ઉત્તમાંગ પ્રધાન પ્રણમન [મસ્તક નમાવવા દ્વારા] તેમાં પહેલું – પહેલી વારના કૃચ્છામિ માસમળો! વિક નાવળિજ્ઞા॰ નામે ‘છંદ' અનુજ્ઞાપના માટે અવનમે છે, બીજું - જ્યારે આવર્ત કરીને નીકળતો, કૃમિ ઈત્યાદિ સૂત્રથી ફરી ‘છંદ' અનુજ્ઞાપના માટે અવનમે છે. યથાજાત-શ્રમણત્વ આશ્રિત જન્મ. તેમાં રજોહરણ, મુહપત્તિ અને ચોલપટ્ટો માત્રથી શ્રમણ જન્મ થાય. જેમ યોનિથી હાથના સંપુટપૂર્વક નીકળે, એ પ્રમાણે જ વાંદે છે. તેનાથી અવ્યતિરિક્ત યથાજાત જ કહેવાય. એવું કૃતિકર્મ કરે. દ્વાદશાવર્ત - સૂત્રાભિધાનગર્ભ કાય વ્યાપાર વિશેષ જેમાં છે તે સંક્ષેપથી દ્વાદશાવત કહેવાય છે. અહીં પહેલાં પ્રવેશમાં છ આવો થાય છે. ગોળાવ થી નળનું આ મે સૂત્ર મધ્યે ગુરુ ચરણે રાખેલ હાથ અને શિર સ્થાપનારૂપ, બહાર નીકળીને, ફરી પ્રવેશીને પણ આ જ છ આવર્ત્ત થાય. Εξ આ અપાંતરાલ બે દ્વાર આધ દ્વારને ઉપલક્ષીને જાણવા. અવનત દ્વાર ગયા. હવે `તિ શિર' દ્વાર માટે ગાથાખંડ કહે છે. • નિયુક્તિ-૧૨૦૨/૨-વિવેચન : જેમાં ચાર શિરો નમન, ત્રણ ગુપ્ત, બે પ્રવેશ, એક નિષ્ક્રમણ છે. ચાર શિરો નમન આ રીતે – પહેલાં પ્રવેશમાં ખામણા કાળે શિષ્ય અને આચાર્ય બંનેના શિર અને ફરી નિષ્ક્રમણ કરીને પ્રવેશતા આ બે. ત્રણ ગુપ્તિ જેમાં છે તે – મનથી સમ્યક્ પ્રણિહિત, વયનથી અસ્ખલિત અક્ષરનું ઉચ્ચારણ, કાયા વડે આવર્તોને ન વિરોધતો વાંદે. બે પ્રવેશ પહેલાં અનુજ્ઞા લઈને પ્રવેશતો, બીજું નીકળીને ફરી પાછો પ્રવેશે તે. એક નિષ્ક્રમણ આવશ્યડીથી નીકળે તે. - આ પાંતરાલ ત્રણ દ્વારમાં ઋતિ શિ દ્વારથી ઉપલક્ષિત જાણવા. હવે કેટલા આવશ્યકોથી પરિશુદ્ધ છે, તે દ્વારાર્થ કહે છે - • નિયુક્તિ-૧૨૦૩,૧૨૦૪-વિવેચન અવનમન બે, યથાજાત, બાર આવર્તો, ચાર શિર, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ, એક નિષ્ક્રમણ એમ પચીશ આવશ્યકોથી પરિશુદ્ધ કૃતિકર્મ કરવું જોઈએ અન્યથા દ્રવ્યકૃતિકર્મ કહેવાય. કહ્યું છે – • નિયુક્તિ-૧૨૦૫-વિવેચન : કૃતિકર્મ-વંદનનો કરવા છતાં કૃતિકર્મનો નિર્જરાભાગી ન થાય. ક્યારે ? ઉક્ત પચીશ આવશ્યકમાંના કોઈ સ્થાનને વિરાધે તો. જેમ વિક્લ અનુષ્ઠાનવાળી વિધા ફળદાયી થતી નથી. એમ કૃતિકર્મ પણ નિર્જરા ફળદા થતું નથી. હવે અવિરાધના ગુણો દર્શાવે છે – • નિયુક્તિ-૧૨૦૬-વિવેચન : અવનતાદિ પચીશ આવશ્યકોથી શુદ્ધ - તેનાથી અવિકલ કૃતિકર્મ જે કોઈ કરે છે, કોને? આયાર્યાદિને કે અન્ય ગુણયુક્તોને, તે સ્વલ્પકાળમાં મોક્ષને અથવા વિમાન-દેવલોકને પામે છે. ઋતિ રોષ માં બીશ દોષ રહિત કહેવા, તે દોષ આ પ્રમાણે –
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy