SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩, નિ - ૧૦૮૩ થી ૧૦૯૧ ૬૫ કર્યા. તે તીર્થંકર કેવા વિશિષ્ટ છે ? જેમના વડે રજ અને મલ દૂર કરાયેલા છે, તેવા પ્રકારના, તેમાં બંધાતા કર્મ તે રજ કહેવાય છે અને પૂર્વે બાંધેલ કર્મ તે મલ કહેવાય છે અથવા બદ્ધ થાય તે રજ અને નિકાચિત થાય તે મલ અથવા ઈર્યાપય કર્મ તે રજ અને સાંપરાયિક કર્મ તે મલ કહેવાય. આવા સ્વરૂપના હોવાથી જરા અને મરણ પ્રકૃષ્ટ ક્ષીણ થયા છે તેવા. કેમકે તેના કારણોનો અભાવ છે. તેમાં ના - વયની હાનિ રૂપ, માળ - પ્રાણત્યાગરૂપ. ઉક્ત પ્રકારના ચોવીશે જિનવરો, અપિ શબ્દથી બીજા પણ જિનવરો લેવા. શ્રુત આદિ જિન પ્રધાન તે જિનવર, તે સામાન્ય કેવલી પણ હોય. તેથી કહે છે – તીર્થંકર. એ બધાં મારા ઉપર પ્રસાદ કરો. [શંકા] ક્ષીણક્લેશપણાથી તેઓ પૂજકોને પ્રસાદ - કૃપા દેનારા હોતા નથી, તેથી તે પૂજ્યો કલેશનો ક્ષય કરનારા ન થાય. જેઓ વસ્તુતઃ પ્રસાદ કરે છે, તેઓ નિંદાથી રોષ પણ અવશ્ય પામવાના છે. બધે જ અસમચિત છે તેઓ કઈ રીતે સર્વને હિત દેનારા થાય? તીર્થંકરો તો અહીં રાગ-દ્વેષના ક્ષયથી ત્રિલોકને જાણનાર, પોતામાં અને પરમાં તુલ્ય ચિત્તવાળા હોય છે તેથી સજ્જનો વડે સદા પૂજ્ય હોય છે. ઈત્યાદિ ઈત્યાદિ - X + X * [સમાધાન] જો કે તેઓ રાગાદિથી રહિત હોવાથી પ્રસાદ-કૃપા કરતા નથી, તો પણ તેમને ઉદ્દેશીને અચિંત્ય ચિંતામણિ સમાનને અંતઃકરણની શુદ્ધિથી સ્તવના કરનારને અભિલષિત ફળની પ્રાપ્તિ થાય છે. • સૂત્ર : કીર્તિત, વંદિત, પૂજિત એવા જે લોક મધ્યે ઉત્તમ સિદ્ધો છે, તેઓ આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમસમાધિ આપો. • વિવેચન-૮ : સૂત્ર વ્યાખ્યા - તિતા - સ્વ નામપૂર્વક કહેવાયેલા, મંવિતા - ત્રિવિધ યોગથી સમ્યક્ રીતે સ્તવેલા, મમિ એટલે મયા - મારા વડે અથવા મહિતા - પુષ્પ આદિ વડે પૂજિત. એવા કોણ ? તે કહે છે ઃ- નોવ્ઝ - પ્રાણિલોક, કત્તમ - મિથ્યાત્વ આદિ કર્મ મલ કલંકના અભાવથી પ્રધાન, અથવા અંધકારથી ઉપર ઉઠેલા એવા તે ઉત્તમ. સિદ્ધ-કર્મ બીજને હણી નાંખેલા અથવા કૃતકૃત્ય થયેલા (એવા સિદ્ધો, શું આપો ?) અરોગનો ભાવ તે આરોગ્ય - સિદ્ધત્વ, તેને માટે બોધિલાભ - ભાવિમાં જિનધર્મની પ્રાપ્તિને બોધિલાભ કહે છે તે નિદાન રહિત કરતા મોક્ષને માટે જ પ્રશસ્ય થાય છે. તેથી કહે છે – સમાધિ. સમાધિ દ્રવ્ય અને ભાવ બે ભેદથી છે. તેમાં દ્રવ્યસમાધિ જે જેમને ઉપયોગ વડે સ્વાસ્થ્ય થાય છે. ભાવ સમાધિ - જ્ઞાનાદિ સમાધાન જ, તેના ઉપયોગથી પરમ સ્વાસ્થ્ય યોગ થાય. તેથી અહીં દ્રવ્ય સમાધિના વ્યવછંદને માટે કહે છે – વર એટલે પ્રધાન અર્થાત્ ભાવસમાધિ. ભાવસમાધિ પણ તાતમ્ય ભેદથી અનેક પ્રકારે છે. તેથી કહે છે उत्तम એટલે સર્વોત્કૃષ્ટ શું તેમનામાં [સિદ્ધોમાં] પ્રદાનનું સામર્થ્ય છે ? ના, તો પછી શા માટે 33/5 (ce) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ ૬૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આ પ્રમાણે “આપો' એમ કહ્યું ? ભક્તિ બુદ્ધિથી. આ અસત્યામૃષા ભાષા છે. તે ભક્તિથી સ્વયં જ તેની પ્રાપ્તિ થાય છે. બે ગાથાની વ્યાખ્યાથી થોડે અંશે કરી. હવે સૂત્રસ્પર્થિક નિર્યુક્તિ કહીએ છીએ. તેમાં સ્તવ અને કીર્તનના એકાર્થિક કહે છે– • નિયુક્તિ-૧૦૯૨-વિવેચન : સ્તુતિ, સ્તવન, વંદન, નમસ્કરણ આ એકાર્થિક શબ્દો છે. તથા કીર્તન, પ્રશંસન, વિનય અને પ્રણામ એકાર્થક છે. હવે જે 'ઉત્તમા' શબ્દ કહ્યો, તેની વ્યાખ્યા કરે છે – • નિયુક્તિ-૧૦૯૩-વિવેચન મિથ્યાત્વ મોહનીય, જ્ઞાનાવરણ, ચાસ્ત્રિમોહ આ ત્રણ પ્રકારના અંધકારથી મુક્ત થયેલા છે, તેથી તે ઉત્તમ કહેવાય છે. - x - અહીં મિથ્યાત્વ મોહનીયના ગ્રહણથી દર્શન સપ્તક ગ્રહણ થાય છે, તેમાં ચાર અનંતાનુબંધી કષાયો તથા મિથ્યાત્વમોહનીયાદિ ત્રણ લેવા. જ્ઞાનાવરણમાં મતિજ્ઞાનાદિ આવરણ ભેદથી પાંચ ભેદે લેવા. ચારિત્ર મોહનીયના વળી-૨૧-ભેદો લેવા. તેમાં અનંતાનુબંધી સિવાયના બાર કષાયો તથા નવ નોકષાય લેવા. આના દ્વારા જ ત્રણ ભેદે અંધકાર લીધો. તેનાથી પ્રબળપણે મુક્ત અર્થાત્ પૃથભૂત થયેલા. તેથી તે ભગવંતો ઉત્તમ કહેવાય છે. તમોવૃત્તિથી ઉપર ઉઠેલા. હવે 'આરોગ્ય બોધિલાભ' ઈત્યાદિ કહે છે – • નિયુક્તિ-૧૦૯૪-વિવેચન : - “આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ શ્રેષ્ઠ સમાધિ મને આપો' - શું આ નિયાણું છે ? આ વિભાસા કરવી જોઈએ. - ૪ - ગાથાનો પૂર્વાદ્ધ પૂર્વે કહેલ જ છે. f - પ્રશ્નમાં છે, મૈં - વિતર્કમાં છે, દુ - તેના સમર્થનમાં છે. શું આ નિદાન છે? જે “આરોગ્યાદિ આપો" એમ કહ્યું. સૂત્રમાં તો નિષેધ છે. ના, તેમ નથી. વ્યર્થ ઉચ્ચારણ જ છે. ગુરુ કહે છે. વિભાષા એટલે વિષયવિભાગ વ્યવસ્થાપનાથી વ્યાખ્યા કરવી. અહીં આ ભાવના છે - આ નિદાન નથી, કેમકે કર્મબંધના હેતુનો અભાવ છે. કહ્યું છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધ હેતુઓ છે. પરંતુ મોક્ષની પ્રાર્થનામાં આમાંથી એક પણનો સંભવ નથી. તેનું ઉચ્ચારણ વ્યર્થ પણ નથી. તે અંતઃકરણ શુદ્ધિથી ઉંચ્ચારેલ છે. [શંકા] જો આ અહીં નિયાણુ નથી, તો પણ દુષ્ટ જ છે. કઈ રીતે ? અહીં સ્તુતિ વડે આરોગ્યાદિને દેનારા થાય કે નહીં? જો આધ પક્ષ લો તો તેમના રાગાદિપણાનો પ્રસંગ આવે, જો ચરમ - તો આરોગ્યાદિ પ્રદાન રહિત છે, તે જાણવા છતાં પ્રાર્થનામાં મૃષાવાદ દોષ પ્રસંગ છે ના, આ પ્રાર્થનામાં મૃષાવાદનો યોગ નથી. તે માટે કહે છે – • નિયુક્તિ-૧૦૯૫-વિવેચન : માત્ર ભક્તિથી આ અસત્યામૃષા ભાષા બોલાય છે. ખરેખર તો જેમના રાગ-દ્વેષ ક્ષય પામ્યા છે, તે સમાધિ અને બોધિ આપતા જ નથી. - X - આ અસત્યામા ભાષા વર્તે છે, તે આમંત્રણી આદિ ભેદથી અનેક પ્રકારે છે, કહ્યું છે કે – આમંત્રણી, આજ્ઞાપની, યાયની, પ્રચ્છની અને પ્રજ્ઞાપની આદિ ભાષા અનુવર્તે છે. - ૪ - ૪ - તેમાં અહીં ‘ચાયના’ અધિકાર છે. કેમકે અહીં કહ્યું છે કે – “આરોગ્ય, બોધિલાભાદિ” મને આપો. રાગાદિ રહિતપણાથી આરોગ્યાદિ દેવામાં અસમર્થ છે, પછી આ યાયનાથી શું થાય? તમારું કહેવું સત્ય છે. પણ આ ભક્તિથી બોલાયેલ છે, અન્યથા રાગદ્વેષ ક્ષીણ -
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy