SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ ભાગ-૩૩ ૪૦ આવશ્યક-મૂલસૂત્ર 3 અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન ૧૭ આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે ‘આવશ્યક’ નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં આવય એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને ‘આવશ્ય’' નામે જ ઓળખે છે. આ આગમમાં છ અધ્યયનો છે. મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે, માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે. પરંતુ તેની નિયુક્તિની સંખ્યા-૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિંભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ મોટું થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, બૃહત્ ભાષ્ય, ઈત્યાદિ વિવરણો સાથે રાખવામાં આવે તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તૃત થઈ જાય. મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચક્ખાણ એ છ વિષયો છે. પણ નિયુક્તિ સાથે ચૂર્ણિ અને વૃત્તિને લઈએ તો જૈન વાડ્મય બની જાય તેટલા વિષયો અને કથા-દૃષ્ટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીસ્રોત બની રહે છે. અહીં અમે અનુવાદમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હાભિદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાષ્યાદિ પણ જોઈ લેવા યોગ્ય જ છે. તેમાં ઘણું તાત્ત્વિક ઉંડાણ સમાવાયું છે. અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેર્યા છે, તો ક્યાંક વ્યાકરણાદિ છોડેલ પણ છે. કથા-દૃષ્ટાંતો પણ ક્યાંક વાક્યમૂર્તિ આદિથી લંબાયા છે, તો ક્યાંક સંક્ષેપ પણ કર્યો છે. અમે આ આગમને નિર્યુક્તિના આધારે ચાર વિભાગમાં વહેંરચેલ છે. જેમાં પહેલા બે ભાગોમાં ૧ થી ૧૦૦૫ નિર્યુક્તિ અને વિવેચન કર્યા છે. આ ભાગમાં નિર્યુક્તિ-૧૦૦૬ થી ૧૨૭૩ને સમાવેલ છે. આ ત્રીજા ભાગમાં અધ્યયન ૧ થી ૩ સંપૂર્ણ અને પ્રતિક્રમણ અધ્યયનમાં સિદ્ધોના ૩૧-ગુણો સુધીના સૂત્રોનું વિવેચન કરેલ છે. 33/2 6 (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ ૧૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ૐ આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ — x — x — x — x — x — x — x — x — x — (૧) આ પૂર્વે ભાગ-૧ અને ભાગ-૨માં થઈને ૧ થી ૧૦૦૫ નિયુક્તિ અને તેનું વિવેચન સમાવેલ છે. આ ભાગ-૩-માં નિયુક્તિ-૧૦૦૬ થી ૧૨૭૩ એમ કુલ-૨૬૮ નિયુક્તિનો સમાવેશ છે. ભાગ-૨ માં “નમસ્કાર મંત્ર એક જ મૂળસૂત્ર આવેલ હતું. વાસ્તવિક રીતે અધ્યયન-૧-“સામાયિકનો આરંભ આ ત્રીજા ભાગમાં છે. આ ભાગ-૩-માં મૂળસૂત્રો-૧ થી ૨૬ [અધુરુ] નો અમે સમાવેશ કરેલ છે. જેમાં ત્રણ અધ્યયનોમાં મૂળસૂત્ર ૧ થી ૧૦ પુરા છે “પ્રતિક્રમણ” નામે ચોથું અધત્વ છે, જેમાં સુત્રો-૧૧ થી ૩૬ છે. તેમાંથી અને સૂત્ર-૨૬ સુધી આ ભાગમાં લીધા છે. તે ૨૬માં પણ “બીશયોગસંગ્રહ" ભાગ-૪-માં લીધેલ છે. (૨) [ભાગ-૧ અને ૨ માં અમે નિયુક્તિ અને તેનું વિવેચન એવા બે અલગ ભાગ પાડેલા. આ ભાગમાં નિયુક્તિ અને વિવેચન બંને સાથે જ લીધેલ છે, અલગ-અલગ વિભાગ કરેલાં નથી.] (૩) વાંચતી વખતે ઓળખવું સહેલું પડે માટે મૂળસૂમો ઈટાલિક બોલ્ડમાં સૂત્રનું વિવેચન નોર્મલ ટાઈપમાં અને નિયુક્તિ અને ભથ્ય તથા તે બંનેના વિવેચનને સેમી બોલ્ડમાં કમ્પોઝ કરાવેલ છે. • નમસ્કાર નિયુક્તિ... ભાગ-૨-થી ચાલુ ઃ હવે આક્ષેપદ્વારનો અવયવાર્થ પ્રગટ કરતા કહે છે – • નિયુક્તિ-૧૦૦૬ + વિવેચન : આક્ષેપ-આ નમસ્કારમાં સંક્ષેપ નથી અને વિસ્તાર પણ નથી. સંક્ષેપ બે છે સિદ્ધ અને સાધુ, વિસ્તાર અનેક પ્રકારે છે, તેમાં પાંચ ભેદ યુક્ત નથી. આ પાંચ અંશક પાઠ તે અપપાઠ છે, - X - તેમાં સંક્ષેપવત્ તે સામાયિક સૂત્ર છે, વિસ્તારથી ચૌદ પૂર્વી છે. જ્યારે પંચ નમસ્કાર સૂત્ર ઉભયાતીત છે. તેથી આ સંક્ષેપ પણ નથી અને વિસ્તાર પણ નથી. કેમકે જો આ સંક્ષેપ હોત તો તેમાં બે ભેદે જ નમસ્કાર કહેવાત. સિદ્ધને અને સાધુને. કઈ રીતે ? સિદ્ધ શબ્દથી અહંતાદિ પરિનિવૃત્ત છે, માટે ફક્ત સંસારીનું જ સાધુ શબ્દથી ગ્રહણ થાય છે. - ૪ - ૪ - તેથી સિદ્ધ અને સાધુના નમસ્કારથી બાકીનાનો નમસ્કાર થઈ જ જાય છે. જો આનો વિસ્તાર કરીએ તો, તે પણ અસુંદર થશે. કેમકે વિસ્તાર કરવાથી અનેક ભેદ પ્રાપ્ત થાય છે. તે આ રીતે - ઋષભ, અજિત, સંભવ આદિ ચોવીશ અરહંતોને નમસ્કાર, સિદ્ધનો વિસ્તાર કરતા - અનંતર સિદ્ધોને, પરંપર સિદ્ધોને, પ્રથમ સમય સિદ્ધોને ઈત્યાદિ અનંતનો વિસ્તાર થાય. આ રીતે બંને પક્ષને સ્વીકારતા પંચ પ્રકારો યોજી શકાય નહીં. આ રીતે આક્ષેપદ્વાર કહ્યું. હવે પ્રસિદ્ધિદ્વારનો અવયવાર્થ કહે છે તેમાં *સંક્ષેપ'ની યોગ્યાયોગ્યતા વિચારી કહે છે - X - X - બે ભેદ લેતાં સર્વ ગુણ નમસ્કાર અસંભવ છે - ૪ - તેથી કહે છે – • નિયુક્તિ-૧૦૦૭ વિવેચન : આ અર્હત્ આદિ નિયમથી સાધુઓ છે. કેમકે સાધુના ગુણોનો તેમાં સદ્ભાવ છે. સાધુઓનો અર્હત્ આદિમાં ભજના છે, કેમકે તે બધાં અર્હત્ આદિ નથી. કેટલાંક
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy