SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮ ૧૮૧ ત્યાં જઈને કહ્યું – મારે બ્રહ્મચારીથી કાર્ય છે. સાધુએ કહ્યું – નિગ્રન્થોને આ કલ્પતું નથી. ચટ્ટને જઈને વાત કરી કે બ્રહ્મચારીનો મળી ગયા, પણ તેઓ આ કાર્યની ઈચ્છા કરતાં નથી [તેઓ અનુમત નથી.] તેણે કહ્યું – આવા પ્રકારે જ લોક વ્યાપારનો ત્યાગ કરનારા મુનિઓ હોય છે. પરંતુ તેઓને પૂજવાથી પણ કાર્યની સિદ્ધિ થાય છે. - X - તેનું નામ લખવાથી ક્ષુદ્ર વ્યંતરો પણ આક્રમણ કરતા નથી. ત્યારે સાધુની પૂજા કરી, મંડલ બનાવ્યુ. સાધુના નામો લખ્યા. દિક્પાલોની સ્થાપના કરી. - ૪ - કન્યા પણ પ્રગુણા-સાજી થઈ ગઈ. ધન પણ સાધુનો આશ્રય કરીને શ્રાદ્ધ થયો. ધર્મોપકારી જાણીને પુત્રી અને મોતીની માળા પણ તેને જ આપી દીધી. એ પ્રમાણે અત્વરાથી તે કન્યા આદિ તેને પ્રાપ્ત થયા એ પ્રમાણે શ્લોકાર્થ કહ્યો. તે આ સાંભળીને પરમમિત થયો. હું પણ સ્વદેશ જઈને અત્વરાથી જ ત્યાં કોઈ ઉપાયને વિચારીશ. તે શ્રેષ્ઠીપુત્ર સ્વદેશ ગયો. ત્યાં વિધાસિદ્ધ ચંડાલ અને દંડરક્ષક હતા, તેને તે વળગી રહ્યો. પૂછ્યું – તારે અમારી પાસે શું કામ છે ? શ્રેષ્ઠી પુત્રએ બધી વાત કરી. રાણીને મેળવી આપો. - રાણીને કંઈક આળ ચડાવીએ, જેનાથી રાજા તેનો તેઓએ વિચાર્યુ કે પરિત્યાગ કરી દે. તેઓએ મારી [મસ્કી] વિ. લોકો મરવા લાગ્યા. રાજાએ ચંડાલને આજ્ઞા કરી - મારીને તું પ્રાપ્ત કર. તેમણે કહ્યું – હું મારી વિધા વડે ગવેષણા કરું છું. રાણીના વાસગૃહમાં મનુષ્યના હાથ-પગ વિક્ર્વ્યા. તેણીનું મુખ લોહીથી લિપ્ત કર્યુ. રાજાને નિવેદન કર્યુ – ‘મારી' અહીં જ વાસ્તવ્યા છે. તમારા પોતાના ઘરમાં જ ગવેષણા કરો, રાજાએ ઘરમાં ગવેષણા કરતા ‘મારી’ને જોઈ. - ચંડાલને આજ્ઞા કરી – સ્વવિધિ વડે ‘મારી”નો વિનાશ કર. ત્યારે અવશ્ય મંડલમાં મધ્યરાત્રિના અલ્પસાગરિકમાં વિનાશ કરવો. તેમ સ્વીકારીને સ્વગૃહે તેણીને લઈ ગયો. રાત્રિમાં મંડલ કર્યુ. શ્રેષ્ઠીપુત્ર પણ ત્યાં પૂર્વે નક્કી કરેલા કપટ મુજબ ગયો. ઉપચાર સહિત [રાણીને] મારવાનો આરંભ કર્યો. શ્રેષ્ઠી પુત્રએ કહ્યું – આને તું શું કરે છે? ચાંડાલ બોલ્યો “આ મારી છે” તેથી તેને મારી નાંખુ છું. શ્રેષ્ઠી પુત્રએ ફરી પૂછ્યું – આ સ્ત્રી વડે કઈ રીતે અકૃત્ય કરાયું છે કે તે ‘મારી' થઈ છે ? તને શું કંઈ અપશબ્દો કહ્યા. તેણીને માર નહીં. તું આને છોડી મૂક. ચાંડાલ તેની વાત માનવા રાજી નથી. શ્રેષ્ઠીપુત્રએ તેને ઘણું કહ્યું – હું તમને કોટિ મૂલ્યના અલંકાર આપીશ, પણ તેને આ [રાણી] ને છોડી દો. તેણીને મારો નહીં, એમ કહીને ધરાર તેમને અલંકાર આપ્યા. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ત્યારે રાણી વિચારવા લાગી કે – આ નિષ્કારણ વત્સલ છે. તેથી તેણીને પણ આસક્તિ જન્મી. ચાંડાલે પણ કહ્યું કે – જો તે તારી સાથે જોડાય તો અમે તેણીને મારીશું નહીં, પણ તમારે નિર્વિષયતા અર્થાત્ દેશની બહાર નીકળી જવું પડશે. તે વાત રાણીએ કબૂલ કરતાં તેણીને મુક્ત કરી. શ્રેષ્ઠી પુત્ર પણ તેણીને ગ્રહણ કરીને ત્યાંથી પલાયન થઈ ગયો. પછી શ્રેષ્ઠીપુત્રને પ્રાણપદા વત્સલ જાણીને રાણી તેની સાથે દૃઢતર આસક્ત થઈ, આલાપ આદિ વડે પણ મીલન થયું. દેશાંતરમાં ભોગોને ભોગવતા રહ્યા. ૧૮૨ અન્ય કોઈ દિવસે તે શ્રેષ્ઠીપુત્ર પ્રેક્ષણક જોવા જવાને પ્રવૃત્ત થયો. રાણી સ્નેહથી જવાની રજા આપતી નથી. ત્યારે તે શ્રેષ્ઠીપુત્ર હસ્યો. રાણીએ પૂછ્યું કે – આમ હસવાનું શું કારણ ? ખૂબ જ આગ્રહ કરતાં યુવકે બધો વૃત્તાંત કહ્યો. ત્યારે રાણી નિર્વિણ થઈ - ખેદ પામી. તેવા સ્વરૂપના આર્યાઓની પાસે ધર્મ સાંભળીને દીક્ષા લીધી. શ્રેષ્ઠીપુત્ર પણ આર્ત-દુઃખાઈ થઈ મરીને તે દોષથી જ નસ્કે ઉત્પન્ન થયો. આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયના દુઃખો જાણવા. હવે ઘાણ ઈન્દ્રિયનું ઉદાહરણ કહે છે – ગંધપ્રિયકુમાર હતો. તે નિરંતરપણે નાવના કટક વડે રમતો હતો. તેની માતાની શોકે તેની મંજૂષામાં ઝેર નાંખીને નદીમાં વહાવી દીધી. તે કુમાર રમમાણ હતો ત્યારે તેણે મંજૂષા જોઈ. તે પેટીને ઉતારી લીધી. ખોલીને તેને જોવામાં પ્રવૃત્ત થયો. પ્રતિમંજૂષાદિની ગંધ લેતા એક સમુદ્ગક - દાબડો જોવો. ગંધપ્રિયકુમારે તેને ઉઘાડ્યો, સુગંધ લેતાં જ મૃત્યુ પામ્યો. ધ્રાણેન્દ્રિયના આવા દુઃખો થાય તે જાણવા. હવે જિહેન્દ્રિયને આશ્રીને ઉદાહરણ આપે છે – સોદાસ નામે એક રાજા હતો. તે ઘણો માંસપ્રિય હતો. તે માટે જીવોનો ઘાત કરતો [કરાવતો] હતો. પોપટનું માંસ બીલાડાએ ગ્રહણ કર્યું. કષાયો તે માંસ શોધવા લાગ્યા. પણ ક્યાંય મળ્યું નહીં. ત્યારપછી કોઈ બાળકને મારીને તેનું માંસ કાઢી સંસ્કારિત કર્યુ. ત્યારે પૂછ્યું – આ કોનું માંસ છે ? ત્યારે વૃત્તાંત કહ્યો. તેમને પુરુષો આપ્યા. (બાળકોને) મારવા લાગ્યા. નગરજનોએ જાણ્યું કે નોકરો જ રાક્ષસ છે, મધ પાઈને અટવીમાં પ્રવેશ કર્યો. ચત્વરમાં સ્થિત રહીને હાથીને લઈ જઈને રોજેરોજ મનુષ્યને મારવા લાગ્યા. કોઈક કહે છે વિરહ સ્થાનમાં લોકોને મારે છે. તે માર્ગે સાથે જતો હતો. તેઓ સુતા હતા, તેથી તેમને ખબર ન પડી. - સાધુઓ આવશ્યક કરતા હતા. તેઓ જોઈને તેની પાછળ ગયા. તપ વડે તેમનો આશ્રય કરવાને સમર્થ ન બન્યા. તે વિચારવા લાગ્યા કે આમ કેમ? ધર્મકથન કર્યુ, પ્રવ્રજ્યા લીધી.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy