SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત નિ - ૮૪૦ ૧૩૭ ૩૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ નથી. માત્ર “સાર કર્યું - સારું કર્યું” એવા અવાજો થાય છે. રાજા બોલ્યો - હે નટ ! પતન નામનો ખેલ કર. તેમાં વાંસના શિખરે આડુ લાકડું કરે, તેમાં બંને બાજુ કાલિકા હોય. ઈલાપુર તળીયામાં છિદ્ર હોય તેવી પાદડા પહેરી, હાથમાં તલવાર ગ્રહણ કરી, આકાશમાં ઉચે ઉછળી તે કીલિકાને પાદડા નલિકામાં પ્રવેશ કરાવે છે, સાત ડગલા આગળ જઈને, સાત ડગલા આગળ જઈને, સાત ડગલા પાછળ જઈને એ રીતે વારંવાર પાદુકાના છિદ્રમાં ખીલીને પ્રવેશ કરાવે છે. જો તેમ કરતા પડે તો પડતા જ સો ટુકડા થઈ જાય. તો પણ ઈલાગે તે ખેલ કર્યો. સા નટકન્યાને અવલોક્યા કરે છે, લોકો લકલ કરવા લાગ્યા. તો પણ રાજા ઈનામ આપતો નથી. રાજા જાણે કે ખેલ જોતો જ નથી. રાજા વિચારે છે કે - જો આ મરે તો હું આ કન્યાને પરણું. જેટલી વખત ઈલાપુત્ર ખેલ કરે ત્યારે એમ કહે કે- મેં જોયો નથી, ફરીથી કર - ફરીથી કર ત્રીજી વખતે પણ મેં જોયો નથી એમ કહ્યું. ચોથી વારે કહ્યું ત્યારે ક પણ વિરક્ત થયો. ત્યારે તે ઈલાબ વાંસના અગ્રભાગે રહીને વિચારે છે - આ ભોગને ધિક્કાર થાઓ. આ સજા આટલી ગણીશી પણ તૃપ્ત ન થયો. આ સંકડો ઉપજીવિકાને માટે આ કન્યાની અભિલાષા રાખે છે. તેણીના કારણે જ સજા મને મારી નાંખવા ઈચ્છે છે. તેણે ત્યાં રહીને એક શ્રેષ્ઠીના ઘેર સાધુને પ્રતિલાલવા માટે સર્વાલંકારો વડે યુકત સ્ત્રીને જોઈ. સાધુ વિરક્તપણાથી તેણીને જોતા પણ નથી. ત્યારે બોલે છે - હું શ્રેષ્ઠીપુત્ર, અહીં આવી અવસ્થામાં રહ્યો છું. ત્યાં જ વૈરાગ્ય જાગ્યો. કેવળજ્ઞાન ઉત્પણ થયું. ત્યારે નટકન્યા પણ વૈરાગ્ય પામી, પટ્ટાણી પણ વૈરાગ્ય પામી. રાજા પણ વૈરાગ્યવંત થયો. એ રીતે તે ચારે પણ કેવળી થયા. મોક્ષે ગયા. આ પ્રમાણે અસકારથી સામાયિકની પ્રાપ્તિ થાય. અથવા તીર્થકરોનો દેવો અને અસુરોને સકાર કરતાં જોઈને મરીચિએ દીક્ષા લીધી. અથવા - - - • નિયુક્તિ-૮૪૮ : અભ્યત્થાન, વિનય, પરાક્રમ, સાધુસેવનામાં, સમ્યગૃEશનનો, દેશ વિરતિનો અને વિરતિનો લાભ થાય છે. • વિવેચન-૮૪૮ : અભ્યત્યાન કરતાં સમ્યગ્દર્શનનો લાભ થાય છે. આ વિનીત છે એમ જાણી સાધુ ધર્મ કહે, વિનયમાં અંજલિ જોડવી ઈત્યાદિ આવે. પરાક્રમમાં કષાયનો જય થાય. સાધુની સેવનામાં કથંચિત્ તે ક્રિયાની ઉપલબ્ધિ આદિમાં સમ્યગ્દર્શન લાભ થાય છે. વિરતિ, દેશવિરતિ પણ પામે. ( ધે ક્યા સામાયિકનો કેટલો કાળ ? જઘન્યથી કેટલો ? ઉકાસ્ટથી કેટલો કાળ ? તે પ્રતિપાદન કરવાને કહે છે – • નિયુક્તિ -૮૪૯ - સમ્યકત્વ અને શુત સામાયિકની ૬૬-સાગરોપમ સ્થિતિ છે. બાકીની સામાયિકની દેશોન પૂવકોડી સ્થિતિ છે. • વિવેચન-૮૪૯ - [અહીં મલયગિરિની ટીકા જોવા જેવી છે.] સમ્યકત્વ અને શ્રતની ૬૬-સાગરોપમ સ્થિતિ કઈ રીતે? વિજય આદિમાં બે વાર ગયેલ અથવા ત્રણ વખત અચ્યતે જતાં ૬૬, તેમાં મનુષ્ય ભવના પૂર્વકોટિ પૃથકવ વર્ષ ઉત્કૃષ્ટથી અધિક જાણવા. બાકી દેશ વિરતિ, સર્વ વિરતિ સામાયિકવાળાની દેશોન પૂર્વકોટી સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિકાળ જાણવો. જઘન્યથી આધ ત્રણની અંતર્મુહૂર્ત સ્થિતિ અને સર્વ વિરતિ સામાયિકવાળાની એક સમય છે. કેમકે ચારૂિ પરિણામના આરંભથી એક સમય પસી આયુષ્યના ક્ષયનો સંભવ છે દેશવિરતિ સ્વીકારના પરિણામ અંતર્મોર્તિક જ નિયમિત પ્રાણાતિપાત આદિ નિવૃતિરૂપત્વથી છે.. ઉપયોગની અપેક્ષાથી તો બધાં અંતમુહર્ત હોય છે. હવે સામાયિક કેટલાં સ્વીકારે છે તે દ્વાર. અર્થાત વર્તમાન સમયમાં કેટલાં સમ્યકતવાદિ સામાયિકને સ્વીકારનાર છે, પૂર્વ પ્રતિપત્ત અથવા પ્રતિપતિત કેટલા છે? અહીં પ્રતિપધમાનક કરતાં પૂર્વ પ્રતિપન્ન પ્રતિપતિતના સંભવથી તેને જ પ્રતિપાદન કરે છે. • નિયુક્તિ-૮૫૦ - સમ્યકત્વ અને દેશવિરતિ પામનારા ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતભાગ પ્રદેશ પ્રમાણ હોય છે. શ્રેણિના અસંખ્ય ભાગ પ્રમાણ શ્રત સામાયિક સ્વીકારનાર હોય છે અને સર્વ વિરતિ સ્વીકારનારા સહસ્રાગણ છે. • વિવેચન-૮૫o : સમ્યકત્વ અને દેશવિરતિ જીવોના ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાત, ભાગ માત્ર જ. અહીં ભાવના આ છે - ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાત ભાગમાં જેટલાં પ્રદેશો હોય તેટલા જ ઉત્કૃષ્ટથી સમ્યકત્વ અને દેશવિતિ સામાયિકના પ્રાપ્ત કરનાર એક સમયે હોય. પરંતુ દેશ વિરતિ સામાયિકના પ્રાપ્ત કરનારા કરતા સમ્યકત્વના પ્રાપ્ત કરનાર અસંખ્યાતગણી હોય. જઘન્યથી તો એક કે બે જ હોય. શ્રેણી - અહીં સંવર્તિત ચાર ખૂણા કરાયેલ લોકના એક પ્રદેશ નિવૃત્ત સાત રાજ રૂ૫ શ્રેણી લેવી, તેનો અસંખ્યાત ભાગ. તે અસંખ્યાત ભાગમાં જેટલા પ્રદેશો હોય તેટલા જ એક વખતના ઉત્કૃષ્ટથી સામાન્ય શ્રુત-અક્ષરાત્મક સમ્યગૃમિથ્યાત્વ અનુગત પામનાર હોય છે, તેમ ધ્યાન રાખવું. જઘન્યથી એક કે બે હોય. સહસાગશ વિરતિને આશ્રીને ઉત્કૃષ્ટ પામનારા જાણવા. જઘન્યથી એક કે બે હોય. - અહીં પૂર્વપતિપક્ષને પ્રતિપાદિત કરે છે – • નિર્યુક્તિ -૮૫૧,૮૫ર : સમ્યકત્વ અને દેશવિરતિ પ્રતિપન્ન અત્યારે અસંખ્ય છે. ચાસ્ત્રિ સ્વીકારનારા અસંખ્યાતા છે. આ ત્રણેથી પતિત અનંતગુણા છે. શુતપતિપન્ન અત્યારે પ્રતરના અસંખ્ય ભાગ માત્ર છે. બાકીના સર્વે સંસારમાં રહેલા કૃત પરિપતિત છે. • વિવેચન-૮૫૧,૮૫૨ - સમ્યકત્વ અને દેશવિરત પ્રતિપન્ન વર્તમાન સમયે અસંખ્યાત ઉત્કૃષ્ટથી અને
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy